Gujarat

રૂપાણી ઓગસ્ટમાં મુખ્યમંત્રી તરીકે પાંચ વર્ષ પૂરા કરશે, સરકાર – ભાજપ દ્વારા ઓગસ્ટમાં ઉજવણી કરાશે

વિજય રૂપાણી આગામી ઓગસ્ટમાં મુખ્યમંત્રી તરીકે પાંચ વર્ષ પૂરા કરશે ત્યારે પ્રદેશ ભાજપ અને સરકાર દ્વારા તેની ઉજવણી કરવામાં આવશે.આનંદીબેન પટેલે મુખ્યમંત્રી તરીકે રાજીનામુ આપતાં તેઓ 7મી ઓગસ્ટ -2016માં મુખ્યમંત્રી બન્યા હતાં. જયારે તેમણે ફરીથી 2017માં વિધાનસભાની ચૂંટણીમાં વિજય મેળવ્યા પછી ફરીથી બીજી ટર્મ માટે મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા હતાં.

રૂપાણીના પાંચ વર્ષ પૂર્ણ થતાં રાજય સરકારના વિવિધ વિભાગો દ્વારા ઓગસ્ટમાં નવી યોજનાઓ પણ જાહેર કરવામાં આવશે. સતત પાંચ વર્ષ સુધી સીએમ પદે રહ્યાં હોય તેવા ગુજરાતના અત્યાર સુધીના મુખ્યમંત્રીઓમાં રૂપાણી ચોથા ક્રમે આવે છે. પહેલા ક્રમે હિતેન્દ્ર દેસાઈ, માધવસિંહ સોલંકી અને નરેન્દ્ર મોદી પછી વિજય રૂપાણીનો સમાવેશ થાય છે.

CM રૂપાણીની કપ્તાનીમાં 1 જૂનથી 11 જુલાઈ સુધીમાં કુલ 41 દિવસ દરમિયાન 10,400 કરોડથી વધુના 113 લોકાર્પણ, મંજૂરી, ખાત મુહૂર્ત તથા ઉદ્ઘાટનના કાર્યો કરવામાં આવ્યા છે. પીએમ મોદીએ 1200 કરોડના પ્રોજેક્ટ્સનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું છે. અમિત શાહે 1લી જૂનથી અત્યાર સુધી 550 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ, ખાતમુહૂર્ત કર્યુ છે.

ગાંધીનગરમાં રૂ.790 કરોડના ખર્ચે તૈયાર થઈ હોટેલ – રી-ડેવલપ્ડ ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન, 318 રૂમથી સજ્જ ફાઈવ સ્ટાર બિઝનેસ હોટેલનું લોકાર્પણ કરાયું છે. તેવી જ રીતે સાયન્સ સિટી ખાતે રૂ.260 કરોડના ખર્ચે તૈયાર એક્વેટિક ગેલેરી અને 127 કરોડના ખર્ચે તૈયાર રોબોટિક ગેલેરીનું પણ વર્ચ્યુઅલ ઉદ્ધાટન પણ વડા પ્રધાને કર્યું હતું.

રૂપાણીના નેતૃત્વમાં 10,400 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ, મંજૂરી, ખાત મુહૂર્ત કરવામાં આવ્યા છે. 1લી જૂનથી 11 જુલાઈ સુધીમાં કુલ 41 દિવસ દરમિયાન 10,400 કરોડ રૂપિયાથી વધુના 113 લોકાર્પણ, મંજૂરી, ખાત મુહૂર્ત તથા ઉદ્ઘાટનના કાર્યો કરવામાં આવ્યા છે. આ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે 21મી જૂને અમદાવાદમાં રૂ.80 કરોડના ખર્ચે નવનિર્મિત ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું હતું. આ બાદ 11 જુલાઈએ તેમણે બોપલમાં રૂ. 98 કરોડ અને રૂ. 267 કરોડની બે યોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો.

પશ્ચિમ રેલ્વેમાં રૂ. 17 કરોડના ખર્ચે અમદાવાદ સ્ટેશનનું નવીનીકરણ. ચાંદલોડિયા સ્ટેશન પર રૂ. 4.05 કરોડના વિકાસ કામ, આંબલી રોડ સ્ટેશન પર રૂ. 2.35 કરોડ, ખોડિયાર સ્ટેશન પર રૂ. 1.72 કરોડ અને કલોલ સ્ટેશન પર રૂ. 3.75 કરોડની મુસાફરોની સુવિધાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત અમદાવાદના બોપલ ખાતે રૂ. 4 કરોડના ખર્ચે AUDA દ્વારા બનાવેલા સિવિક સેન્ટરનુ લોકાર્પણ, બોપલ ખાતે AUDA દ્વારા 7 કરોડના ખર્ચે નવનિર્મિત વાંચનાલયનું લોકાર્પણ, વેજલપુરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવનિર્મિત કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટનું લોકાર્પણ, ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાણંદ, બાવળા અને દશક્રોઇમાં આંગણવાડી, સ્માર્ટ વર્ગખંડ, સીસી રોડ જેવા લગભગ 43 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો. ગાંધીનગર લોકસભા ક્ષેત્રના નારદીપુર ગામ ખાતે રૂ.25 કરોડ ના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યું છે.

Most Popular

To Top