Sports

રોહિત ટી-20માં કેપ્ટન તરીકે 200 મેચ રમનારો ધોની પછી બીજો ભારતીય ઓવરઓલ ત્રીજો ખેલાડી બન્યો

ધોની (MS Dhoni) પછી T20 ફોર્મેટમાં કેપ્ટન તરીકે 200 મેચ પૂર્ણ કરનાર રોહિત શર્મા (Rohit Sharma) માત્ર બીજો ભારતીય બન્યો. IPL 16મી સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સની પ્રથમ મેચ દરમિયાન રોહિતે આ માઈલસ્ટોન હાંસલ કર્યો હતો. નોંધનીય છે કે ભારતીય કેપ્ટન રોહિત શર્મા T20 ફોર્મેટમાં કેપ્ટન (Captain) તરીકે 200 મેચ પૂર્ણ કરનાર દેશનો બીજો ખેલાડી બની ગયો છે. 2જી એપ્રિલે બેંગલુરુમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે આઈપીએલ 2023માં મેદાનમાં ઉતરતાની સાથે જ તેણે આ સિદ્ધિ મેળવી હતી. રોહિત શર્મા આ સિદ્ધિ મેળવનારો વિશ્વનો ઓવરઓલ ત્રીજો કેપ્ટન બન્યો છે. ધોનીએ 307 ટી-20 મેચોમાં કેપ્ટનશિપ કરી છે. તે પ્રથમ સ્થાને છે. વેસ્ટઇન્ડિઝનો ડેરેન સેમી 208 મેચ સાથે બીજા સ્થાને છે. ટી-20માં કેપ્ટન તરીકે સૌથી વધુ મેચ રમનારા ટોચના 5 ખેલાડીઓમાંથી 4 ભારતીય ક્રિકેટર છે. જેમાં ધોની, રોહિતની સાથે વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરનો સમાવેશ થાય છે.

  • ટી-20માં કેપ્ટન તરીકે સૌથી વધુ મેચ
  • ખેલાડી દેશ મેચ
  • એમએસ ધોની ભારત 307
  • ડેરેન સેમી વેસ્ટઇન્ડિઝ 208
  • રોહિત શર્મા ભારત 200
  • વિરાટ કોહલી ભારત 190
  • ગૌતમ ગંભીર ભારત 170

યુઝવેન્દ્ર ચહલ 300 ટી-20 વિકેટ લેનારો પ્રથમ ભારતીય વિશ્વનો 15મો બોલર બન્યો
હૈદરાબાદ, તા. 02 : આજે રવિવારે રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાયેલી આઇપીએલ ડબલ હેડરની પહેલી મેચમાં રાજસ્થાન રોયલ્સના બોલર યુઝવેન્દ્ર ચહલે એક મોટી સિદ્ધિ મેળવી હતી. ચહલે આ મેચમાં હેરી બ્રુકની વિકેટ લેતાની સાથે જ ટી-20 ક્રિકેટમાં 300 વિકેટ લેવાની સિદ્ધિ મેળવી લીધી હતી. આ સાથે તે ટી-20માં 300 વિકેટ પુરી કરનારો પ્રથમ ભારતીય બની ગયો છે. તેના સિવાય, આ ફોર્મેટમાં સૌથી વધુ વિકેટ લેવા મામલે રવિચંદ્રન અશ્વિન બીજા ક્રમે છે, જેણે 287 વિકેટ લીધી છે.

ચહલે 2009માં હરિયાણા તરફથી ટી-20 ડેબ્યૂ કર્યું હતું. તેની સાથે, તેણે મુંબઈ ઈન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ માટે આઈપીએલમાં રમવા ઉપરાંત ભારત માટે કુલ 265 ટી-20 મેચ રમી છે. જો વિશ્વમાં ટી-20 ફોર્મેટમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની એકંદર યાદી પર નજર કરીએ તો વેસ્ટ ઈન્ડિઝના ડ્વેન બ્રાવોનું નામ પ્રથમ સ્થાને છે. બ્રાવોએ અત્યાર સુધી 558 ટી-20 મેચમાં 615 વિકેટ ઝડપી છે. ચહલ સિવાય વિશ્વના અન્ય 15 બોલરોએ ટી-20 ફોર્મેટમાં 300થી વધુ વિકેટ લીધી છે.

Most Popular

To Top