Gujarat

22મી જુલાઇ સુધી ગુજરાતના આ વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી

ગાંધીનગર: (Gandhinagar) રાજયમા સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જામનગર , જુનાગઢ , ગીર સોમનાથ અને દ્વ્રારકામાં ભારે વરસાદ (Rain) થયો હતો. જામનગરના જામજોધપુરમાં સાંજે સુધીમાં 3 ઈંચ વરસાદ થયો હતો.બીજી તરફ હવામાન વિભાગ દ્વ્રારા રાજયમાં સૌરાષ્ટ્ર – કચ્છ (Kutch) સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. શનિવાર સાંજ સુધીમાં જામજોધપુરમાં 3 ઈંચ , કેશોદમાં પોણા ત્રણ ઈંચ , માણાવદરમાં અઢી ઈંચ , જામનગરમાં અઢી ઈંચ , વાંકાનેરમાં પોણા બે ઈંચ , ધ્રોલમાં પોણા બે ઈંચ , માંગરોળ – ખંભાળિયામાં દોઢ ઈંચ વરસાદ થયો હતો. એકંદરો 11 તાલુકાઓ એવા છે કે જયાં 1 થી 3 ઈંચ જેટલો વરસાદ થયો છે.

છેલ્લા 24 કલાકમાં રાજયમાં 84 તાલુકાઓમાં વરસાદ થયો હતો. જેમા દ્વ્રારકાના કલ્યાણપુરમાં 2 ઈંચ , પોરબંદરમાં દોઢ ઈંચ , અબડાસા અને રાજુલામાં 1 ઈંચ વરસાદ થયો છે.ચોમાસાની મોસમમાં અત્યાર સુધીમાં રાજયમાં સરેરાશ 21.04 ટકા વરસાદ થયો છે. જેમાં કચ્છમાં 26.02 ટકા , ઉત્તર ગુજરાતમાં 18.84 ટકા , મધ્ય – પૂર્વ ગુજરાતમાં 19.75 ટકા , સૌરાષ્ટ્રમાં 22.04 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 20.47 ટકા વરસાદ થયો છે.

Most Popular

To Top