Comments

ધર્માતર વિરોધી કાયદાથી દેશને નુકસાન

ભારતના વિદેશપ્રધાન હજી શનિવાર સુધી અમેરિકાના પ્રવાસે હતાં. તેમના પ્રવાસનો પૂર્વાર્ધ ખાસ ફળદાયી નહીં રહ્યો કારણકે તેઓ જે વ્યકિતને મળવા આવ્યા હતા તે અમેરિકાના વિદેશમંત્રી મધ્યપૂર્વમાં તાકીદની મુલાકાતે ગયા હતા. તે દરમ્યાન આપણા એસ. જયશંકર સંયુકત રાષ્ટ્રોની ભારતીય ટુકડીને મળ્યા હતા અને અન્ય આવી બેઠકો કરી હતી. તેમણે ટ્રમ્પના ભૂતપૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જનરલ એચ.આર. મેકવાસ્ટર સાથે પણ મુલાકાત કરી હતી. ભારતની સુપેરે પરિચિત અને ભારતની મુલાકાત લેનાર જનરલ મેકવાસ્ટરે આ પ્રદેશની ઉદ્દામવાદી વાતો કરી. અંતિમવાદે પાકિસ્તાનને કેવી રીતે નુકસાન કર્યું છે તેની વાત કરી જયશંકરને પૂછયું હતું કે તમે તમારા દેશમાં રાજકીય ઘટના પ્રવાહોને કઇ રીતે જુઓ છો? તમે કંઇ પક્ષીય વ્યકિત નથી. તમે ઘણાં વહીવટી તંત્રોમાં વિશિષ્ટ માનવંતા હોદ્દા પર સેવા આપી છે. કોરોનાની મહામારી વચ્ચે કેટલીક હિંદુત્વવાદી નીતિઓએ ચિંતા જન્માવી છે, જે ભારતીય લોકશાહીના બિનસાંપ્રદાયિક તત્ત્વને ઓછું આંકે અને ભારતના મિત્રો આ તાજેતરના કેટલાક વલણની ચિંતા કરવામાં સાચા છે?

જયશંકર સૌ પ્રથમ મેકવાસ્ટરને સુધારો કરતાં કહ્યું હતું કે હું પક્ષીય વ્યકિત છું. હું મુલ્કી અધિકારી હતો ત્યારે મેં જુદા જુદા પદ પર કામ કર્યું હતું અને હવે હું સંસદમાં એક ચૂંટાયેલો સભ્ય છું અને રાજકીય દૃષ્ટિબિંદુ અને રાજકીય હિતો હોય? હા. હું જે હિતોનું પ્રતિનિધિત્વ કરું છું તેને વાચા આપવાની મને આશા છે. પછી તેમણે કહ્યું કે હું તમને એ જવાબ આપીશ: સીધો રાજકીય જવાબ અને બીજો સ્હેજ વધુ નાજુક અને સામાજિક જવાબ આપીશ. તેમનો સીધો રાજકીય જવાબ એ હતો કે ભારતમાં ભૂતકાળમાં મતબેંકનું રાજકારણ હતું. પણ હવે નથી. કારણકે ભારતીય જનતા પક્ષના અમલમાં લોકશાહી વધુ ઊંડી બની છે. તે રાજકારણમાં અને નેતૃત્વમાં અને લોકોના સુસભ્ય સમાજમાં એવા લોકોના વિશાળતર પ્રતિનિધિત્વથી બન્યું છે જે લોકો પોતાની સંસ્કૃતિ પોતાની ભાષા અને પોતાની માન્યતાઓ બાબતમાં વધુ વિશ્વાસ ધરાવે છે. આ એ લોકો છે જે અંગ્રેજીભાષી વિશ્વમાંથી ઓછા આવતા હોય કે અન્ય વૈશ્વિક કેન્દ્રો સાથે ઓછા જોડાયેલા હોય. ચિંતા કરવા જેવું કંઇ નથી કારણકે કોઇ સમસ્યા જ નથી અને તમે જે લોકોની વાત કરો છો તેને રાજકીય રીતે સખતપણે મૂલવવામાં આવે છે અને તે ઘણી વાર તેઓ વાતનું વતેસર કરે છે.

તેમનો બીજો નાજુક સામાજિક જવાબ એ હતો કે ભારતીય જનતા પક્ષની સરકાર ભેદભાવ નથી રાખતી. કારણ કે અમે મહામારીમાં લોકોને વધારાનું અનાજ પાણી આપ્યું હતું અને લોકોના જનધન ખાતામાં પૈસા આપ્યા છે અને તે પણ ધાર્મિક ભેદભાવ વગર. આપણે જયશંકરનો આભાર માનવો જોઇએ કે ભારતે ગરીબોને તેમના ધર્મના આધારે અધિકાર નથી આપ્યા અને સાથે સાથે એ પણ નોંધવું જોઇએ કે જયશંકરે તેમને પૂછેલા પ્રશ્નનો જવાબ નથી આપ્યો. મેકવાસ્ટરનો સવાલ ‘હિંદુત્વ’ શબ્દ ફરતે તેમજ નાગરિકત્વ અને તેની નીતિઓ પરત્વે થયો હતો. સંયુકત રાષ્ટ્રો અને યુરોપીય સંઘ તેમજ અમેરિકી કોંગ્રેસના સભ્યોએ ભારતના નાગરિકત્વ ધારા સુધારા ધારા સામે નિરાશાઓ ચિંતાની લાગણી દર્શાવી છે. અમેરિકાના ધાર્મિક સ્વાતંત્ર્ય પરત્વેના આંતરરાષ્ટ્રીય પંચના ૨૦૨૧ ના હેવાલે ભારતમાં ખાસ કરીને સ્ત્રીઓને ઇસ્લામમાં વટલાવવાને ગુનાહિત કૃત્ય ગણાવતા કાયદાની નોંધ લીધી છે.

