Madhya Gujarat

કોરોનાકાળમાં માતા પિતા ગુમાવનાર બાળકને સહાય અપાઇ

આણંદ : કોરોનાકાલમાં અનેક લોકોએ પોતાના સ્વજનોને ગુમાવી દિધા છે. જેમાં નાના ભુલકા પાસેથી માતા પિતાની છત્રછાયા જતી રહેતા તેમની હાલત દયનીય બની છે. જેના પગલે આણંદ રેલ્વે ચાઈલ્ડલાઈન ૧૦૯૮ દ્વારા માતા-પિતા કે માતા અથવા પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોની મદદરૂપ થવાના હેતુથી એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત ચાઈલ્ડલાઈન દ્વારા બાળકોને રાશન કીટ, સ્કૂલબેગ, ચોપડા અને સ્ટેશનરીની સામગ્રી બાળકોને સહાય પેટે આપવામાં આવી હતી. આણંદ જિલ્લામાં કોરોના કાળના કપરા સમયમાં પોતાના માતાપિતાને ખોઈ દિધા હોય તેવા બાળકોને મદદરુપ થવા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

આ અભિયાન અંતર્ગત ચાઈલ્ડલાઈન દ્વારા આવા બાળકો માટે આણંદ રેલ્વે પરિસરમાં સહાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સહાયક કાર્યક્રમમાં ૫૦ બાળકોને રેલ્વે ચાઈલ્ડલાઈન દ્વારા રાશન કીટ, નગરપાલિકા કાઉન્સિલર (શિવમ ડેવલોપર્સ) દ્વારા સ્કૂલબેગ, ચોપડા અને રેલ્વે સ્ટેશન સુપ્રિન્ટેન્ડેન્ટ દ્વારા સ્ટેશનરીની સામગ્રી સહાય પેટે આપવામાં આવી હતી. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે આણંદ નગરપાલિકાના વોર્ડ નં.૧૧ના કાઉન્સિલર ભાવેશભાઈ સોલંકી, રેલ્વે સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટ રણજીતસિંહ, આરપીએફ પોલીસ ઇન્સપેક્ટર મહેન્દ્રસિંહ સોલંકી, જીઆરપી પ્રતિનિધિ, તેમજ રેલ્વે ચાઈલ્ડલાઈન ડાયરેકટર સૌરભ દવે, કો-ઓર્ડીનેટર અંકિતા રોન્ઝા સહીત ચાઈલ્ડલાઈન સ્ટાફ હાજર રહ્યા હતા.

બાળકો ૧૦૯૮ ટોલ ફ્રી નંબર ડાયલ કરીને ચાઈલ્ડ હેલ્પ્લાઈનનો સંપર્ક કરી શકશે

વૈશ્વિક કોરોનાની આ મહમારીમાં નાના બાળકોએ પોતાના વાલીઓ ગુમાવી દીધા છે. જેના કારણે આવા બાળકો નિરાધાર બન્યા છે. ત્યારે આવા બાળકોની મદદ કરવાના હેતુથી નાગરિકોને અભિયાનમાં અતંર્ગત ૧૦૯૮ ટોલ ફ્રી નંબર ડાયલ કરીને ચાઈલ્ડ હેલ્પ્લાઈનનો સંપર્ક કરવા અથવા તો રેલ્વે ચાઈલ્ડલાઈન ૧૦૯૮–આણંદ રેલ્વે સ્ટેશન, પ્લેટફોર્મ નંબર ૪, અને  સીટી ચાઈલ્ડલાઈન ૧૦૯૮- ત્રિભુવનદાસ ફાઉન્ડેશન, રાજોડપુરા , ચિખોદરા ઓવરબ્રીજની બાજુમાં, આણંદ – રૂબરૂ સંપર્ક કરીને તેમની મદદ કરી શકશે.

Most Popular

To Top