Vadodara

બોગસ પેઢીનામુ બનાવીને મહિલા અને તેના પુત્રે મકાન બારોબાર 50 લાખમાં વેચી માર્યું

મકાન માલિક મહિલાના મૃતક પતિના નામ સાથેનું ખોટુ નિકાહનામુ બનાવડાવ્યું

વાસણા રોડ પર રહેતા માતા-પુત્ર સામે મહિલાએ ઠગાઇની ફરિયાદ નોંધાવી

ભરૂચમાં રહેતી મહિલાના પતિએ તાંદલજા વિસ્તારમા મકાન ખરીદ કર્યું હતું. પરંતુ તેમનો અવસાન બાદ એક મહિલાએ ગેરકાયદેસર રીતે મૃતક પતિ સાથેનામનું નિકાહનામા પરથી ખોટુ પેઢીનામુ તૈયાર કરાવડાવ્યું હતું. જેમાં તેમના એક માત્ર વારસદાર તરીકે તેના પુત્રનો બતાવ્યો હતો. ત્યારબાદ આ મકાન મૂળ માલિક મલિકાની જાણ બહાર બારોબાર અન્ય વ્યક્તિને 50 લાખમાં વેચી મારી છેતરપિંડી આચરી હતી. જેથી મહિલાએ જેપી રોડ પોલીસ સ્ટેશનમાં મહિલા તથા તેના પુત્ર સામે ઠગાઇની ફરિયાદ નોંધાવી છે.

ભરૂચના સોનેરી મેહેલા પાસે ડુમવાડમાં રહેતા રજીયાબેન ઉસ્માનભાઇ મન્સુરીએ નોંધાવેલી ફરિયાદ મુજબ શહેરના વાસણા રોડ પર આવેલા બીનાનગરમાં રહેતા આરોપી આબેદાબીબી શેખ તથા રીઝવાને વર્ષ 2021થી મહિલાના દીકરો અંકલેશ્વર ખાતેની પિતાની લોન બાબતે તપાસ કરવા માટે ગયો હતો. ત્યારે તાંદલજા વિસ્તારમાં રહેતા મહિલાના મૃતક પતિ ઉસ્માન બસીરભાઇએ  ખરીદેલા મકાનની બાકી રહેલી લોનની આબેદાબીબીએ ભરી મારા પતિની સાથે લગ્ન કર્યા હોવાનું  ખોટુ નિકાહનામુ બનાવડાવ્યું હતું.  જેમાં મારા પતિની કાયદેસરની પત્ની હોવાનું અને આબેદાબીબીન દીકરી રીઝવાન સલીમ મોહનને મારા પતિના પુત્ર હોવાનો દાવો કરી રિઝવાન સલીમ મોહને તેના નામ પાછળ મારી પતિનું નામ જોડી ખોટા ડોક્યુમેન્ટસ બનાવી મારા પતિ ઉસ્માન બસીર મન્સુરીનો એક માત્ર વારસદાર હોવાનું દર્શાવી પેઢીનામુ બનાવી લીધુ હતું. જે ખોટુ પેઢીનામું રજિસ્ટ્રાર ઓફિસમાં રજૂ કરીને મિલકતમાં અમારી જાણ બહાર પોતાના દાવો દાખલ કરીને વારસાઇ નોંધ કરાવી છે. ત્યારબાદ આ મકાન બારોબાર આવેજ નાદીરખાન પઠાણને રુ. 50 લાખમાં 31 માર્ચ 2023ના રોજ વેચાણ આપીને અમારી સાથે છેતરપિંડી આચરી છે. જેથી જેપી રોડ પોલીસને મહિલાની ફરિયાદના આધારે માતા પુત્ર સામે ઠગાઇનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top