National

તિબેટમાં ચીન ભારતીય સરહદ સુધી બુલેટ ટ્રેન દોડાવશે

એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે ચીન આ વર્ષે જુલાઈ પહેલા અરુણાચલ પ્રદેશમાં ભારતીય સરહદની નજીક તિબેટમાં બુલેટ ટ્રેન ચલાવશે.ચાઇના સ્ટેટ રેલવે ગ્રુપ કંપની લિમિટેડના બોર્ડ અધ્યક્ષ લુ ડોંગફુએ શનિવારે પ્રાદેશિક રાજધાની લ્હાસાથી 435 કિલોમીટરની રેલવે જોડાણ, આંતરિક-જ્વલન અને વીજળી દ્વારા સંચાલિત ફ્યુક્સિંગ હાઇ-સ્પીડ ટ્રેનો દોડાવશે, એમ શનિવારે રાજ્ય ઝિન્હુઆ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું.

પૂર્વી તિબેટમાં લિંગાને નીંગચી સાથે જોડતી રેલવે લાઇન પર 2014માં બાંધકામ શરૂ થયું હતું. તે તિબેટમાં પહેલું ઇલેક્ટ્રિફાઇડ રેલ માર્ગ છે અને જૂન 2021માં બુલેટ ટ્રેન શરૂ કરવાની તૈયારીમાં છે. 2020ના અંત સુધીમાં ટ્રેક નાખવાનું કામ પૂર્ણ કરાયું હોવાનું અહેવાલમાં જણાવાયું છે. ચાઇના સ્ટેટ રેલવે ગ્રુપની પેટાકંપની તિબેટ રેલવે કન્સ્ટ્રક્શન કંપની લિમિટેડના જણાવ્યા અનુસાર રેલવેની કલાકદીઠ 160 કિ.મી.ની ગતિ છે.

લુએ જણાવ્યું હતું કે, ચાઇનાએ તેના હાઈ-સ્પીડ ટ્રેન નેટવર્કની કામગીરીની કુલ લંબાઈ 2025 સુધીમાં આશરે 50,000 કિલોમીટર સુધી વધારવાનું લક્ષ્ય રાખ્યું છે, જે 2020 ના અંત સુધીમાં 37,900 કિ.મી. હતીયતેમણે જણાવ્યું હતું કે હાઇ સ્પીડ રેલ્વે નેટવર્ક 98 ટકા શહેરોને 500000 થી વધુ રહેવાસીઓને આ સાથે આવરી લેશે. ચીની ફ્યુક્સિંગ ટ્રેનો હવે 160 કિ.મી. પ્રતિ કલાકથી 350 કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલે છે, એમ લુએ જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે ચીન તિબેટમાં અરૂણાચલ પ્રદેશમાં તથા લડાખના સરહદી વિસ્તારોમાં ઘણા માળખાગત બાંધકામો કરી રહ્યું છે અને ભારત માટે તે મોટી ચિંતાની વાત છે. અરૂણાચલ પ્રદેશમાં તો ચીને એક ગામડું પણ બાંધી દીધું હોવાના અહેવાલ બહાર આવ્યા છે. અત્યારે તિબેટમાં ચીન જે બુલેટ ટ્રેન શરૂ કરવા જઇ રહ્યું છે તે અલબત્ત, નાગરિક ઉપયોગની છે તેમ છતાં સરહદની નજીક સુધી આવતી આ ટ્રેનનો લશ્કરી ઉપયોગ પણ થઇ શકે છે અને તે રીતે તે ભારત માટે ચિંતાની બાબત બની શકે છે.

ભારત અને ચીને એકબીજા પર શંકા કરવાનું બંધ કરવું જોઇએ: ચીની વિદેશ મંત્રી
ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ રવિવારે કહ્યું હતું કે, ચીન અને ભારતે સરહદના મુદ્દાને હલ કરવા દ્વિપક્ષીય સહયોગ વધારીને એકબીજા પર શંકા કરવાનું અને એકબીજાને નુકસાન કરાવવાનું બંધ કરવું જોઈએ. સીમા વિવાદને ચીન-ભારત સંબંધની આખી કહાણી ન હોવાનું ગણાવતા વાંગે કહ્યું હતું કે બંને દેશો મિત્ર અને ભાગીદાર છે પરંતુ તેઓએ એકબીજા પર શંકા કરી રહ્યા છે.

ગયા વર્ષે મે મહિનાથી પૂર્વી લદ્દાખમાં ચાલી રહેલા તંગદિલીને પગલે ભારત-ચીન સંબંધોની વર્તમાન સ્થિતિ અંગેની વાર્ષિક પ્રેસ કોન્ફરન્સમાં એક પ્રશ્નના જવાબમાં તેમણે બેઇજિંગે સંબંધોને આગળ કેવી રીતે જોયું, તે મહત્વનું છે કે બંને દેશો તેમના વિવાદોને યોગ્ય રીતે સંચાલિત કરે અને દ્વિપક્ષીય સહયોગનો વિસ્તાર કરવા હાકલ કરી હતી.

તેમણે કહ્યું કે, સીમા વિવાદ, ઇતિહાસથી બાકી રહેલા મુદ્દા, તે ચીન-ભારત સંબંધની સંપૂર્ણ વાર્તા નથી. વાંગે રાષ્ટ્રીય વાર્ષિક સત્રની બાજુએ યોજાયેલ ઓનલાઇન પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, મહત્વપૂર્ણ છે કે બંને પક્ષો વિવાદોનું યોગ્ય રીતે સંચાલન કરે અને તે જ સમયે મુદ્દાના સમાધાન માટે સક્ષમ પરિસ્થિતિઓ બનાવવા માટે સહયોગ વધારવા માટે કામ કરે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top