Gujarat

શિક્ષણ મામલે ભાજપ અને આપ વચ્ચે તુંતું-મેંમે, મનીષ સિસોદિયાએ કહ્યું- ‘આપ આવશે શ્રેષ્ઠ શિક્ષણ આપશે’

નવી દિલ્હી: ગુજરાત ભાજપ અને આપની દિલ્હી સરકાર વચ્ચે શબ્દ યુદ્ધ છેડાયું છે. શિક્ષણ મામલે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રીએ વિપક્ષ પર કટાક્ષ કર્યો હતો. તેઓએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, જરાતમાં શિક્ષણ સારું ન લાગે તે અહીંથી જતા રહે. આ બફાટ બાદ રાજકારણ ગરમાયું છે. દિલ્હીનાં નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી મનીષ સિસોદિયાએ જણાવ્યું હતું કે ભાજપ 27 વર્ષમાં પણ સારું શિક્ષણ આપી શક્યો નથી, લોકોએ ગુજરાત છોડવાની જરૂર નથી. ગુજરાતમાં ”AAP” ની સરકાર બનશે અને ગુજરાતમાં પણ દિલ્હી જેવું શ્રેષ્ઠ શિક્ષણ હશે.

બુધવારના રોજ રાજકોટ મહાનગર પાલિકાનાં એક લોકાપર્ણ કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ આમ આદમી પાર્ટીનું નામ લીધા વગર આડકતરા પ્રહારો કર્યા હતાં. અને જણાવ્યું હતું કે, જે લોકોને ગુજરાતમાં શિક્ષણ સારું ન લાગે તે અહીંથી જતા રહે, ગુજરાતનું શિક્ષણ સારું ન લાગે તેને જે રાજ્યમાં જવું હોય ત્યાં જઈ શકે છે. જે ગુજરાતમાં જન્મ્યા, શિક્ષણ મેળવ્યું હવે બીજા દેશ-રાજ્યો સારા લાગે છે’. આપણે તો કહ્યું છે કે ગુજરાત આવો, વ્યવસ્થાઓ જુઓ શિક્ષણને લગતા સૂચનો કરો પણ એ લોકોને ટીકા જ કરવી છે. જે ગુજરાતમાં જન્મ્યા, શિક્ષણ મેળવ્યું હવે બીજા દેશ-રાજ્યો સારા લાગે છે.

મનિષ સિસોદીયાએ શિક્ષણમંત્રી પર કર્યો પ્રહાર
જીતું વાઘાણીનાં નિવેદન બાદ મનીષ સિસોદિયાએ ટ્વીટ કરી ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેઓએ જણાવ્યું કે, ગઈ કાલે ગુજરાતનાં શિક્ષણ મંત્રીએ ગુજરાતના લોકોને ધમકી આપી હતી કે,જેઓને સારું શિક્ષણ જોઈએ તેઓ દિલ્હી હતા રહે. ભાજપ 27 વર્ષમાં સારું શિક્ષણ નથી આપી શકી. લોકોએ ગુજરાત છોડવાની જરુર નથી. લોકો ગુજરાતમાં આપની સરકાર બનાવશે અને ગુજરાતમાં પણ દિલ્હી જેવું સારું શિક્ષણ હશે.

શિક્ષણમંત્રીનો દીકરો પરીક્ષામાં ચોરી કરતા પકડાયો
શિક્ષણમંત્રીના આ નિવેદન પર AAPના પ્રદેશ સંગઠનમંત્રી અજિત લોખિલે મીડિયાને જણાવ્યું હતું કે જે શિક્ષણમંત્રીનો દીકરો પરીક્ષામાં ચોરી કરતા પકડાયો હોય તેની પાસેથી આવી જ અપેક્ષા રાખી શકાય. આ મામલે આપ નેતા ઈસુદાન ગઢવીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, ગુજરાતના વિદ્યાર્થીઓએ બહાર જવાની જરૂર નથી. ‘આપ ‘ અહી જ આપશે શ્રેષ્ઠ શિક્ષણ આપ માટે જ ‘આપ’ છે.

અગાઉ ગુજરાતના શિક્ષણ મંત્રીને ડિબેટ ચેલેન્જ આપી હતી
ઉલ્લેખનીય છે કે દિલ્હીના ડેપ્યુટી CM મનિષ સિસોદીયાએ અગાઉ ગુજરાતના શિક્ષણ મંત્રીને ડિબેટ ચેલેન્જ આપી હતી. તેઓએ શિક્ષણ મોડલ અંગે લાઇવ ડિબેટ કરવા માટેનું આમંત્રણ પાઠવ્યું છે. જેના જવાબમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ વળતો જવાબ આપતા કહ્યું હતું કે કેટલાક લોકો સત્તાના નશામાં આવીને કંઈપણ બોલે છે. માટે એ સમજવાની જરૂર છે કે દિલ્લી-પંજાબના મતદાતાઓનો સરવાળો ગુજરાત જેટલો નથી થતો. મીડિયામાં રહેવા માટે કેટલાક લોકો આવા નિવેદનો કરે છે. સાથે જ કટાક્ષ કરતાં કહ્યું કે હીરોગીરી કરવા ગુજરાતનું મેદાન નથી અને ગોતવું સહેલું નથી. ગુજરાતમાં સારૂ શિક્ષણ ન હોત તો ભાજપ વિજેતા ન બન્યુ હોત.

Most Popular

To Top