SURAT

કાપોદ્રાના કારખાનામાં રત્નકલાકારે લાખોના હીરાનો બદલો માર્યો, CCTV ફૂટેજે ભાંડો ફોડ્યો

સુરત(Surat): શહેરનો હીરા ઉદ્યોગ (Diamon Industry) છેલ્લાં દોઢેક વર્ષથી મંદીનો (Recession) સામનો કરી રહ્યો છે. પોલિશ્ડમાં ડિમાન્ડ નહીં હોવાના કારણે કારખાનેદારો પાસે ઈન્વેન્ટરીનો ભરાવો થઈ રહ્યો છે, ત્યારે આવા સંજોગોમાં હીરાના કારખાનેદારો ચોરી, લૂંટફાંટ અને ઉઠમણાના પડકારોનો પણ સામનો કરવો પડી રહ્યો છે. કાપોદ્રાના (Kapodra) હીરાના કારખાનામાં આવી જ એક ઘટના બની.

  • મંદીમાં રત્નકલાકારનું કારસ્તાન, દોઢ લાખના સારી ગુણવત્તાના હીરાના સ્થાને હલકી ગુણવતાના હીરા મુકી બદલી માર્યો
  • હીરાનું વજન ઓછું આવતા સીસીટીવી કેમેરાથી કારખાનેદારે રત્નકલાકાર પર નજર રાખી
  • રત્નકલાકાર બિપીન શેલડીયા વિરુદ્ધ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ

કાપોદ્રા ખાતે આવેલા હીરાના કારખાનાના સરીન ડિપાર્ટમેન્ટમાં કામ કરતા રત્નકલાકારે લાખો રૂપિયાના હીરાનો બદલો માર્યો હોવાની ઘટના સામે આવી છે. રત્નકલાકારે ઊંચી ગુણવત્તાના હીરાના બદલામાં હલકી ક્વોલિટીના હીરા મુકી બદલો માર્યો હતો. રત્નકલાકારના આ કારસ્તાનનો ભાંડો સીસીટીવી ફૂટેજે ફોડ્યો હતો. કારખાનેદારની ફરિયાદ પર રત્નકલાકાર વિરુદ્ધ ફરિયાદ નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ કેસમાં મળતી માહિતી અનુસાર કાપોદ્રાના એક હીરાના કારખાનાના સરીન ડિપાર્ટમેન્ટમાં કામ કરતા રત્નકલાકાર બિપીન શેલડીયાએ કારખાનાના માલિક સાથે વિશ્વાસઘાત કર્યો છે. માલિકનો વિશ્વાસ કેળવી માલિક સાથે છેતરપિંડી કરી છે. રત્નકલાકારે સારી ક્વોલિટીના હીરા બદલી હલકી ગુણવત્તાના હીરા મુકતો હતો. હીરામાં વજન ઓછું આવતા માલિકને શંકા ગઈ હતી. તેથી કારખાનેદારે સીસીટીવી કેમેરા ગોઠવી બીપીન શેલડીયા પર નજર રાખી હતી.

સીસીટીવી ફૂટેજમાં બિપીન શેલડીયાની શંકાસ્પદ હિલચાલ દેખાઈ હતી. તેથી શેલડીયાએ પેક કરેલા હીરાનું વજન ચેક કરવામાં આવ્યું હતું, જેમાં વજન ઓછું આવતા શેલડીયા વિરુદ્ધ કારખાનેદારે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી. કાપોદ્રા પોલીસે રૂપિયા દોઢ લાખના હીરાનો બદલો મરાયો હોવાની ફરિયાદ બીપીન શેલડીયા સામે નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top