National

દિલ્હી અકસ્માત: ‘પીડિતાને 10-12 કિમી સુધી ઘસડી, વળાંક આવતા બોડી કારથી અલગ થઈ’, પોલીસનો ખુલાસો

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં (Delhi) નવા વર્ષના પ્રથમ દિવસે જ કાળજું કંપાવી નાંખે તેવી ઘટના બની છે. આખો દેશ જ્યારે નવા વર્ષની (New Year) ઉજવણી (Celebration) કર્યો હતો ત્યારે નવી દિલ્હીમાં એક 23 વર્ષીય યુવતીની રસ્તા પર નગ્ન હાલતમાં લાશ (Dead body) મળી આવી હતી. નવા વર્ષની ઉજવણી કર્યા બાદ 5 યુવકે આ યુવતીને અડફેટે લીધી હતી એટલું જ નહીં, તેને 4 કિલોમીટર સુધી ઘસડી ગયા હતા, આ અકસ્માતમાં (Accident) યુવતીના બધા કપડાં ફાટી ગયા હતા તેમજ તેના શરીરની ચામડીઓ પણ નીકળી હતી. 4 કિલોમીટર સુધી ઘસડાવાના કારણે તેનું મોત નિપજ્યું હતું.

આ સમગ્ર મામલામાં દિલ્હી પોલીસે એક નિવેદન જાહેર કર્યું છે. દિલ્હીના સ્પેશિયલ સીપી સાગર પ્રીત હુડ્ડાએ પ્રેસ કોન્ફરન્સ કરી છે. તેમણે જણાવ્યું કે દિલ્હી પોલીસે જણાવ્યું કે પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે યુવતીને કારમાંથી 10 થી 12 કિમી સુધી ઘસડવામાં આવી હતી. જ્યારે વળાંકને કારણે યુવતીનો મૃતદેહ કારમાંથી અલગ થઈ ગયો હતો. પોલીસે કહ્યું કે આરોપીઓ નશામાં હતા કે કેમ તે તપાસવા માટે મેડિકલ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

હુડ્ડાએ વધુમાં કહ્યું કે મેડિકલ રિપોર્ટ, ફોરેન્સિક અને લીગલ ટીમના રિપોર્ટના આધારે પણ કાર્યવાહી કરવામાં આવશે. પીડિતા પરિવારના સંપર્કમાં છે. તેમને તપાસ અંગે માહિતી આપવામાં આવી રહી છે. આરોપીઓને ત્રણ દિવસના રિમાન્ડ પર લેવાયા છે. તેની પૂછપરછ કરવામાં આવશે. ટૂંક સમયમાં તપાસ પૂર્ણ કરશે, ત્યારબાદ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરશે. નક્કર પુરાવા એકત્રિત કરી રહ્યા છે. આરોપીઓને કડક સજા અપાશે. આરોપીઓ વિરુદ્ધ કલમ 279, 304, 120B હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર દિલ્હીના સુલતાનપુરીમાં રવિવારે એક દર્દનાક ઘટમના સામે આવી છે. અહીંના કાંઝાવાલામાં એક યુવતીની નગ્ન હાલતમાં મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે શરીરના ઘણા ભાગો વિકૃત રીતે પડ્યા હતા. પોલીસે તપાસ કરી તો પોલીસને ઘટનાસ્થળેથી થોડે દૂર એક સ્કૂટી પણ પડી હતી, આ સ્કૂટીને જાઈને લાગી રહ્યું હતું કે આ યુવતી જોડે અકસ્માતની ઘટના બની છે. સ્કૂટીના નંબરના આધારે યુવતીની ઓળખ શોધવામાં આવી હતી. ત્યાર બાદમાં પોલીસે કાર કબજે કરી હતી અને 1લી જાન્યુઆરીની મોડી સાંજ સુધીમાં તમામ 5 આરોપીઓની ધરપકડ કરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસ અને થિયરી પ્રમાણે આરોપ છે કે કારમાં સવાર 5 યુવકોએ એક યુવતીને ટક્કર મારી, અને ત્યાર બાદ તેને 4 કિમી સુધી રસ્તા પર ઘસડી ગયા હતા. જેના કારણે તેનું મોત થયું. મામલો સુલતાનપુરી-કાંજાવાલા વિસ્તારનો છે. જોકે પોલીસની આ થિયરી પર સવાલો ઉઠી રહ્યા છે. મૃતક યુવતીના પરિવારજનોએ પણ પોલીસની કાર્યવાહી પર સવાલો ઉઠાવ્યા છે. તેણે આ ઘટનાની તુલના દિલ્હીના નિર્ભયા કેસ સાથે કરી છે. પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી તેમના આલ્કોહોલ ટેસ્ટ કરાવ્યા હતા. પોલીસનું કહેવું છે કે તેનો રિપોર્ટ આવ્યા બાદ સ્થિતિ સ્પષ્ટ થશે. ત્યારે સોશિયલ મીડિયા પર પણ પોલીસની કાર્યવાહી પર સવાલો ઉઠી રહ્યા છે. યુઝર્સનો દાવો છે કે યુવતી પર પહેલા બળાત્કાર કરવામાં આવ્યો અને પછી તેની હત્યા કરવામાં આવી.

