National

રેલવે અધિકારીની દીકરીના જૂતા શોધવા આખોય રેલવે વિભાગ કામે લાગ્યો!

નવી દિલ્હી : બરેલી રેલવે (Bareilly Railway) સ્ટેશન ઉપર સિનિયર આધિકારીની (Senior Officer) દીકરીના શૂઝ (Shoes) ટ્રેનમાં યાત્રા દરમ્યાન ગાયબ થઇ ગયા હતા. અને ત્યાર પછી આખા રેલવેના ડિપાર્ટમેન્ટમાં (Department) આ વાતને લઇને જે હલચલ મચી ગઈ હતી કારણ કે આ મામલો રેલવેના સાહેબ સાથે જોડાયેલો હતો. અને ત્યાર બાદ જોડા શોધવા માટે રેલવેનું આંખે આખું મહેકમ કામે લાગી ગયું હતું. ખુબ જ તત્પરતા પૂર્વક જોડાની શોધ થવા લાગી હતી પરંતુ ખોવાયેલા શૂઝના કોઈ સમાચાર મળ્યા ન હતા. અને ત્યારબાદ આરપીએફ અને આઈઆરસીટીસીને પણ જૂતા શોધવાના અભિયાનમાં લગાવી દીધા હોવાનું જાણવા મળ્યું છે. એટલુંજ નહિ જીઆરીપએ એફઆઈઆર પણ નોંધી હતી.એન ત્યારબાદ લગલગાટ એક મહિના સુધી ત્રણેય એજન્સી (Agency) આ જૂતા શોધવાની પડ઼તાલમાં લાગી હતી હતી. ઉત્તર પ્રદેશથી લઇ છેક ઓડિસા સુધી તંત્ર કામે લાગી ગયું હતું. અને ત્યારબાદના એક મહિના પછી શૂઝ વિષે જે માહિતી મળી હતી તે વાંચીને તમારું મગજ પણ ચકરાવે ચઢી જશે.

ડીઆરએમની દીકરીને સહ મહિલા યાત્રી ઉપર શંકા વ્યક્ત કરી હતી
આ ઘટના ઓડિસમાં ફરજ બજાવતા ડિવિઝનર રેલવે મેનેજર (DRM) તરફથી શૂઝ ચોરાઈ ગયા હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.ફરિયાદ મુજબ લાખણવ મેલના એસી.ફસ્ટ કોચમાં 3 જાન્યુઆરીના દિવસે તેમની દીકરી યાત્રા કરી રહી હતી.તે દિલ્હીથી લાખનવ જઈ રહી હતી ત્યારે યાત્રા દરમ્યાન તેના શૂઝ ચોરાઈ ગયા હતા. ડી.આર.એમની દીકરીએ તેની સહયાત્રી મહિલા ઉપર સૂઝ ચોર્યાની શંકા વ્યક્ત કરી હતી.

તાપસમાં જોડાયેલી એજન્સીએ શકમંદ મહિલાની પૂછતાછ કરી
આ મામલો રેલવેના સાહેબ સાથે જોડાયેલો હતો અને તેમાં પોલીસ ફરિયાદ નોંધાઈ હોવાથી ત્રણે ય એજન્સીઓ ત્યારબાદ શૂઝની શોધખોળ કરવાના કામ ઉપર લાગી ગઈ હતી.લગભગ એક મહિના સુધી સૂઝની શોધખોળમાં જોડાઈ ગયેલી એજંસીએ તપાસનો દોર ચાલુ રાખ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.તપાસને અંતે એવું જણાયું હતું કે, ડીઆરએમની દીકરીના બર્થની બાજુનની સીટ ઉપર બેસેલી તે મહિલા શંકાના દાયરામાં હોવાથી તેની પૂછતાછ પણ કરવામાં આવી હતી.

મહિલાએ ડીઆરએમની દીકરીના શૂઝ પરત કર્યા
તાપસમાં જાણવા મળ્યાં મુજબ મહિલા વ્યાસયે એક તબીબ હોવાનું બહાર આવ્યું હતું. અને તેમને ભૂલથી ડીઆરએમની દીકરીના શૂઝ પહેરી લીધા હતા.મહિલા તબીબની પૂછતાછ દરમ્યાન કહ્યુ હતું કે 4 જાન્યુઆરીની સવારે જયારે તેઓ ટ્રેનમાંથી બરેલી રેલવે સ્ટેશન ઉતાર્યા તે દરમ્યાન આનન ફાનનમાં બીજાના સૂઝ પહેરી લીધા હતા. અને ત્યાર બાદ તે મહિલાએ ડીઆરએમની દીકરીના શૂઝ પરત કરી દીધા હતા. આ સૂઝની કિંમત રૂપિયા 10 હજાર હોવાનું જાણવા મળ્યું છે.

Most Popular

To Top