National

સ્વતંત્રતા દિવસ પહેલા દિલ્હી હાઇએલર્ટ: અનિચ્છનીય ઘટનાને રોકવા પેટ્રોલિંગ સઘન કરાયું

નવી દિલ્હી : સ્વતંત્રતા દિવસ (Independence day) પહેલા દિલ્હી પોલીસે (Delhi police) કોઈ પ્રકારની અનિચ્છનીય ઘટનાને રોકવા પેટ્રોલિંગ સઘન કરવું, તોડફોડ વિરોધી તપાસ હાથ ધરવી અને સરહદી વિસ્તારો (Border area)માં વધારાના પિકેટ તૈનાત કરીને રાજધાનીમાં સુરક્ષા કડક (High alert) કરી દીધી છે.

સ્વતંત્રતા દિને દિલ્હીમાં તથા અન્ય સ્થળોએ બોમ્બ ધડાકા (Bomb blast) કરવા સિંગાપોર (Singapore)થી અલ-કાયદા (Al-kayda)ના માણસો આવી રહ્યા છે તેવી માહિતી મળ્યા બાદ અત્યારથી જ સુરક્ષા વ્યવસ્થા સખત બનાવી દેવામાં આવી છે. તેઓએ કહ્યું કે, આતંક વિરોધી પગલાંના ભાગરૂપે તમામ પોલીસ સ્ટેશનો દ્વારા પોલીસની હાજરીમાં વધારો, સંવેદનશીલ સ્થળો પર સઘન ચેકિંગ, હોટલ અને ગેસ્ટ હાઉસની તપાસ, સિમકાર્ડ અને સેકન્ડ હેન્ડ કાર ડીલરો, સાયબર કાફેના માલિકોનું સેન્સિટાઇઝેશન અને ભાડૂત અને નોકરની ચકાસણી માટેની પ્રક્રિયા સઘન રીતે હાથ ધરવામાં આવી રહી છે.

અધિકારીઓના સૂત્રોએ જણાવ્યું હતું કે, દિલ્હી પોલીસને શનિવારે એક ઈ-મેલ મળ્યા બાદ ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટની સુરક્ષા પણ સઘન કરવામાં આવી છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, આતંકવાદી સંગઠન અલ કાયદાના કથિત રીતે બે લોકો દેશમાં અનેક બૉમ્બ ધડાકા કરવા માટે સિંગાપોરથી એકથી ત્રણ દિવસમાં ભારત આવી રહ્યા છે. આ માહિતી કન્ટ્રોલ રૂમને આપવામાં આવી હતી. પરંતુ, તપાસ બાદ આ ધમકીને ‘નોન-સ્પેસિફિક’ તરીકે ઓળખવામાં આવી હતી. કારણ કે, આ વર્ષે માર્ચમાં આ જ પ્રકારનો ઇ-મેઇલ મળ્યો હતો.
જો કે, સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને આઈજીઆઈમાં સુરક્ષા કડક રાખવામાં આવી હતી.

સ્વતંત્રતા દિવસ પહેલા શનિવારે તેની પ્રથમ ક્રાઇમ સમીક્ષા બેઠકમાં દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ અધિકારીઓને શેરી વિક્રેતાઓ, નાના દુકાનદારો અને ઓટો ડ્રાઇવરોને આતંકવાદી અથવા ગુનાહિત ડિઝાઇન સામે ‘આંખો અને કાન’ તરીકે કામ કરવા માટે સહકાર બનાવવાનો નિર્દેશ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, જમીન પરના સામાન્ય લોકો અમારા ‘ફોર્સ મલ્ટીપ્લાયર્સ’ તરીકે કામ કરવા અને વધુ જાહેર સહયોગ અને ભાગીદારી સાથે શહેરને સુરક્ષિત રાખવા માટે અમારા પોલીસ વિભાગનો એક ભાગ બની શકે છે.

નાયબ પોલીસ કમિશનર (દક્ષિણ) અતુલ કુમાર ઠાકુરે જણાવ્યું હતું કે, ‘મોલ અને મહત્વપૂર્ણ સ્થાનો પર સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.

Most Popular

To Top