એક રાહદારીએ પોલીસને આપી માહિતી
1 જાન્યુઆરીએ લગભગ 3.24 વાગ્યે દિલ્હી પોલીસ સ્ટેશન કાંઝાવાલામાં ફોન આવ્યો. એક રાહદારીએ કારની પાછળ લટકતી લાશ અંગે જાણ કરી હતી. રાહદારીએ જણાવ્યું કે ગ્રે રંગનું બલેનો કાર જે કુતુબગઢ તરફ જઈ રહી છે, તેમાં એક લાશ બાંધેલી છે, જે નીચે લટકી રહી છે. આ પછી, કોલના આધારે, પોલીસે તરત જ આસપાસના વિસ્તારોમાં તૈનાત ટીમને એલર્ટ કરી અને કારની શોધ શરૂ કરી. ત્યાર બાદ 4 વાગ્યા બાદ પોલીસને બીજો ફોન આવ્યો જેમાં કહેવામાં આવ્યું કે કાંઝાવાલામાં એક યુવતીનો મૃતદેહ મળ્યો છે. પોલીસે ત્યાંથી લાશ કબજે કરી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સંજય ગાંધી મેમોરિયલ હોસ્પિટલમાં મોકલી આપ્યો છે.

શું છે પોલીસનો દાવો?
ડેપ્યુટી પોલીસ કમિશનર (આઉટર) હરેન્દ્ર કુમાર સિંહે જણાવ્યું કે પીડિતાનો પગ કારના એક પૈડામાં ફસાઈ ગયો અને તેને લગભગ ચાર કિલોમીટર સુધી ખેંચવામાં આવી. તેમણે જણાવ્યું કે આ મામલામાં દીપક ખન્ના, અમિત ખન્ના, ક્રિષ્ના, મિથુન અને મનોજ મિત્તલ વિરુદ્ધ આઈપીસીની કલમ 279 (રેશ ડ્રાઈવિંગ) અને 304-A (બેદરકારીથી મૃત્યુનું કારણ બને છે) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

પોલીસના જણાવ્યા અનુસાર, દીપક ડ્રાઈવર છે, જ્યારે આરોપી અમિતને એસબીઆઈના કાર્ડ બનાવે છે. જ્યારે, મિથુર- ક્રિષ્ના સીપીમાં હેર ડ્રેસર તરીકે કામ કરે છે. જ્યારે મિત્તલ ફૂડ ડીલર તરીકે કામ કરે છે. સૂત્રોનો દાવો છે કે આરોપીઓને ખબર ન હતી કે પીડિતા તેમની કારમાં ફસાઈ ગઈ છે. તેમની કારમાં કોઈ ફસાયું હોવાની જાણ થતાં તેઓ લાશને બહાર કાઢીને ફરાર થઈ ગયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર પીડિત મહિલા લગ્ન અને અન્ય કાર્યક્રમોમાં પાર્ટ ટાઈમ કામ કરતી હતી. જ્યારે તે આવા જ એક કાર્યક્રમમાંથી પરત ફરી રહી હતી ત્યારે તેનો અકસ્માત થયો હતો.

