National

છત્તીસગઢમાં ચૂનાની ખાણનો એક ભાગ તૂટી પડતાં 7નાં મોત

જગદાલપુર: છત્તીસગઢના (Chhattisgarh) બસ્તર જિલ્લામાં શુક્રવારે એક ગામમાં ચૂનાના પત્થરની (Limestone) ખાણનો (mine) અમુક ભાગ તૂટી પડતાં સાત લોકોનું મૃત્યુ (Death) થયું હતું, એમ પોલીસે જણાવ્યું હતું.તેમણે વધુમાં ઉમેર્યું હતું કે મૃતકોમાં છ મહિલાઓનો સમાવેશ થાય છે. આ અકસ્માત જિલ્લાના મુખ્ય મથક જગદલપુરથી લગભગ 12 કિ.મી. દૂર માલગાંવ ગામમાં બન્યો હતો જે નાગરનાર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવે છે, એમ અહીંના એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.પીડિત લોકો ખાણમાં માટી ખોદી રહ્યાં હતાં ત્યારે તેનો એક ભાગ અંદર ધસી ગયો હતો, જેના કારણે તેઓ કાટમાળ નીચે દબાઈ ગયાં હતાં’, એમ તેમણે કહ્યું હતું.આ અંગેની જાણ થતાં જ પોલીસ કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી, એમ તેમણે જણાવ્યું હતું.

પાંચ લોકોનું બનાવ સ્થળે જ મૃત્યુ
પાંચ લોકોનું બનાવ સ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય બે લોકો હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા હતા ત્યારે મૃત્યુ પામ્યા હતા, એમ તેમણે જણાવ્યું હતું.પ્રાથમિક માહિતી મુજબ, માત્ર સાત લોકો જ માટી ખોદી રહ્યા હતા પણ બચાવ કાર્ય હજુ ચાલુ છે, એમ તેમણે ઉમેર્યું હતું.સૂત્રોના જણાવ્યા પ્રમાણે બે ઘાયલોમાં એક 14 વર્ષની છોકરીનો પણ સમાવેશ થાય છે. ઘાયલોની નજીકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, જ્યારે બંનેની હાલત અત્યંત ગંભીર હોવાનું કહેવાય છે. કાટમાળ નીચે હજુ કેટલાક લોકો દટાયા હોવાની આશંકા છે. પોલીસ કાટમાળ હટાવીને દટાયેલા લોકોને શોધી રહી છે.

બચાવ કામગીરી ચાલુ છે
આ ખાણ માલગાંવ ખાતે આવેલી છે. આ ખાણમાં ગ્રામજનો ગેરકાયદેસર ખનન કરતા હતા. તેઓ ખાણના તળિયેથી પૃથ્વી કાઢી રહ્યા હતા ત્યારે અચાનક જમીન ધસી ગઈ અને નીચે રહેલા લોકો કાટમાળ નીચે દટાઈ ગયા. આ અંગે નજીકમાં ઉભેલા મજૂરોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસ તેમની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી હતી. તે જ સમયે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા અને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં 7 લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા. બે ઘાયલોની હાલત નાજુક છે. આ અકસ્માતમાં મૃત્યુઆંક હજુ વધી શકે છે. ખાણમાં હજુ કેટલાક લોકો દટાયા હોવાની આશંકાથી ટીમ સતત બચાવ કાર્ય ચલાવી રહી છે.

Most Popular

To Top