National

દિલ્હી એરપોર્ટ પર વિમાનની નીચે આવી ગઈ કાર પછી…

નવી દિ(New Delhi): દિલ્હી એરપોર્ટ(Delhi Airport) પર એક મોટી દુર્ઘટના(Accident) ટળી હતી. જેમાં ટેક ઓફ(Tack Off) માટે તૈયાર એક વિમાન(Plain)ની નીચે કાર(Car) આવી ગઈ હતી. આ સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ફ્લાઇટમાં મુસાફરો પણ બેઠા હતા. અહેવાલો અનુસાર, કાર ઈન્ડિગો(Indigo)ના વિમાનની નીચે આવી ગઈ હતી. ઈન્ડિગો પ્લેન 6E2002 પટના જઈ રહ્યું હતું. ત્યારે એક કાર પ્લેનના પૈડા નીચે આવી ગઈ હતી. આ ઘટના બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઈન્ડિગો પ્લેનની નીચે જે કાર આવી તે ગો ફર્સ્ટ કંપનીની હતી. ગો ફર્સ્ટ કંપનીના સૂત્રોએ જણાવ્યું કે કાર પ્લેન નીચે આવી ગયા બાદ ઈન્ડિગો એરક્રાફ્ટને કોઈ નુકસાન થયું નથી. ડ્રાઈવરે ઈન્ડિગોના પૈડાની નીચે જ કાર રોકી દીધી હતી. જોકે, બાદમાં ફ્લાઈટ સમયસર પટના જવા રવાના થઈ હતી.

  • દિલ્હી એરપોર્ટ પર ઈન્ડિગોના પ્લેનની નીચે કાર આવી
  • જોકે આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી
  • એરલાઇન કંપની ગો-એરની કેબ હતી
  • વિમાન અથવા કારને કોઈ નુકસાન નથી

કાર ત્યાં કેવી રીતે પહોંચી તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. આ પછી ડ્રાઈવરનો આલ્કોહોલ ટેસ્ટ કરવામાં આવ્યો. તેમનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. અધિકારીઓ ડ્રાઈવરને પૂછપરછ કરી રહ્યા છે કે તે કાર લઈને ત્યાં કેમ ગયો. ગો ફર્સ્ટના સૂત્રોએ જણાવ્યું કે સદનસીબે કાર પ્લેનને અડકી પણ ન હતી. આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. ઈન્ડિગો એરક્રાફ્ટને કોઈ નુકસાન થયું નથી. સૂત્રોએ જણાવ્યું કે આ ઘટના એરપોર્ટના ટર્મિનલ-2ના સ્ટેન્ડ નંબર 201 પર બની હતી. એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું કે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) આ મામલાની તપાસ કરવામાં આવશે

પટના જઈ રહ્યું હતું વિમાન
પ્લેન મંગળવારે સવારે દિલ્હીથી પટના જવા માટે રવાના થઈ રહ્યું હતું ત્યારે એરલાઈન ‘ગો ફર્સ્ટ’ની એક કાર તેની નીચે આવી ગઈ હતી, જો કે તે ફ્રન્ટ વ્હીલને અથડાયા બાદ બચી ગઈ હતી. જો કે, બંને એરલાઈન્સ દ્વારા કોઈ નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.

અગાઉ જોરહાટમાં રનવે પરથી પ્લેનનું વ્હીલ સરકી ગયું હતું
અગાઉ 29 જુલાઈના રોજ આસામના જોરહાટથી કોલકાતા જતું ઈન્ડિગોનું વિમાન ટેકઓફ કરતી વખતે રનવે પરથી સરકી ગયું અને તેના પૈડા કાદવવાળી જમીનમાં ફસાઈ ગયા. એરલાઈને શુક્રવારે આ જાણકારી આપી. આ ઘટના ગુરુવારે બની હતી જ્યારે પ્લેન 98 મુસાફરો સાથે ટેકઓફ કરવાનું હતું. જોકે આ ઘટના બાદ ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી હતી.

Most Popular

To Top