Gujarat

અમદાવાદ: 25 મુસાફરો ભરેલી BRTS બસમાં લાગી આગ, ડ્રાઇવરની સમય સૂચકતાના કારણે લોકોનો જીવ બચ્યો

અમદાવાદ: અમદાવાદ (Ahmadabad) BRTS બસ સ્ટેન્ડ (Bus Stand) પર એક બસમાં (Bus) અચાનક આગ (Fire) લાગવાની ઘટના સામે આવી હતી. બસમાં આગ લાગતા જ ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. એન્જિનમાંથી ધુમાડો નીકળતાં જ બસ ડ્રાઈવર દ્વારા પેસેન્જરોને બહાર કાઢવામાં આવ્યા હતા. તેમજ BRTS બસ સ્ટેન્ડથી પણ લોકોને દૂર ખસેડવામાં આવ્યા હતા. જોત જોતામાં જ બસમાં આગ ફાટી નીકળી હતી. ફાયર વિભાગની ત્રણ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે આ ઘટના બની ત્યારે બસમાં 25 જેટલા મુસાફરો સવાર હતા.

અમદાવાદના મેમનગર વિસ્તારના BRTS બસ સ્ટેન્ડ નજીક આજે સવારે 8:30 વાગ્યાની આસપાસ એકાએક BRTS બસમાં આગ લાગી હતી. મળતી માહિતી અનુસાર મેમનગરના બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર બસ સ્ટોપ થઈ હતી. ત્યારે બસ બંધ થઈ ગઈ હતી. બસ બંધ થતાની સાથે જ એન્જિનમાંથી ધૂમાડા નીકળવા લાગ્યા હતા. આ જોતા જ બસના ડ્રાઈવસે બસનો દરવાજો ખોલી બધા પેસેન્જરોને બસમાંથી ઉતરી જવા માટે કહ્યું હતું. પેસેન્જરો બસમાંથી ઉતરી રહ્યા હતા અને બસમાં ધૂમાડો ફેલાઈ ગયો હતો. 20થી 25 જેટલા મુસાફરો બસમાંથી ઉતરી ગયા હતા અને ત્યાર બાદ બસમાં આગ ફાટી નીકળી હતી. જોત જોતામાં આગે રોદ્ર સ્વરૂપ ધારણ કરી લીધી હતું. બસ સ્ટેન્ડ પર હાજર લોકોને સ્ટાફ દ્વારા તાત્કાલિક હટાવવામાં આવ્યા હતા. આગ લાગ્યાનો કોલ મળતા જ ફાયર વિભાગની 3 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. કહેવામાં આવી રહ્યું છે. આ બસા RTOથી મણિનગર જઈ રહી હતી. આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી.

સ્થાનિકો લોકો પાસેથી મળતી માહિતી અનુસાર બીઆરટીએસ બસના આગળના ભાગમાં આગ લાગી હતી. આગે ધીમે ધીમે બીઆરટીએસ બસ સ્ટેન્ડ પણ પોતાની ઝપેટમાં લઈ લીધું હતું. જોકે સમયસર ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચી જતાં બીઆરટીએસ બસ સ્ટેન્ડને વધુ નુકસાન પહોંચે તે પહેલા જ આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. સ્થાનિકોના કહ્યા મુજબ સવારના સમયે નોકરીનો સમય હોવાથી બીઆરટીએસ બસનો લોકો વધુ ઉપયોગ કરે છે અને આ સમયે જ આ ઘટના બની હતી. જો કે ડ્રાઈવરની સમય સૂચકતાના કારણે બસમાં સવાર 25 જેટલા મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.

Most Popular

To Top