પોલીસે કહ્યું- બળાત્કાર થયો નથી
પોલીસનો દાવો છે કે પીડિતા પર બળાત્કાર થયો નથી. પોલીસે કહ્યું કે પીડિતા પર બળાત્કાર અને હત્યાના ખોટા દાવા કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે જ્યારે પોલીસે કારને ટ્રેક કરી તો તેના માલિક પાસેથી ખબર પડી કે સુલ્તાનપુરી વિસ્તારમાં અમારી કારનો ભયંકર અકસ્માત થયો હતો. જેમાં પીડિત 20 વર્ષીય મહિલાને કાર સાથે ઘસડી લેવામાં આવી હતી. બાદમાં જ્યારે કાર સવારોને ખબર પડી કે મહિલાનું મોત થયું છે. આ કોઈ હત્યા કે બળાત્કારનો કેસ નથી. ગંભીર અકસ્માતની વાત છે. 5 છોકરાઓની ધરપકડ કરવામાં આવી છે.

પરિવાર અમન વિહારનો રહેવાસી છે
પીડિતાનો પરિવાર અમન વિહારનો રહેવાસી છે. તેની માતાએ જણાવ્યું કે દીકરી ઘરમાં એકમાત્ર કમાનાર હતી. 8 વર્ષ પહેલા પિતાનું અવસાન થયું હતું. ઘરમાં વધુ બે બહેનો છે. બે નાના ભાઈઓ પણ છે. એક મોટી બહેન પરણિત છે. 31 ડિસેમ્બરના રોજ સાંજે 6 વાગ્યાના સુમારે તેમની પુત્રી પાર્ટી (ઇવેન્ટ કંપની) માટે થોડું કામ હોવાનું કહીને ઘરેથી નીકળી હતી. રાત્રે 9 વાગે દીકરીએ ઘરે ફોન કરીને કહ્યું કે રાત્રે કામ છે એટલે હવે સવાર સુધી જ આવી શકશે. હજુ કામ પૂરું થયું નથી. તેણે રાત્રે 10 વાગ્યે ફોન કર્યો, પરંતુ તે બંધ થઈ ગયો, જેના કારણે સંપર્ક થઈ શક્યો ન હતો.

આ કોઈ અકસ્માત નથી, નિર્ભયા જેવો જ કેસ છે- પરિવાર
મૃતક યુવતીના મામાએ કહ્યું કે હું પોલીસની કાર્યવાહી સાથે સહમત નથી. ડીસીપીએ કહ્યું હતું કે આરોપી છોકરાઓએ કંઈ ખોટું કર્યું નથી. આટલા મોટા અકસ્માત પછી કંઈ ખોટું તો નથી કર્યું ને? આ મામલો નિર્ભયા જેવો જ છે. આપણે 100 ટકા કહી શકીએ કે દીકરી સાથે ખોટું થયું છે. સ્કુટી ક્યાંકથી મળી અને લાશ ક્યાંથી મળી. તેમણે કહ્યું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળવામાં વિલંબ થશે. ત્યારે કાર્યરવાહીમાં બેદરકારી આવી શકે છે.

પોલીસે રસ દાખવ્યો ન હતો – પ્રત્યક્ષદર્શીનો દાવો
આ અકસ્માતનો એક પ્રત્યક્ષદર્શી સામે આવ્યો છે. દીપક નામના યુવકે દાવો કર્યો છે કે તેણે જ પોલીસને કારની પાછળ લટકતી લાશ અંગે જાણ કરી હતી. અકસ્માત બાદ તેમણે સવારે 5 વાગ્યા સુધી પોલીસ સાથે સંપર્ક રાખ્યો હતો, કોઈ ઘટનાસ્થળે આવ્યું ન હતું. દીપકે કહ્યું કે તે બેગમપુર સુધી બલેનો કારને ફોલો કરતો હતો. આરોપ છે કે પીસીઆર વાનમાં હાજર પોલીસે જવાબ આપ્યો ન હતો અને કેસમાં કોઈ રસ દાખવ્યો ન હતો.

દીપકનો દાવો છે કે જ્યાં સુધી શરીરના ચીંથરા ન થઈ ગયા ત્યાં સુધી કાર અહીં-ત્યાં દોડતી રહી હતી. લાશ પડી ગયા બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર, કાર સામાન્ય સ્પીડમાં હતી અને એવું લાગી રહ્યું હતું કે ડ્રાઈવર હોશમાં છે. દીપકે કહ્યું કે તે રાત્રે લગભગ 3.15 વાગ્યે દૂધની ડિલિવરી માટે રાહ જોઈ રહ્યો હતો ત્યારે તેણે એક કાર આવતી જોઈ હતી અને તેનાપાછળના પૈડામાંથી જોરદાર અવાજ આવી રહ્યો હતો. ત્યાર બાદ તેણે પોલીસને સંપર્ક કર્યો હતો.

Most Popular

To Top