કોરોના પોઝીટીવનો આંકડો ૧ હજાર નજીક કુલ ૧૬ દર્દીના કોરોનાથી મોત : ૩ દર્દીઓ વેન્ટીલેટર

 (પ્રતિનિધિ) આણંદ, તા. ૧૪ આણંદ જિલ્લામાં કોરોના વાયરસ દિનપ્રતિદિન વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહયો છે અનલોક ચારમાં મોટાભાગની છુટો મળી જવા પામેલ છે. સક્રમણે શહેરી બાદ ગ્રામ્ય વિસ્તારોમાં પણ બાતા પગલે પગ પેસારો કરી દીધેલ છે જેને લઈને ચીંતાનું વાતાવરણ સર્જાઈ જવા પામેલ છે. અનલોક ચારમાં દરરોજ સરેરાશ દસ જેટલા પોઝીટીવ કેસો આવી રહયા છે જેને લઈને આરોગ્ય વિભાગ દ્વારા તમામ વિસ્તારોમાં સાવચેતીના પગલા ભરવામાં આવ્યા છે. ગઈકાલે આણંદમાં વિદ્યાનગર ધુવારણમાં ડભોઉ ગાના લાંભવેલ માં એકએક કોરોના પોઝીટીવ કેસો આવ્યા હતા આ સાથે જ જિલ્લામાં કોરોના પોઝીટીનો આંકડો ૯૩૨એ પહોંચી જવા પામેલ છે આરોગ્ય વિભાગ દ્વારા અત્યાર સુધીમાં કુલ ૪૧૫૮૨જેટલા કોવિડના સેમ્પલો ઈને ટેસ્ટીંગ કર્યા હતા જેમાંથી ૪૦૬૫૦ નેગેટીવ આવ્યા હતા.

  ૯૩૨ પોઝીટીવ આવેલા દર્દીમાંથી ૮૧૯ દર્દીને સારુ થઈ જતા તેમને રજા આપી દેવામાં આવી હતી આણંદ જિલ્લામાં ૯૭ પોઝીટીવ સક્રીય કેસ છે. જે પૈકી ૮૦ની હાલત સ્થિર છે. ૧ બીપેપ પર બે બે તેમજ ૩ દર્દીઓ વેન્ટીલેટર પર છે .

એક તરફ જનજીવન થાળે પડેલ છે. ધંધા રોજગાર સહિત તમામ આર્થિક ગતિવિધિ પાટે ચઢી જવા પામેલ છે.  કોરોનાના કેસો સામે આવી રહયા છે તે જાતા આગામી સમયમાં કફોડી હાલત સર્જાશે તે મત વ્યકત કરવામાં આવી રહયો છે જા કે બીજી તરફ ભારત સહિત સમગ્ર વિશ્વના દેશો કોરોનાની રસી બનાવવાની દશામાં દિન રાત મહેનત કરી રહયા છે અને કેટલીક રસીઓના બે જેટલા ટ્રાયલો પણ સફળ થઈ ચુકયા છે . જો કે કોરોનાથી રસી માર્કેટમાં આવતા આ વર્ષ નીકળી જશે તેમ મનાઈ હયું છે ત્યારે સમ્ગર વિશ્વ માટે ૨૦૨૦નું અપશુકનીયાળ રહેવા પામ્યું હોવાનું ચર્ચાઈ રહયું છે.

Related Posts