Gujarat

અમદાવાદના ચાંદખેડામાં ૭ વર્ષના બાળકને લઈ જતો શખ્સ ઝડપાયો

અમદાવાદ : અમદાવાદના શહેરના ચાંદખેડા વિસ્તારમાં ONGC અને GSC કો-ઓપરેટિવ બેંક પાસે આવેલી એક સોસાયટીમાંથી એક બાળક ચોરીનો એક અજાણ્યો શખ્સએ પ્રયાસ કર્યો હતો. સ્થાનિક રહીશોની સતર્કતાને કારણે આ શખ્સ પકડાઈ જતાં તેને બરાબર મેચીપાક આપી પોલીસને હવાલે કર્યો હતો. આ ધટનાથી સમગ્ર ચાંદખેડામાં ચકચાર મચી જવા પામી છે.

ચાંદખેડા વિસ્તારમાં ONGC અને GSC કો-ઓપરેટિવ બેંક પાસે આવેલી એક સોસાયટીમાંથી એક અજાણ્યો શખ્સ ૭ વર્ષના માસૂમ બાળકને લઈ જઈ રહ્યો હતો, ત્યારે તેની હાલચાલ શંકાસ્પદ જણાતા સ્થાનિકોએ આ શખ્સની પુછપરછ કરતાં તે યોગ્ય જવાબ આપી શક્યો નહતો, અને ગલ્લાતલ્લા કરવા લાગ્યો હતો. આ શખ્સ શંકાસ્પદ લાગતા રહીશોના ટોળાં ભેંગા થઈ જતાં તેને બરાબર મેથીપાક આપ્યો હતો. આ બનાવની જાણ થતા જ ચાંદખેડા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી, આ બાળક લઈ જતાં શંકાસ્પદ શખ્સની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો.

જ્યાં પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ધરપકડ કરાયેલા આ શખ્સનું નામ શિવમ યાદવ હોવાનું અને તે મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. તે અગાઉ ભાવનગરમાં મજૂરી કામ કરતો હતો અને ત્યાંથી ટ્રેન મારફતે અમદાવાદ આવ્યો હતો. જોકે, તે ચાંદખેડાના આ વિસ્તારમાં શા માટે આવ્યો હતો અને બાળકને કયા ઈરાદે લઈ જઈ રહ્યો હતો તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ ખુલાસો થયો નથી.

આ ઘટના અંગે પોલીસે વિધીવત ફરિયાદ નોંધો આગળની તજવીજ હાથ ધરી છે. પોલીસ હાલમાં આરોપીના નિવેદનની સત્યતા ચકાસી રહી છે. તે કોઈ વ્યવસ્થિત બાળક ચોરી કરતી ગેંગ સાથે સંકળાયેલો છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top