Top News

ગ્રીસમાં ત્રણ અલગ અલગ સ્થળોએ આગથી ભારે વિનાશ: 70 ટકા વિસ્તાર જંગલની આગથી નાશ

એથેન્સ : ગ્રીસ (Greece)માં નવેસરથી ત્રણ અલગ અલગ સ્થળોએ આગ (fire) લાગવાથી ભારે વિનાશ સર્જાયો હતો. જંગલો (Forest)ની આગના કારણે શહેરો પર ડર ફેલાયેલો છે. આ આગ દેશના બીજા સૌથી મોટા ટાપુ (Island) ઇવીયા સુધી પહોંચી ગઈ છે.

કોસ્ટ ગાર્ડ (Coast guard)ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, બે કોસ્ટગાર્ડ જહાજો સહિત કુલ દસ જહાજો આઇવિયાના ઉત્તરી છેડે આવેલા દરિયા કિનારેના પેફકી ખાતે જરૂરત પડવા પર રહેવાસીઓ અને પ્રવાસીઓને બહાર કાવા માટે તૈનાત કરાયા છે. ઉત્તરીય ઇવિયામાં અગ્નિશામકો 7,000 ની વસ્તી ધરાવતા શહેર ઇસ્ટીયા અને કેટલાક અન્ય ગામોને બચાવવા માટે આખી રાત મહેનત કરી રહ્યા છે. શુક્રવારે રાત્રે લગભગ 1,400 લોકોને દરિયા કિનારે આવેલા ગામો અને ટાપુઓમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ગ્રીસના દક્ષિણ પેલોપોનીઝ દ્વીપકલ્પમાં પ્રાચીન ઓલિમ્પિયા અને ફોકીડા અને એથેન્સની ઉત્તરે આવેલા મધ્ય ગ્રીસમાં પણ મોટા પ્રમાણમાં આગ ફેલાઈ ગઈ છે. પ્રાચીન ઓલિમ્પિયામાં લાગેલી આગ પ્રાચીન સ્થળથી આગળ નીકળી ગઈ છે.

પરંતુ, પૂર્વ તરફ આગળ વધી રહી છે, જેનાથી ગામોમાં આગ ફેલાવાનો ડર વધી રહ્યો છે. આગ હજુ પણ એથેન્સની ઉત્તરે પર્નિથા પર્વત પર ભભૂકી રહી છે. જ્યાં ઘણી વખત આગ ફેલાય છે. જો કે, ફાયર સર્વિસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, તેને બુઝાવવાના પ્રયાસોમાં સફળતા મળતી જોવા મળી રહી છે. નાગરિક સંરક્ષણ નાયબ મંત્રી નિકોસ હદાલિઆસે શનિવારે જણાવ્યું હતું કે, અગ્નિશામકોને આશા છે કે તેઓ રવિવાર સુધીમાં આગ પર કાબૂ મેળવી લેશે. ખૂબ જ ગરમ પવનના કારણે શુક્રવારે એક અગ્નિશામક દળના કર્મચારીનું મૃત્યુ થયું હતું અને છેલ્લા અઠવાડિયામાં ઓછામાં ઓછા 20 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. અહીંનું તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. દક્ષિણ પેલોપોનીઝના મણિ પ્રદેશના એક સ્થાનિક અધિકારીએ અંદાજ અનુસાર, લગભગ 70 ટકા વિસ્તાર જંગલની આગથી નાશ પામ્યો છે.

આગ લાગવાના કારણ અંગે તપાસ ચાલી રહી છે. શુક્રવારે ગ્રેટર એથેન્સ વિસ્તારમાં મધ્ય અને દક્ષિણ ગ્રીસમાં ત્રણ લોકોની બે કેસમાં ઇરાદાપૂર્વક આગ લગાવવાની શંકાના આધારે ધરપકડ કરવામાં આવી હતી. ગ્રીક અને યુરોપીયન અધિકારીઓએ દક્ષિણ યુરોપથી દક્ષિણ ઇટાલી અને તુર્કી સુધી જંગલમાં લાગેલી આગ માટે આબોહવા પરિવર્તનને જવાબદાર ઠેરવ્યું છે.

Most Popular

To Top