National

દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને રાજીનામું સોંપ્યું

દિલ્હીના (Delhi) ઉપરાજ્યપાલ અનિલ બૈજલે પોતાનું રાજીનામું (Resignation) આજરોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને (President Ramnath Kovind) સોંપી દીધું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ તેઓના રાજીનામા આપવા પાછળના કોઇ ચોક્કસ કારણો આપ્યા નથી પરંતુ તેઓએ રાજીનામા અંગે અંગત કારણો આપ્યા છે. પૂર્વ IAS અધિકારી બૈજલને 31 ડિસેમ્બર 2016ના રોજ ઉપરાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 31 ડિસેમ્બર 2021ના ​​રોજ તેઓના કાર્યકાળના 5 વર્ષ પૂર્ણ થયા હતા. પરંતુ દિલ્હીના ઉપરાજ્યપાલનો કાર્યકાળ અનિશ્ચિત હોય છે.

  • 31 ડિસેમ્બર 2021ના ​​રોજ તેઓના કાર્યકાળના 5 વર્ષ પૂર્ણ થયા
  • કેજરીવાલની સરકાર અને ઉપરાજ્યપાલ અનિલ બૈજલ વચ્ચે ઘણી બાબતો અંગે તકરારો થઈ હતી
  • કોરોનાની ચોથી લહેર દરમિયાન દિલ્હી સરકાર અને LG વચ્ચે ઓડ-ઇવન નિયમ પર કોઈ સહમતિ બની શકી ન હતી
  • 2006માં શહેરી વિકાસ મંત્રાલયના સચિવ તરીકે નિવૃત્ત

મળતી માહિતી મુજબ દિલ્હીની સીએમ કેજરીવાલની સરકાર અને ઉપરાજ્યપાલ અનિલ બૈજલ વચ્ચે ઘણી બાબતો અંગે તકરારો થઈ હતી. બૈજલે દિલ્હી સરકારની 1000 બસોની ખરીદી પ્રક્રિયાની તપાસ કરવા માટે ત્રણ સભ્યોની એક સમિતિ બનાવી હતી. જો કે ભારતીય જનતા પાર્ટીના સભ્યો આ મામલા અંગે સીબીઆઈ તપાસની માંગણી કરી રહ્યાં હતા. ઉપરાજ્યપાલ દ્વારા રચવામાં આવેલી પેનલમાં એક નિવૃત્ત IAS અધિકારી, તકેદારી વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી અને દિલ્હી સરકારના ટ્રાન્સપોર્ટ કમિશનરનો સમાવેશ થાય છે. આ મુદ્દે પણ તેમની કેજરીવાલ સરકાર સાથે ઘણી ટક્કર થઈ હતી.

પૂર્વ IAS અધિકારી બૈજલને 31 ડિસેમ્બર 2016ના રોજ ઉપરાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. દિલ્હીમાં ઉપરાજ્યપાલ બૈજલ અને આમ આદમી પાર્ટી (AAP) સરકાર વચ્ચે વિવિધ મુદ્દાઓ પર હંમેશા ઝઘડો થતો રહ્યો છે. આ વર્ષે પણ કોરોનાની ચોથી લહેર દરમિયાન દિલ્હી સરકાર અને LG વચ્ચે ઓડ-ઇવન નિયમ પર કોઈ સહમતિ બની શકી ન હતી. આ દરમિયાન એલજી અનિલ બૈજલે કેજરીવાલ સરકારના પ્રસ્તાવનો અસ્વીકાર કરી દીધો હતો.

અનિલ બૈજલ 1969 બેચના IAS અધિકારી હતા અને વાજપેયી સરકારમાં કેન્દ્રીય ગૃહ સચિવ હતા. આ સિવાય તેમણે અન્ય મહત્વપૂર્ણ મંત્રાલયોમાં પણ પોતાની સેવા આપી હતી. તેઓ 2006માં શહેરી વિકાસ મંત્રાલયના સચિવ તરીકે નિવૃત્ત થયા હતા.

Most Popular

To Top