Dakshin Gujarat

ભરૂચ: દિવ્યાંગ લાભાર્થીની દીકરી સાથે વાત કરતાં PM મોદીની આંખો ભરાઈ આવી

ભરૂચ: (Bharuch) ભરુચ જિલ્લામાં ગુરૂવારે યોજાયેલા ઉત્કર્ષ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Modi) વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું. જેમાં તેમણે સરકારી યોજનાઓનો લાભ મેળવનાર લાભાર્થીઓ સાથે પણ વાતચીત કરી હતી. આ દરમિયાન એક દિવ્યાંગ (Handicap) લાભાર્થીની વહાલસોયી દીકરી સાથે વાત કરતાં ખુદ પ્રધાનમંત્રી ભાવુક (Emotional) થઈ ગયા હતા. અને દીકરીને હિંમત આપતા કહ્યું હતું કે, તારી સંવેદના જ તારી તાકાત છે.

  • PM નરેન્દ્ર મોદીએ દીકરીને કહ્યું- તારી સંવેદના જ તારી તાકાત છે..!!
  • ચાર પ્રમુખ યોજાનાઓના 100 ટકા પૂર્ણ થવાના અવસર પર ભરૂચ ખાતે ઉત્કર્ષ સમારોહનું આયોજન કરાયું
  • આ કાર્યક્રમમાં PM નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ રીતે જોડાયા, યોજનાના લાભાર્થીઓને સંબોધિત કર્યા
  • કાર્યક્રમમાં હાજર દિવ્યાંગ લાભાર્થીની દીકરી સાથે વાત કરતાં PM મોદી ભાવુક થયા

ભરૂચના જિલ્લા તંત્ર દ્વારા ગત ૧લી જાન્યુઆરીથી ૩૧ માર્ચ,૨૦૨૨ સુધી ઉત્કર્ષ પહલ અભિયાનનું સંચાલન કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે આ અભિયાન અંતર્ગત જિલ્લામાં ચાર પ્રમુખ સરકારી યોજનાઓનો તમામ લોકોને લાભ મળ્યો છે. જેના ઉપલક્ષે આજે ભરૂચમાં ઉત્કર્ષ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારની ગંગા સ્વરૂપા બહેનોને નાણાંકીય સહાય યોજના, રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના, નિરાધાર વૃદ્ધ નાણાંકીય સહાય યોજના અને રાષ્ટ્રીય પરિવાર સહાય યોજનાના સો ટકા લાભાર્થીઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જિલ્લાના નાગરિકો હાજર રહ્યા હતા. આ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ દિલ્હીથી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.

આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ કેટલાંક લાભાર્થીઓ સાથે વાતચીત પણ કરી હતી. જેમાં દિવ્યાંગ ઐયુબ પટેલ સાથે તેઓએ વાતચીત કરી હતી. જેમાં ઐયુબ પટેલએ જણાવ્યું હતું કે, સરકારી યોજનાનો લાભ મળતા હાલ તેઓ પોતાની દીકરીઓને ભણાવી રહ્યા છે. જેમાં સૌથી મોટી દીકરી ડોક્ટર બનવા માંગે છે. પ્રધાનમંત્રીએ ઐયુબ પટેલની મોટી દિકરી આલિયા સાથે વાત કરી હતી. આ સમયે PM મોદીએ જ્યારે આલિયાને પૂછ્યું કે તે શા માટે ડોક્ટર બનવા માંગે છે. ત્યારે આલિયાએ જણાવ્યું હતું કે, તેને પોતાના પિતાની તકલીફ જોઈ છે, જેથી તેને ડોક્ટર બનવાનો વિચાર આવ્યો હતો. આ બોલતી વખતે આલિયા ભાવુક થઈ ગઈ હતી.

નોંધનીય છે કે દિવ્યાંગ ઐયુબ પટેલની દીકરી અચાનક ભાવુક થતા ખુદ PM મોદી પણ ભાવુક થઇ ગયા હતા. તેઓ થોડો સમય કાંઈ બોલી શક્યા ન હતા. તેમણે દીકરીને હિંમત આપતા કહ્યું હતું કે, પિતાની તકલીફ જોઈને તને ડોક્ટર બનવાનો વિચાર આવ્યો. તારી આ સંવેદના જ તારી તાકાત છે. તેમણે ઐયુબ પટેલ અને તેમના પરિવારને વિશેષ અંભિનંદન આપતા કહ્યું કે, સરકાર દ્વારા તમને જે મદદ મળી રહી છે તેનો તમે સદ્દઉપયોગ કરી રહ્યા છો. તમે તમારી શારીરિક પિડાને શક્તિમાં પરિવર્તિત કરી રહ્યા છો. અને દિકરીઓને ડોક્ટર બનવા માટે સહકાર આપી રહ્યા છો જે ઘણી સરાહનીય બાબત છે. પ્રધાનમંત્રીએ એ પણ પૂછ્યું કે તેમણે અને તેમના પરિવારે ઈદ કેવી રીતે ઉજવી. તેમણે રસી અપાવવા અને તેમની પુત્રીઓની આકાંક્ષાઓને પોષવા બદલ લાભાર્થીની પ્રશંસા કરી હતી.

Most Popular

To Top