National

ભાજપ નેતા તજિન્દર બગ્ગાની ધરપકડ પર બબાલ: 3 રાજ્યોની પોલીસ વચ્ચે જંગ

નવી દિલ્હી: ભારતીય જનતા યુવા મોરચા(Bjp Yuva Morcha)ના નેતા તજિન્દરપાલ સિંહ બગ્ગા(Tajinder Pal Singh Bagga)ની ધરપકડ(Arrested)નો મામલો ગરમાયો છે. દિલ્હી(Delhi)નાં મુખ્યમંત્રી(CM) અરવિંદ કેજરીવાલ( Arvind Kejriwal)ને ધમકી(Threat) આપવા બદલ શુક્રવારે સવારે પંજાબ(Punjab) પોલીસે(Police) બીજેપી નેતા તજિન્દરપાલ સિંહ બગ્ગાની ધરપકડ કરી હતી. પંજાબ પોલીસે તેની દિલ્હીથી ધરપકડ કરી હતી. પંજાબ પોલીસ બગ્ગાને લઇ જઈ રહી હતી ત્યારે હરિયાણા(Haryana) પોલીસે તેઓને અટકાવ્યા હતા. હવે તજિન્દર પાલ સિંહ બગ્ગાની ધરપકડનો મામલો ગરમાયો છે. દિલ્હી પોલીસે પંજાબ પોલીસની ટીમ સામે અપહરણની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

  • તજિન્દર પાલ સિંહ બગ્ગાની ધરપકડનો મામલો ગરમાયો, 3 રાજ્યોની પોલીસ મૂંઝવણમાં
  • કુરુક્ષેત્રમાં બગ્ગાને લઈ જઈ રહેલી પંજાબ પોલીસની ટીમને હરિયાણા પોલીસે અટકાવી
  • દિલ્હી પોલીસે પંજાબ પોલીસની ટીમ વિરુદ્ધ જનકપુરી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધ્યો

હરિયાણા પોલીસે તજિન્દરપાલ સિંહ બગ્ગાની ધરપકડ કરીને બગ્ગાને લઈ જઈ રહેલા પંજાબ પોલીસના કાફલાને કુરુક્ષેત્રમાં અટકાવ્યો હતો. ત્યાં હરિયાણા પોલીસની ક્રાઈમ બ્રાન્ચની ટીમે પંજાબ પોલીસ ટીમની પૂછપરછ કરી હતી. પંજાબ પોલીસની ટીમ બગ્ગાને લઈને કલાકો સુધી હરિયાણા પોલીસના કબજામાં છે. બગ્ગાને કુરુક્ષેત્રના પિપલી સદર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ હરિયાણા પોલીસે બગ્ગાને દિલ્હી પોલીસને સોંપી દીધો હતો.

પંજાબ પોલીસે હરિયાણાના ડીજીપીને પત્ર લખ્યો
બગ્ગાને લઈ જતી ટીમને હરિયાણામાં રોક્યા બાદ પંજાબ પોલીસે હરિયાણાના ડીજીપીને પત્ર લખ્યો છે. પંજાબ પોલીસે પત્ર સાથે બગ્ગા વિરુદ્ધ નોંધાયેલી FIRની કોપી પણ મોકલી છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે આ અપહરણનો મામલો નથી. બગ્ગાને તપાસમાં સહકાર આપવા માટે 5 નોટિસ ફટકારવામાં આવી હતી. હરિયાણા પોલીસ બિનજરૂરી રીતે પંજાબ પોલીસનું કામ અટકાવી રહી છે.

પંજાબ પોલીસની ટીમ પર લટકતી ધરપકડની તલવાર
હરિયાણાના ગૃહ પ્રધાન અનિલ વિજે કહ્યું છે કે બગ્ગાને પંજાબ પોલીસને નહીં પરંતુ દિલ્હી પોલીસને સોંપવામાં આવશે. હરિયાણા પોલીસ કુરુક્ષેત્રના પીપલી સદર પોલીસ સ્ટેશનમાં દિલ્હી પોલીસની ટીમની રાહ જોઈ રહી છે. મામલો એટલો નાટકીય બની ગયો છે કે બગ્ગાની ધરપકડ કરનાર પંજાબ પોલીસની ટીમ પર પણ ધરપકડની તલવાર લટકી રહી છે.

પિતાએ કહ્યું- પોલીસે મને ઘરની બહાર ખેંચી, માર માર્યો
તેજિન્દરપાલ સિંહ બગ્ગાના પિતા પ્રીતપાલ સિંહ બગ્ગાએ પણ દાવો કર્યો છે કે પંજાબ પોલીસે તેને મોઢા પર મુક્કો માર્યો હતો. તેણે કહ્યું, ‘આજે સવારે 10 થી 15 પોલીસકર્મીઓ અમારા ઘરે આવ્યા અને તેજિંદરને ખેંચીને બહાર લઈ ગયા. જ્યારે મેં વીડિયો બનાવવા માટે મારો મોબાઈલ કાઢ્યો ત્યારે પોલીસ મને બીજા રૂમમાં લઈ ગઈ અને મોઢા પર મુક્કો માર્યો હતો.

ભાજપના નેતાઓ રોષે ભરાયા
બીજેપી નેતા કપિલ મિશ્રાએ દાવો કર્યો છે કે પંજાબ પોલીસના 50 જવાનોએ તેજિન્દર બગ્ગાની તેમના ઘરેથી ધરપકડ કરી છે. બીજી તરફ, દિલ્હી ભાજપના પ્રવક્તા પ્રવીણ શંકર કપૂરે કહ્યું છે કે તે ખૂબ જ શરમજનક છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાજકીય વિરોધીઓને ડરાવવા માટે પંજાબમાં તેમની પાર્ટીને આપવામાં આવેલી સત્તાનો રાજકીય દુરુપયોગ શરૂ કર્યો છે. સંકટની આ ઘડીમાં દિલ્હીનો દરેક નાગરિક તેજેન્દ્ર પાલ સિંહ બગ્ગાના પરિવાર સાથે ઉભો છે.

Most Popular

To Top