National

જ્ઞાનવાપી બાદ હવે જામા મસ્જિદના સર્વેની માંગ, જણાવાયું આ કારણ

નવી દિલ્હી: વારાણસીની (Varanasi) જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વેની (Survey) વચ્ચે દિલ્હીની (Delhi) જામા મસ્જિદમાં (Jama Mosque) સર્વે કરાવવાની માંગ કરવામાં આવી છે. આ માંગને લઈને હિન્દુ મહાસભા તરફથી પીએમ મોદીને પત્ર લખવામાં આવ્યો છે. હિંદુ મહાસભાના પ્રમુખ સ્વામી ચક્રપાણીએ દાવો કર્યો છે કે મસ્જિદના પગથિયાં નીચે હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિઓ છે અને તેથી ત્યાં ખોદાણ થવું જોઈએ. આ અગાઉ ઉજ્જૈન (Ujjain) અને કર્ણાટકમાં (Karnatak) પણ એક મસ્જિદને (Mosque) લઈને આવા જ સવાલ ઊભા થયા છે.

સ્વામી ચક્રપાણીએ પીએમ મોદીને વિનંતી કરી
સ્વામી ચક્રપાણીએ પોતાના દાવામાં કેટલાક ઐતિહાસિક તથ્યો ટાંક્યા છે. આ સંદર્ભમાં, તે ઔરંગઝેબના સમકાલીન દરબારી ઈતિહાસકાર શાહી મુસ્તાક દ્વારા 1710માં લખાયેલા પુસ્તકનો ઉલ્લેખ કરે છે. સ્વામી ચક્રપાણીના જણાવ્યા અનુસાર, આ પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે 24 મે 1679ના રોજ જ્યારે ખાન જહાં બહાદુર જોધપુર અને અન્ય વિસ્તારોમાંથી હિંદુ મંદિરોને લૂંટીને લૂટનો સામાન સેંકડો વાહનોમાં ભરીને ઔરંગઝેબની સામે આવે છે, ત્યારે તે ખૂબ જ ખુશ થાય છે. દિલ્હીમાં જામા મસ્જિદના નીચેના પગથિયાંમાં હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિઓને દફનાવવાનો આદેશ આપતાં પોતાની તિજોરીમાં કિંમતી રત્નો રાખવાની સૂચના આપે છે. આ જ વાતનો ઉલ્લેખ કરતા સ્વામી ચક્રપાણીએ પીએમ મોદીને વિનંતી કરી છે કે તેઓ દિલ્હીની જામા મસ્જિદના સર્વેક્ષણ અને હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિઓને શોધવા માટે મસ્જિદના પગથિયાં નીચે ખોદકામ કરવાનો આદેશ આપે.

ઉજ્જૈનમાં બિના નીંવ વાલી મસ્જિદ સામે પિટિશન દાખલ કરવામાં આવશે
ઉજ્જૈન મહામંડલેશ્વર અતુલેશાનંદ અને અખંડ હિંદુ સેનાના પ્રમુખે દાવો કર્યો છે કે ઉજ્જૈનના દાની ગેટ પર શિપ્રા નદી પાસે બિના નીંવ વાલી મસ્જિદમાં એક પ્રાચીન શિવ મંદિર છે. તેમણે જલ્દી જ મસ્જિદમાં હનુમાન ચાલીસાના પાઠ કરવાની વાત કરી છે. મહામંડલેશ્વર અતુલેશાનંદ મહારાજે મસ્જિદમાં શિવ મંદિર, ગણેશ મૂર્તિ અને જલધારી હોવાનો દાવો કર્યો છે. તે રાજા ભોજે બનાવ્યું હતું. અતુલેશાનંદે કહ્યું છે કે કોર્ટની રજા પૂરી થયા બાદ અરજી દાખલ કરવામાં આવશે.

કર્ણાટકમાં જામિયા મસ્જિદને લઇને વિવાદ
કર્ણાટકના માંડ્યામાં એક જમણેરી સંગઠને સોમવારે અહીંની જામિયા મસ્જિદમાં પૂજા કરવાની માંગ કરી છે. આ સંગઠનના કાર્યકર્તાઓએ દાવો કર્યો છે કે જ્યાં પૂજાની માંગ કરવામાં આવી રહી છે તે વાસ્તવમાં એક મંદિર છે, જેને બાદમાં તોડીને મસ્જિદમાં ફેરવી દેવામાં આવ્યું હતું. કાર્યકરોએ આ માળખામાં પૂજા કરવાની માંગ કરી છે. કર્ણાટકમાં સંગઠને દાવો કર્યો છે કે જામિયા મસ્જિદ અગાઉ અહીં હાજર અંજનેય મંદિરની ટોચ પર બનાવવામાં આવી છે. સંસ્થાની માંગ છે કે પુરાતત્વ વિભાગ આ દસ્તાવેજોની તપાસ કરે અને સમગ્ર મામલાની તપાસ કરે.

Most Popular

To Top