Dakshin Gujarat

નવસારીમાં ભાજપ-કોંગ્રેસે આપ્યા વચનો: ડિવાઇડર, એલ.ઇ.ડી, લાઇટ, પાણી, ડ્રેનેજ, ફિલ્ટરરેશન પ્લાન્ટ સહિત આ સુવિધા આપીશું

નવસારી (Navsari): નવસારી-વિજલપોર પાલિકાની (Municipal Corporation Elections) ચૂંટણીને લઇ ભાજપે (BJP) સમાવેશ કરાયેલા આઠ ગામડાઓ સહિત ડિવાઇડર, એલ.ઇ.ડી, લાઇટ, પાણી, ડ્રેનેજ લાઇન ફિલ્ટરરેશન પ્લાન્ટ, ટાઇડલ ડેમ, નુડાનો માસ્ટર પ્લાન, 9-36 મીટર પહોળા રસ્તા, રીવર ફ્રન્ટ જેવી વિવિધ સુવિધાઓ આપવાની ખાતરી આપી ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. આગામી 28મીએ ચૂંટણી હોવાથી રાજકીય પક્ષોના ઉમેદવારો ડોર-ટુ-ડોર પ્રચાર (Door to door campaigning) કરી રહ્યા છે. બે દિવસ અગાઉ જ કોંગ્રેસે નવસારી-વિજલપોર પાલિકાની સંયુક્ત ચૂંટણીનો ઢંઢેરો જાહેર કરી રખડતા ઢોરો માટે પાંજરાપોળ બનાવવા તેમજ શહેરમાં હાઇસ્પીડ ફ્રી વાઇફાઇ (Free WiFi) આપવા સહિતના વચનો આપ્યા હતા. જેમાં પ્રજાને પાયાની સુવિધા સહિત શહેરમાં વિકાસના કામો કરવાની જાહેરાત કરી છે.

આ વચનોમાં પાલિકાના સર્વાગી વિકાસનો નુડાના સંયોજનમાં પંચવર્ષીય માસ્ટર પ્લાન, પ્રકાશ ટોકીઝ-વિરાવળ, કાલિયાવાડી, સિસોદ્રા, ઇટાળવા, છાપરા, વિજલપોરનો રીંગરોડ પર ડિવાઇડર, એલ.ઇ.ડી. લાઇટ, પાણી-ડ્રેનેજ લાઇન અને વૃક્ષારોપણ સહિત વિજલપોર રેલવે ઓવરબ્રિજથી નવસારી ફાટક સુધીના રસ્તાનો સમયબદ્ધ વિકાસ, આર.સી.સી.ના રસ્તા, ગણદેવી રોડને મુંબઇ-અમદાવાદ હાઇવે સાથે જોડતા સમાંતર રસ્તા, વિજલપોર અને નવા વિસ્તારના દરેક ઘરને નલ સે જલ, ડ્રેનેજ જોડાણ, 10-10 એમએલડીના બે પ્લાન્ટ તરત કાર્યાન્વત થશે એવુ કહેવાયુ છે.

આ સિવાય વિજલપોરમાં 21 એમએલડી ફિલ્ટરરેશન પ્લાન્ટ સમય મર્યાદામાં કાર્યાન્વત કરી મીઠા પાણીની સમસ્યાનું કાયમી નિરાકરણ, પુર્ણાના બન્ને પુલ વચ્ચે યોગ્ય સ્થળે કોઝ-વે/ટાઇડલ ડેમ, પુર્ણાના અપ સ્ટ્રીમમાં ઇનટેક વેલ્સ અને પાણી પુરવઠા યોજના, 9-36 મીટર પહોળા રસ્તા, પુણાના કિનારે સુવિધાસભર અને રમણીય રીવરફ્રન્ટ, વૃક્ષારોપણ જરૂરિયાત મુજબ ઓવારા અને રેલ સંરક્ષણ માટે પાળ, હાની પેચ વરસાદી પાણી-ડ્રેનેજ લાઇનોનું આયોજનબદ્ધ, આગોતરૂ નવીની કરણ, પેચ પાણીની લાઇનમાં ડ્રેનેજનું પાણી નહી જાય તેની જવાબદારીબદ્ધ તકેદારી અને મરામત, ઉપરાંત ખુલ્લી ગટર પર સમયબદ્ધ બોક્ષીંગ, પાણીના ભરાવાનો ત્વરિત નિકાલ. વિજલપોર અને નવા વિસ્તારોના તળાવોને ઉંડા કરવા, પ્રાથમિક શાળાઓના જુના મકાનોનું નવીની કરણ અને કંપાઉન્ડ, નવસારીમાં કેન્દ્રીય વિઘાલયની સ્થાપના, પાલિકા વિસ્તારોમાં સવલતસભર જાહેર શૌચાલયો, નવા વિસ્તારમાં નલ સે જલ-ડ્રેનેજ જોડાણ સાકાર ન થાય ત્યાં સુધી પંચાયતોના ધરવેરા યથાવત, નગરપાલિકાનો વહીવટ ડીજીટલ પદ્ધતિથી, પાલિકાના 13 વોર્ડને 3 ઝોનમાં વહેંચી રોજબરોજની સેવાકીય પ્રવૃત્તિઓનું અસરકારક વિકેન્દ્રીકરણ સહિતના મુદ્રૃાઓને મેનિફેસ્ટોમાં (manifesto) સ્થાન આપ્યુ છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top