SURAT

સુરતની ડાયમંડ કંપનીનો મેનેજર ગુગલ પર ઓયો હોટલ અને છોકરી બુક કરાવવા જતા ભેરવાયો

સુરત (Surat) : ઉધના મગદલ્લા રોડ પર રહેતા અને ડાયમંડ (Diamond) કંપનીમાં નોકરી કરતા યુવકે ગુગલ (Google) (Oyo) ઓયો એપ પર ઓયો હોટલમાં છોકરી બુક કરાવવાની લાલચમાં 1.36 લાખ ગુમાવ્યા હોવાની ફરિયાદ ખટોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.

  • ડાયમંડ કંપનીના મેનેજરે ગુગલ ઓયો હોટલ અને છોકરી બુક કરાવવાની લાલચમાં 1.36 લાખ ગુમાવ્યા
  • રૂમ બુક કરવા પે મોબાઈલમાં 499 પે મોબાઈલમાં પૈસા પે કર્યા બાદ વારંવાર નાણાં ટ્રાન્સફર કરાવી લીધા

ઉધના મગદલ્લા રોડ પર આવેલી સોસાયટીમાં રહેતા અને ડાયમંડ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતા 27 વર્ષીય યુવકે ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ યુવકે અજાણ્યા દિવ્ય સીંઘ, ભાવેશ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે. ગત 23 નવેમ્બરે આ યુવકને સાંજે ઉધના દરવાજા ડી.સી.બી બેંક સામે રોડ ઉપરથી ગુગલ એપમાં ઓયો એપમાં ઓયો હોટલ સર્ચ કર્યું હતું. જેમાં આપેલા મોબાઈલ નંબર પર ફોન કરીને ઓયોમાં રૂમ અને છોકરી બુકીંગ માટે કહ્યું હતું.

સામેવાળા વ્યક્તિએ યુવક પાસેથી 499 રૂપિયામાં રૂમ બુક કરવા માટે પે મોબાઈલમાં આ પૈસા પે કર્યા હતા. દિવ્ય સીંઘના નામે પે કરતા દિવ્ય સીંઘે યુવકને સહારા દરવાજા ન્યુ ઓવર બ્રિજ ઉતરીને ઓયો હોટલની નીચે જઇ ઉભા રહેવા કહ્યું હતું. ત્યાં જતા વોટ્સએપથી દિવ્ય સીંઘે યુવકને કેટલીક છોકરીઓના ફોટો બતાવ્યા હતા. તેમાંની એક છોકરીનો ફોટો યુવકે રી-સેન્ડ કરતા દિવ્ય સીંઘે યુવકને ફોન કરીને રૂમ ચાર્જના 2 હજાર અને ક્યુઆર કોડ આપ્યો હતો. જેના પરથી ભાવેશ પટેલ નામના નંબર પર પૈસા ટ્રાન્સફર કર્યા હતા. તે પછી યુવકને અવાર નવાર ફોન કરી ભાવેશ પટેલ સેફ્ટીના 7200 રૂપિયા, છોકરીની સેફ્ટીના 7200 રૂપિયા, પેકેટના 5 હજાર, કોડ જનરેટ કરવાના 25000 અને કોડ જનરેટ નથી થતો કહીને 90 હજાર મળીને કુલ 1.36 લાખ ઓયો હોટલ રૂમ અને છોકરીના નામે યુવક પાસેથી ટ્રાન્સફર કરાવી લીધા હતા. યુવકે આ અંગે ફરિયાદ નોંધાવતા વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top