Sports

IPL 2024: ગુજરાત ટાઇટન્સને ઝટકો, બાઇક અકસ્માતને કારણે આ ખેલાડી લીગમાંથી બહાર!

IPL 2024ની સીઝન 22 માર્ચથી (March) શરૂ થવા જઈ રહી છે. પ્રથમ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ ચેપોક ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ટકરાશે. દરમિયાન ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) 24 માર્ચે અમદાવાદમાં મુંબઇ ઇન્ડિયન્સ સામે તેમના સીઝનની શરૂઆત કરશે. પરંતુ આ મેચ પહેલા ગુજરાત ટાઇટન્સને મોટો ફટકો પડ્યો છે.

તાજેતરમાં યુવા ખેલાડી રોબિન મિન્ઝ ઈજાગ્રસ્ત થયો હતો. રોબિન મિન્ઝનો બાઇક અકસ્માત થયો હતો. જેના કારણે આ ખેલાડીને તેના જમણા ઘૂંટણમાં થોડી ઈજા થઈ હતી. 21 વર્ષનો રોબિન મિન્ઝ કાવાસાકી સુપરબાઈક ચલાવી રહ્યો હતો અને સામેથી આવતી બાઇક સાથે અથડામણ એટલી ગંભીર હતી કે તેની બાઇકનો આગળનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો હતો. IPL 2024ની હરાજીમાં ગુજરાત ટાઇટન્સે રોબિન મિન્ઝને 3.60 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. પરંતુ હવે સમાચાર સામે આવી રહ્યા છે કે રોબિન મિન્ઝ ઈજાના કારણે IPLની આખી સિઝન ચૂકી જશે.

ગુજરાત ટાઇટન્સના કોચ આશિષ નેહરાએ એક અપડેટ આપ્યું છે કે IPL 2024 દરમિયાન રોબિન મિન્ઝના સ્વસ્થ થવાની શક્યતાઓ ખૂબ જ ઓછી છે. આવી સ્થિતિમાં રોબિન મિન્ઝ આ વર્ષે IPL રમે તેવી શક્યતા નથી. આશિષ નેહરાએ કહ્યું કે તે દુર્ભાગ્યપૂર્ણ છે પરંતુ અમે મિન્ઝ જેવા ખેલાડીને લઈને પણ ઉત્સાહિત છીએ.

રોબિન આઈપીએલની હરાજી પહેલા જ ચર્ચામાં હતો
તમને જણાવી દઈએ કે રોબિન IPLમાં જોડાનાર પ્રથમ આદિવાસી ક્રિકેટર પણ છે. તેમના પહેલા કોઈ આદિવાસી ખેલાડી આઈપીએલમાં પહોંચી શક્યો નથી. સાથે જ રોબિન ઝારખંડ તરફથી અંડર-19 અને અંડર-25માં રમી ચૂક્યો છે. IPL 2024ની હરાજી પહેલા એક રિપોર્ટ સામે આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે જો કોઈ ટીમ રોબિન મિંજને હરાજીમાં નહીં ખરીદે તો ધોનીની CSK તેને ખરીદશે. આ સમાચાર પછી જ રોબિન લાઇમલાઇટમાં આવ્યો હતો.

Most Popular

To Top