World

શંઘાઈમાં કડક ‘શૂન્ય-કોવિડ’ નીતિ, સોસાયટી અને એપાર્ટમેન્ટો સીલ કરાયા

બીજિંગ: શંઘાઈ (Shanghai) વહીવટીતંત્રએ રહેણાંક ઇમારતોની (Building) બહાર વાડ લગાવી દીધી છે કારણ કે ચીને (China) તેની કડક ‘શૂન્ય-કોવિડ’ નીતિ વધુ સખત બનાવી છે, જેના પગલે લોકોમાં લોકડાઉનના (Lockdown) કારણે રોષ ભરાયો હતો. આ લોકડાઉનના કારણે શહેરના 25 મિલિયન લોકોએ ઘરની અંદર રહેવાની ફરજ પડી છે. ચીનની રાજધાની શંઘાઈમાં શનિવારે (Saturday) 22 નવા કેસ કોરોનાનાં (Corona) નોંધાયા બાદ અહીંના સૌથી મોટા જિલ્લા ચાઓયેંગમાં ત્યાં કામ કરતા અથવા રહેનાર પ્રત્યેક વ્યક્તિને કોવિડના 3 ટેસ્ટ (Test) કરાવવા પડશે અને ડઝનથી વધુ ઈમારતોમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યાં હતાં.

શંઘાઈમાં સફેદ પીપીઈ સૂટમાં કર્મચારીઓની તસવીરો સામે આવી હતી જેઓ સોસાયટીઓના પ્રવેશને સીલ કરી રહ્યાં છે અને આખી ગલી લીલા વાડથી બંધ કરી રહ્યા છે. આશરે 2 મીટરની ઊંચાઈની આ વાડ હતી. આ તસવીરો સામે આવતા નાગરિકોએ ફરિયાદો કરી હતી અને પ્રશ્નો ઉઠાવ્યા હતાં. સ્વયંસેવકો અને કર્મચારીઓએ બહુ જિલ્લાઓમાં નાની ગલીઓ અને એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સના પ્રવેશ પર લોખંડના બેરિકેડ લગાવ્યા હતાં. જે ઈમારતોમાં કેસ આવ્યા હતાં તેના મુખ્ય પ્રવેશને સીલ કરી દેવાયા હતાં અને માત્ર મહામારી નિયંત્રણના કર્મચારીઓની અવર જવર માટે નાની જગ્યા ખુલ્લી રાખવામાં આવી હતી.

બીજિંગમાં સખત લોકડાઉનની આશંકાથી સુપર સ્ટોર્સમાં લાંબી લાઈન લાગી
બીજિંગ: સખત લોકડાઉન લગાવવામાં આવશે એવા ભયથી બીજિંગમાં લોકોએ ઘરમાં રોજીંદી જરૂરિયાતની વસ્તુઓની ભારે માત્રામાં ખરીદી કરી હતી જ્યારે ચીની વહીવટીતંત્ર દ્વારા વ્યાપક પ્રમાણમાં ટેસ્ટીંગના આદેશ અપાયા બાદ સોમવારે મધ્ય જિલ્લામાં સોમવારે લોકોએ ટેસ્ટ કરાવવા લાંબી લાઈનો લગાવી હતી. ચીન પહેલાંથી જ તેના સૌથી મોટા શહેર શંઘાઈમાં કોવિડ-19ના સંક્રમણની લહેરને શાંત કરવા પ્રયાસ કરી રહ્યું છે અહીં છેલ્લા કેટલાક અઠવાડિયાથી લોકડાઉન ચાલી રહ્યું છે જ્યારે સોમવારે કોવિડના નવા 51 મૃત્યુ નોંધાયા હતાં.

શંઘાઈમાં ઘરમાં કેદ લોકોને ભોજન ઉપલબ્ધ કરાવવામાં વહીવટીતંત્ર નિષ્ફળ ગયું છે જ્યારે બિન-કોવિડ તબીબી સેવા મેળવવામાં દર્દીઓને મુશ્કેલી આવી રહી છે. બીજિંગના સૌથી મોટા જિલ્લા ચાઓયેંગમાં બહુરાષ્ટ્રીય કંપનીઓ અને દૂતાવાસો આવેલા છે, અહીં સોમવારથી માસ ટેસ્ટીંગના આદેશ અપાયા છે. માસ ટેસ્ટીંગના આદેશ અને કોવિડની ‘ગંભીર’ સ્થિતિની ચેતવણીના પગલે બીજિંગના લોકો સુપરમાર્કેટ તરફ દોડયા હતાં, કેટલાંક સ્ટોર્સમાં સામાન સમાપ્ત થઈ રહ્યો હતો અને બહાર ગ્રાહકોની લાંબી લાઈનો લાગી રહી હતી.

Most Popular

To Top