આ કાયદાઓ છે: ભારતીય જનતા પક્ષના ઉત્તરાખંડ ધાર્મિક સ્વાતંત્ર્ય કાયદો – ૨૦૧૮, હિમાચલ પ્રદેશનો ધાર્મિક સ્વાતંત્ર્ય કાયદો – ૨૦૧૯, મધ્ય પ્રદેશ ધર્મ સ્વાતંત્ર્ય અધ્યાદેશ – ૨૦૨૦, ઉત્તર પ્રદેશનો વિધિ વિરુધ્ધ ધર્મ સંપરિવર્તન પ્રતિરોધ અધ્યાદેશ – ૨૦૨૦ અને ગુજરાત ધાર્મિક સ્વાતંત્ર્ય (સુધારા) કાયદો – ૨૦૨૧. ભારત સામે પ્રતિબંધ મૂકવાની ભલામણ કરતાં આ પંચ કહે છે કે આ કાયદા ખાસ કરીને આંતરધર્મી લગ્નને નિશાન બનાવે છે ત્યારે અન્ય કેટલાંક રાજયો બળજબરી, લોભલાલચ, ફોસલામણી, ધાકધમકી, દગો-છેતરપિંડી, કે ગેરરજૂઆત જેવા વાહિયાત ધોરણે આધારિત ધર્માંતર પર પ્રતિબંધ મૂકે છે. આ ધર્માંતર વિરોધી કાયદા ઘણી વાર બિનહિંદુઓ પર ખોટા આરોપો, હેરાનગતિ અને સજા વગર કરાતી હિંસાના આધાર બને છે. દા.ત. ૨૦૨૦ માં બળજબરીપૂર્વકના ધર્માંતરણના ખોટા આરોપોથી પ્રેરાઇ ટોળાંએ ખ્રિસ્તીઓ પર અને દેવળ પર હુમલા કર્યા અને ધાર્મિક પૂજા પ્રવૃત્તિઓને ખોરવી નાંખી.

મોદીના રાજમાં ભારતે લઘુમતીઓ વિરુધ્ધ કાયદા બનાવવામાં ખાસ્સી શકિત વાપરી નાંખી. ૨૦૧૭ નો ગુજરાત પ્રાણી સુરક્ષા (સુધારા) ખરડામાં દેખીતી રીતે એક આર્થિક ગુના – ગૌ વધ માટે આજીવન કેદની સજાની જોગવાઇ કરે છે. અન્ય કોઇ પણ આર્થિક ગુના સબબ આજીવન કેદની સજા નથી. ઉત્તર પ્રદેશમાં ૨૦૨૦ માં રાષ્ટ્રીય સુરક્ષા ધારા હેઠળ થયેલી ધરપકડોમાંથી અડધાથી વધુ ધરપકડ ગૌ વધ બદલ કરાઇ હતી. આ કાયદામાં પ્રતિરોધક અટકાયતની જોગવાઇ છે – મતલબ કે સરકાર લોકોને કોઇ પણ ગુના વગર જેલમાં પૂરે છે. મુસ્લિમ પુરુષોનો સમુદાય એવો છે જેમને માટે તલાક દિવાની નહીં પણ ફોજદારી ખોટું કૃત્ય છે. મુસ્લિમ સ્ત્રીઓ (લગ્નના હકકોની સુરક્ષાનો કાયદો – ૨૦૧૯ માં કોઇ અકર્મને ગુનાહિત ગણવામાં આવ્યું છે. એક જ બેઠકમાં ત્રણ વાર તલાક ભારતમાં કાયદેસર નથી. હું મારી પત્નીને ત્રણ વાર તલાક કહું તો અમારા લગ્નજીવનનો અંત નથી આવતો અને તે ગુનો નથી. પણ કોઇ મુસ્લિમ પુરુષ પોતાની પત્નીને આવું કહે તો તેમનાં લગ્ન સમાપ્ત નથી થતાં પણ તે ગુનો બને છે.

ભારત એક જ રાજયમાં વિરોધી દેખાવકારો સામે ૧૨ ગેજની શોટગન વાપરે છે. કાશ્મીર સિવાયના ભારતના અન્ય કોઇ પણ રાજયમાં ટોળાં પર આ કહેવાતી પેલેટ ગન નથી વપરાતી. તેનાથી વિરોધીઓનાં ટોળાંની કયાંય નજીક ન હોય તેવાં ધાવણાં બાળકો સહિત હજારો લોકો આંધળાં થયાં છે કે ઘાયલ થયાં છે. મેકવાસ્ટર હિંદુત્વે ભેટ આપેલા આ નવા કાયદાઓની વાત કરતા હતા. જયશંકરે હિંદુત્વ અને ભારતના વિશ્વમાં જેને કારણે કાન પકડવામાં આવતો હતો તે કાયદાનો ઉલ્લેખ કર્યા વગર જવાબ આપ્યો હતો. કારણ કે તેમની પાસે ગલી કાઢવા સિવાય કોઇ બચાવ ન હતો. મેકવાસ્ટરની વાતનો મુદ્દો સાચો હતો અને ભારત હિંદુત્વથી પોતાને અને પોતાના લોકોને નુકસાન કરે છે.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top