Comments

મોદીને વિવાદ વહાલા છે?

મોદી વિવાદ કેમ નોતરે છે? તેમની રાજકીય ગળથૂથીમાં વિવાદ સંકળાયેલા છે? રાજકીય હરિફો સામે લડવામાં તેમને વિવાદમાંથી બળ મળે છે? વિરોધ પક્ષોની ટીકાઓના વરસાદ અને બહિષ્કાર છતાં મોદી સંસદના નવા ભવનનું ઉદ્ઘાટન કરવાના છે. આ તેમનું રાજકારણ છે. સંસદ ભવન નું ઉદઘાટન અને વિરોધ પક્ષોની જ બાદબાકી! નવા સંસદ ભવનનો ઉદ્ઘાટન રાષ્ટ્રપ્રમુખ દ્રૌપદી મૂર્મુ ના હસ્તે થવું જોઈએ એવી કોંગ્રેસની આગેવાની હેઠળ મમત રાખીને વિરોધ પક્ષોએ આ સમારંભનો બહિષ્કાર કર્યો તે વાજબી છે? આ વિવાદ ટાળી શકાયો હોત ?

બીજો સવાલ પહેલો! મોદી ટસના મસ ન થાય તેવી વ્યક્તિ છે. નવ વર્ષ વડાપ્રધાન તરીકે મોદીએ ગાળ્યા તેમાં સરકાર ચલાવવાની હોય, સંસદ ચલાવવાની હોય કે પક્ષ ચલાવવાનો હોય, મોદી એકલા જવામાં વધુ માને છે. ભારતના રાષ્ટ્રપ્રમુખને સંસદની નવી ઈમારતના ઉદઘાટન સમારંભમાં મુખ્ય મહેમાન બનાવવા જોઈએ એ વાતમાં દમ છે. કારણ કે આઝાદી પછી પહેલી વાર સંસદની નવી ઈમારત મળે છે અને રાષ્ટ્રપ્રમુખ રાષ્ટ્રના વડા છે અને સંસદીય કાર્યવાહી પર દેખરેખ રાખે છે ત્યારે ઉદઘાટન ખરેખર તેમનો અધિકાર છે.’આ સંબંધમાં શાસક ભારતીય જનતા પક્ષ એવા કેટલાક ઉદાહરણ આપે છે કે જેમાં કેટલાક વિધાનસભા સંકુલોના ઉદ્ઘાટન ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ ના હસ્તે અને તે સમયના યુપીએ ના અધ્યક્ષ સોનિયા ગાંધીના સથવારે થયા હતા.અને સોનિયા ગાંધી કેવી રીતે સહ અતિથિ વિશેષ બની શકે?

ખોટી પરંપરા નું અનુસરણ નહીં થવું જોઈએ અને તેમાં જ્યારે કોઈ રાજકીય પક્ષ શાસનના ખોટા અને ભ્રષ્ટ કાર્યોનો વિરોધ કરી સત્તા પર આવ્યો હોય ત્યારે તો નહીં જ. અન્યથા હાલનો શાસક પક્ષ અગાઉના શાસક પક્ષને વાજબી કહેવડાવે છે. સંસદ ભવનના વિસ્તરણના ઉદઘાટનમાં પણ રાષ્ટ્રપ્રમુખ જરૂરી હતા પણ જ્યારે આખેઆખું સંસદ ભવન નવું હોય ત્યારે રાષ્ટ્રપ્રમુખ અને ઉપરાષ્ટ્રપ્રમુખ અને કેવી રીતે કોરાણે મૂકી શકાય? ઉપરાષ્ટ્રપ્રમુખ તો રાજ્યસભાને અધ્યક્ષ પણ છે.

કર્ણાટક જેવી ઠોકર ખાધા પછી પણ પોતાનો વિજય રથ દોડતો રહેશે એવી છાપ ઊભી કરનાર મોદીને લાગતું હતું કે રાષ્ટ્રપ્રમુખ અને ઉપરાષ્ટ્રપ્રમુખ કોણ છે? લોકશાહીમાં બધાને સાથે લઈ ચાલવાનું હોય છે પણ સલાહ મતલબ તને જ તાળું મારનાર નેતા ને લોકશાહી/સરમુખત્યારશાહી/રાજાશાહીમાં જુદા જુદા અર્થો દેખાય છે આપણે વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં રહીએ છીએ અને મોદી બે વાર ચૂંટાયેલા વડાપ્રધાન છે. સાવરકરના જન્મદિનને જ સંસદના નવા ભવનનું ઉદ્ઘાટન કઈ રીતે વ્યાજબી ઠરી શકે? આ કેવળ જોગાનુજોગ છે? લાગતું નથી. જુદા જુદા રાજકીય પક્ષોને જુદા જુદા પૂજ્ય નેતાઓ હોઈ શકે પણ આખરે તો બંધારણ જ સર્વોપરિ છે.

સંસદ આખરે તો લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિઓની જ બનેલી છે. ચૂંટણી પંચે માન્ય રાખેલા રાજ્કીય પક્ષો માંથી કેવો આવે છે. સર્વ સંમતિ નહીં શોધી શકાય હોત? લોકશાહીની ભાવના જળવાવી જ જોઈએ. આખરી ચુકાદો આપના લોકો જ છે.
આમ છતાં વિરોધ પક્ષોની ઉપસ્થિતિમાં ઉદઘાટન થયું હોય તો તે રાષ્ટ્રહિતમાં હતું ચીન સિવાય કોઈ લોકશાહી વિરોધ પક્ષો વગર નહીં ચાલે ભલે તેને કારણે વેગ નો આવે. 1975 માં લદાયેલી કટોકટીનું ઉદાહરણ નજર સમક્ષ છે.

અને ચૂંટણીના એક વર્ષ પહેલા આ ઉદઘાટન થાય છે તેના રાજકીય અર્થો નીકળે છે. કર્ણાટકના પછડાટ પછી શાસક પક્ષ બદલાયો હોય તેવું માની લેવાને ભૂલ નહીં કરતા. લોકશાહી માળખામાં કેટલીક વાર લોકોની નજરે પણ સુધારો દેખાડવો તે ખરાબ નથી પણ રાજકીય પક્ષો અને નેતાઓને પોતાની મજબૂરી હોય છે જે તંત્ર પર સવાર થઈ જતી હોય છે. રાષ્ટ્રન અને લોકશાહીના વ્યાપક હિતમાં આવી પરિસ્થિતિ ટાળવી જોઈએ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top