Business

લો બોલો, વેક્સિન બનાવતી સીરમ ઈન્સ્ટિટ્યૂટે આટલી મોટી ભૂલ કરી

નવી દિલ્હી: આજકોલ ફ્રોડના (Fraud) કિસ્સા મોટા પ્રમાણમાં સામે આવી રહ્યાં છે. તેમાં પણ ખાસ કરીને સોશિયલ મીડિયા (Social Media) દ્વારા કરવામાં આવતા ફ્રોડના કિસ્સામાં ખૂબ વઘારો નોંધાયો છે. ગમે એટલી સાવચેતી રાખીએ પરંતુ ફ્રોડ કરનારાઓ ફ્રોડ કરવા માટેનો રસ્તો શોઘી જ લે છે. નાના મોટા કિસ્સાઓતો આપણે જાણતા જ હોઈએ છે પરંતુ હવે એટલી મોટી કંપનીનો કિસ્સો સામે આવ્યો છે કે જેણે સૌને ચોંકાવ્યા છે. ફ્રોડ કરનારાઓએ એવી તરકીબ અપનાવી કે આ કંપનીના મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યૂટને પણ ખબર ન પડી.

લોકો સોશિયલ મીડિયાનો દરેક જગ્યાએ ઉપયોગ કરી રહ્યા છે. જો પેમેન્ટ કરવું હોય કે પછી કંઈ સર્ચ કરવું હોય ફોન વગર કોઈ પણ કામ કરવું હવે શકય નથી. આ સાથે જ સોશિયલ મીડિયા ઉપર થઈ રહેલા ફ્રોડના કિસ્સાઓ ખૂબ જ ઝડપથી વઘી રહ્યાં છે. ગત સપ્ટેમ્બર મહિનામાં આવો જ એક કિસ્સો જોવા મળ્યો હતો. સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે આ કિસ્સો વેક્સિન બનાવતી કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ સાથે સંબંધિત છે. મળતી માહિતી મુજબ ફ્રોડ કરનારાઓએ આ કંપનીના CEO અદાર પૂનાવાલાનો વોટ્સએપ ડીપી મૂકી કંપનીના મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટને 1 કરોડથી વધુ રૂપિયા ટ્રાન્સફર કરવા અંગેનો મેસેજ મોકલ્યો હતો. તેમજ મેનેજમેન્ટે રૂપિયા ટ્રાન્સફર પણ કર્યા હતા. આ કેસમાં પોલીસે સાત આરોપીઓની ધરપકડ કરી છે. જો કે મુખ્ય આરોપી હજુ સુઘી ફરાર છે.

આરોપીઓએ રૂપિયા મળ્યા પછી તેની વહેંચણી પણ કરી હતી. આરોપીઓએ આ રકમ અલગ-અલગ ખાતામાં ટ્રાન્સફર કરી હતી. સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે આ ઘટના પછી ફરિયાદ નોંઘવામાં આવી હતી તેમજ પુણે પોલીસે આઠ ખાતાઓની ઓળખ પણ કરી હતી જેમાં નાણાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

પોલીસ દ્વારા એવી પણ માહિતી આપવામાં આવી હતી કે આ સાત એકાઉન્ટ્સ સિવાય અન્ય 40 એકાઉન્ટ પણ જપ્ત કરવામાં આવ્યા છે, જેમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન આ ખાતાઓમાં જમા કરાયેલા 13 લાખ રૂપિયા પણ ફ્રીઝ કરવામાં આવ્યા છે. પકડાયેલા આરોપીઓની દેશના અલગ-અલગ રાજ્યોમાંથી ધરપકડ કરવામાં આવી છે. કંપનીના ફાઇનાન્સ મેનેજર દ્વારા કરવામાં આવેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે દેશપાંડેએ પૂનાવાલા તરફથી મેસેજ આવ્યો હોવાનું માનીને તે ખાતાઓમાં રૂ. 1,01,01,554 ટ્રાન્સફર કર્યા હતા. જોકે, બાદમાં કંપની સાથે છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું હતું.

Most Popular

To Top