Dakshin Gujarat

પાલીમાં સુપરવાઈઝર સાઈટ પર ઊંઘી ગયા તસ્કરો લખોનો સમાન ચોરી થયા ફરાર

કામરેજ: પાલી ગામે હાઈવેની (Highway) કામગીરી કરતી એજન્સીની (Agency) સાઈટ (Site) પરથી લોખંડના સળિયા, (Rod) સેન્ટિંગની પ્લેટ, કોપર કેબલ મળી કુલ 2,78,000ની ચોરી અજાણ્યા તસ્કરો કરી ગયા હતા. મૂળ બિહારના ભોલારામ ગામના વતની અને હાલ સુરતના કામરેજના પાલી ગામે વડોદરા-મુંબઈ એક્સપ્રેસ હાઈવેના જીઆઈ ઈન્ફ્રાના સુપરવાઈઝર તરીકે સફીક આલમ જીયાઉલ નોકરી કરે છે. બે દિવસ અગાઉ રાત્રિના સાઈટ પર ઊંઘી ગયા હતા. ગુરુવારે સવારે 6.30 કલાકે સાઈટ પર જતાં લોખંડના સળિયા, સેન્ટિંગ મટિરિયલ, કોપર વાયરની ચોરી થયાનો અંદાજ આવતાં ચેક કરતાં લોખંડના સળિયા 8500 કિલો કિંમત રૂ.1,70,000, સેન્ટિંગ મટિરિયલની પ્લેટ નંગ-50 કિં.80,000 રૂપિયા, કોપર કેબલ 40 મીટર કિં.28000 રૂપિયા મળી કુલ 2,78,000 રૂપિયાની ચોરી થતાં કામરેજ પોલીસમથકમાં અજાણ્યા ઈસમ સામે ફરિયાદ નોંધાવી હતી.

અંકલેશ્વરમાં દેરાસર પાસે બંધ મકાનમાં ચોરી
અંકલેશ્વર: અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ના માનવ મંદિર સ્થિત જૈન દેરાસર પાસે આવેલા મકાનને વહેલી સવારે તસ્કરોએ નિશાન બનાવી ચાંદીનાં ઘરેણાં અને ૭ હજાર રોકડાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ના માનવ મંદિર સ્થિત જૈન દેરાસર પાસે રહેતા માધવલાલ પટેલ શનિવારે વહેલી સવારે મકાન બંધ કરી દૂધ લેવા ગયા હતા. એ દરમિયાન તસ્કરોએ તેઓનાં મકાનને નિશાન બનાવ્યું હતું અને દરવાજો ખોલી મકાનમાં પ્રવેશ કર્યો હતો. ઘરમાં સામાન વેરવિખેર કરી ચાંદીનાં ઘરેણાં અને રોકડા ૭ હજારની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ચોરી અંગે મકાનમાલિકે અરજીરૂપી ફરિયાદ નોંધાવી હતી. ચોરીની ઘટનાને અંજામ આપી ફરાર થઇ રહેલા તસ્કરો મકાન પાસે લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. જી.આઈ.ડી.સી. પોલીસે સીસીટીવી કેમેરાનાં ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી હતી.

ભરૂચમાં રરાજયના ગૃહમંત્રી હર્ષસહવી કરશે પોલીસ મથકનું ઉદ્ઘાટન
ભરૂચ: પોલીસ અધિક્ષકની કચેરી, અંકલેશ્વર “બી” ડીવીઝન પોલીસ સ્ટેશન, પાનોલી પોલીસ સ્ટેશન, ઝઘડીયા GIDC પોલીસ સ્ટેશન તથા પોલીસ આવાસોનું ઉદ્દઘાટન અને લોકાર્પણ સમારોહ રવિવાર, તા.૧૬મી ઓકટોબર-૨૦૨૨ના રોજ સાંજે 5 કલાકે રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીના વરદ્ હસ્તે રાખવામાં આવ્યો છે.આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવા, ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ વગેરે ઉપસ્થિત રહેશે. અતિથિ વિશેષ ધારાસભ્ય અરૂણસિંહ રણા,ઇશ્વરસિંહ પટેલ,છોટુભાઇ વસાવા,સંજયભાઇ સોલંકી ઉપસ્થિત રહેશે.આ ઉપરાંત વિશિષ્ટ અતિથિ તરીકે રાજ્યના મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી આશિષ ભાટીયા (IPS) પણ ઉપસ્થિત રહેશે.

Most Popular

To Top