Madhya Gujarat

આણંદમાં રસીકરણના મહાઅભિયાનનો આજથી પ્રારંભ

આણંદ: આણંદ જિલ્લામાં આજથી તા.૨૧/૬/૨૦૨૧થી સવારે નવ વાગ્યેથી શરૂ થતાં રસીકરણ મહાઅભિયાનમાં યુવાનો જોડાય અને સંભવિત ત્રીજી લહેર સામે સુરક્ષિત થવા અનુરોધ કરતા કલેક્ટર આર.જી.ગોહીલે  જણાવ્યું કે કોઈપણ પ્રકારના રજિસ્ટ્રેશન વગર માત્ર આધાર કાર્ડ અને મોબાઈલ નંબરના આધારે રસીકરણ કરવામાં આવશે. કલેક્ટરે વધુમાં જણાવ્યું કે બીજી લહેરમાં જે લોકોએ રસીકરણ કરાવ્યું હતું તેઓને કોરોના થયો છતાં તેઓને તકલીફ ઓછી પડી અને ટૂંકી સારવાર બાદ કોરોના મુક્ત થયા હતા.

એટલે રસી આ વેકસીન આમ જોઈએ તો એક રામબાણ ઈલાજ છે, માનવ જીવન માટે સંજીવની પણ છે. એથી વધુ આગળ જઈ કહીએ તો એક બ્રહ્માસ્ત્ર છે કલેક્ટરે વધુમાં જણાવ્યું કે જિલ્લામાં ૧૫૭ કેન્દ્રો ઉપર રસીકરણની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં તમામ આરોગ્ય કેન્દ્ર અને સરકારી દવાખાના અને હોસ્પિટલનો સમાવેશ થાય છે કલેક્ટર આર.જી.ગોહિલે જિલ્લામાં યુવા વર્ગ સો ટકા રસીકરણ થાય તે માટે ગામે ગામ સરપંચ, સદસ્ય, તાલુકા જિલ્લા પંચાયતના સદસ્ય અને તમામ રાજકીય પક્ષના આગેવાનો ગામે ગામ જાગૃતિ લાવવામાં અને યુવાનોને રસીકરણ માટે પ્રેરણા માટે સહયોગ આપે તેવી ભાવના પણ વ્યક્ત કરી હતી.

રસીકરણ અભિયાનને વેગ આપવા જાહેર સેવકો પણ જોડાય તેવા અભિગમ સાથે આજે કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પરમાર, નીરવ અમીન અને કાર્યકરો પણ હાજર રહ્યા હતા અને સોં ટકા રસીકરણ થાય તે માટે સંકલ્પબદ્ધતા વ્યક્ત કરી હતી. પ્રારંભે જિલ્લા વિકાસ અધિકારી આશિષ

Most Popular

To Top