SURAT

રાંદેર ઝોનમાં ઉપવન સોસાયટી સામે દબાણકર્તાઓનો આતંક

surat : શહેરમાં લારી-ગલ્લાઓના દબાણનું ન્યુસન્સ હવે માથા ઉપરવટ જઇ રહયું છે. મનપાના ( smc) નગર સેવકોની અવાર નવાર ફરીયાદ છતાં કોઇ નકકર કાર્યવાહી નહીં થતાં દબાણકર્તાઓ બેફામ બની ગયા છે અને દાદાગીરી કરતા થઇ ગયા છે. જેનો કડવો અનુભવ રાંદેર ઝોનમાં ગંગેશ્વર મહાદેવ મંદીર નજીક ઉપવન સોસાયટીમાં રહેતા મનપાના એક અધિકારીને થયો હતો.

રાંદેર ઝોનમાં ગંગેશ્વર મહાદેવ પાસે આવેલ ઉપવન સોસાયટી બહાર મનપા દ્વારા રંગબેરંગી પથ્થરો મૂકીને સેલ્ફી પોંઈન્ટ બનાવાયો છે. આ સોસાયટી બહાર રવિવારે પહેલી વાર એક પાણીપુરીની લારી મુકાતાં, સોસાયટીના રહીશોએ બહાર આવીને સ્થળ પરથી લારી ખસેડી લેવા સ્પષ્ટ જણાવ્યું હતું. જેની સાથે આ સોસાયટીમાં રહેતા મનપા કર્મચારી નીરીશ પટેલે પણ સોસાયટીવાસીઓ સાથે ગયા હતા તેથી લારી ધારક અને એની સાથેના મહિલાએ થોડી દલીલો બાદ સ્થાનિકોના વિરોધ જોતા સામાન લેવા પણ માંડ્યો હતો. પરંતુ પોતાને સામાજિક કાર્યકર કહેતો વ્યકિત જે લારીલાળાને પ્રોટેકશન આપતો હતો તેણે નીરીશ પટેલને સવાલો કરી તેમનો વીડિયો ઉતારવા માંડ્યો હતો.

આ કહેવાતા સામાજિક કાર્યકરે નીરીશ પટેલનું ઘર ત્યા સામે જ હોવા છતા તમે મનપામાં કયા વિભાગમાં છો ? આ તમારો વિસ્તાર છે ? તમારો વિસ્તાર ન હોય તો કેમ લારી ખસેડવા આવ્યા છો ? માસ્ક કેમ નથી પહેર્યુ વગેરે સવાલો કરીને વીડીયો વાયરલ કરી દીધો હતો. તેમજ આક્ષેપો પણ કર્યા હતા. આ મુદ્દે નીરીશ એમ પટેલે કહ્યું હતું કે મેં સાચા જ જવાબ આપ્યા હતા, કે હું મનપાના ડ્રીમ સીટી વિભાગમાં કામ કરું છું. સોસાયટી મેમ્બર્સ જ મને બોલાવવા આવ્યા હતા, ત્યારે મને લારી વિષે ખબર પડી હતી. સોસાયટીના રહીશોનું કહેવું હતું કે પહેલા જ દિવસે લારી મુકતી વખતે રોકવામાં નહિ આવે તો અન્ય ન્યુસન્સ પોઈન્ટની જેમ અહીં પણ લારીઓની કતારો લાગી જશે

Most Popular

To Top