Gujarat

બે વર્ષમાં 74299 વિદ્યાર્થીનીઓને સાયકલ પૂરી પડાઈ

ગાંધીનગર: રાજ્યમાં વિદ્યા સાધના યોજના હેઠળ સાયકલની સુવિધા પુરી પાડવામાં આવે છે. રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં રૂ.૩૨.૭૩ કરોડના ખર્ચે ૭૪,૨૯૯ વિદ્યાર્થીનીઓને (Student) સાયકલો (Bicycles) પૂરી પાડવામાં આવી છે, તેવું વિધાનસભામાં પ્રશ્નના લેખિત જવાબમાં આદિજાતિ રાજ્ય મંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું હતું.

વિધાનસભામાં વડોદરા અને અમદાવાદ જિલ્લામાં ધોરણ ૯માં અભ્યાસ કરતી અનુસૂચિત જનજાતિની વિદ્યાર્થીનીઓને સાયકલ આપવાની યોજના અંગેના પ્રશ્નના લેખિત જવાબમાં મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, આ બંને જિલ્લામાં આ યોજના હેઠળ છેલ્લા બે વર્ષમાં રૂ.૮૬.૭૬ લાખના ખર્ચે ૧,૯૮૩ વિદ્યાર્થીનીઓને આવરી લઈ સાયકલ આપવામાં આવી છે. જેમાં વડોદરા જિલ્લાની ૧,૬૬૫ અને અમદાવાદ જિલ્લાની ૩૧૮ વિદ્યાર્થીનીઓને સમાવેશ થાય છે. આ યોજના હેઠળ ધોરણ-૯માં અભ્યાસ કરતી આદિજાતિ દીકરીઓને સાયકલ આપવામાં આવે છે. તે માટે રૂ. ૬ લાખની આવક મર્યાદા નિયત કરાઈ છે.

Most Popular

To Top