ઈશાન રાજ્યો મોટા ભાગે એમના અસંતોષ માટે જાણીતું છે. પણ હમણાં હમણાં એ આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્માના કારણે ચર્ચામાં છે. સતત મુસ્લિમો વિરુદ્ધ આગ ઓકતા આ મુખ્યમંત્રી ભાજપ માટે એસેટ ગણાય છે એ પણ આજના રાજકારણની બલિહારી છે. એમના તાજેતરનાં નિવેદનની ગૂંજ છેક સુપ્રીમ કોર્ટમાં સંભળાઈ છે. એક સોશ્યલ મીડિયા વીડિયો એમના માટે વિવાદનું કારણ બન્યો છે. આ વીડિયો બીજેપી અસમના સત્તાવાર એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં શર્માને એક એનિમેટેડ દૃશ્યમાં હથિયાર ચલાવતા બતાવવામાં આવ્યા હતા અને સાથે ‘પોઈન્ટ બ્લેન્ક શોટ’, ‘નો મર્સી’, ‘ફોરેનર-ફ્રી અસમ’ (વિદેશી મુક્ત અસમ) જેવાં સ્લોગન જોડવામાં આવ્યાં હતાં.
મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્માને રાઈફલથી ગોળીઓ ચલાવતા અને તે ગોળીઓ દાઢી તથા ટોપી પહેરેલા પુરુષોને વાગતી હોય તેવું બતાવવામાં આવ્યું હતું. પરંતુ ભારે ટીકા બાદ બીજા જ દિવસે એટલે કે 8 ફેબ્રુઆરીએ તેને ડિલીટ કરી દેવામાં આવ્યો હતો. માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીનાં બંને જૂથોના નેતાઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને આરોપ લગાવ્યો છે કે મુખ્યમંત્રી શર્મા સતત એવાં નિવેદનો આપી રહ્યા છે, જે એક ચોક્કસ સમુદાયને ટાર્ગેટ કરવા, ડરાવવા અને અલગ-અલગ કરવાના તેમના મિજાજને દર્શાવે છે. કોર્ટે આ મામલો સ્વીકાર્યો છે.
પણ આ માત્ર એક કિસ્સો નથી. હમણાં એમણે એક નિવેદનમાં એમ કહ્યું હતું કે, રીક્ષાવાળો મુસ્લિમ હોય તો એને ભાડામાં બે રૂપિયા ઓછા આપજો. કોઈ મુખ્યમંત્રી કઈ રીતે આવી વાત કરી શકે? અને એ કાંઈ દૂધે ધોયેલા નથી. કોન્ગ્રેસમાંથી એ ભાજપમાં આવ્યા અને મુખ્યમંત્રી બન્યા પણ એમની સામે ભ્રષ્ટાચારના અનેક કિસ્સા છે. હેમંત બિશ્વા શર્મા કોંગ્રેસમાં હતા, ત્યારે તેમનું નામ શારદા ચિટફંડ કૌભાંડમાં ઉછળ્યું હતું. ૨૦૧૪માં CBIએ તેમના ઘરે અને તેમની માલિકીની ન્યૂઝ ચેનલની ઓફિસે દરોડા પણ પાડ્યા હતા. જો કે, ૨૦૧૫માં તેઓ ભાજપમાં જોડાયા બાદ આ મામલે તપાસની ગતિ ધીમી પડી હોવાનો આક્ષેપ વિપક્ષો કરે છે.
ઉપરાંત, અમેરિકાની એક કન્સલ્ટન્સી ફર્મ ‘લુઈસ બર્જર’ પર આરોપ હતો કે તેમણે ગોવા અને અસમના જળ પુરવઠા પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય મંત્રીઓને લાંચ આપી હતી. તે સમયે હેમંત બિશ્વા શર્મા અસમના જળ સંસાધન મંત્રી હતા. ભાજપે પણ ૨૦૧૫માં આ મુદ્દે તેમના પર પ્રહારો કર્યા હતા, પરંતુ તેમના પક્ષપલટા પછી આ વાત શાંત પડી ગઈ. કોરોનાકાળ દરમિયાન હિમંત બિશ્વા શર્મા સ્વાસ્થ્ય મંત્રી હતા ત્યારે સરકારે તેમની પત્ની અને પુત્રના બિઝનેસ પાર્ટનરની કંપનીઓને બજાર ભાવ કરતાં ઊંચા ભાવે PPE કિટ અને માસ્ક સપ્લાય કરવાના કોન્ટ્રાક્ટ આપ્યા હતા. જો કે, સીએમ શર્માએ આ આરોપોને સદંતર નકારી કાઢ્યા હતા અને બદનક્ષીનો દાવો પણ કર્યો હતો અને છેલ્લે તેમના પરિવાર સાથે જોડાયેલી કંપનીઓ પર સરકારી જમીન સસ્તા ભાવે હસ્તગત કરવાના પણ આક્ષેપો થયા છે. આ મુદે્ ગોગોઈ સામે એમને બદનક્ષીનો દાવો પણ કર્યો છે.
તેઓ ઘણી વાર મુસ્લિમોને ‘મિયાં’ કહીને સંબોધે છે અને એવાં ઘણાં પગલાં લીધાં છે જે એક કોમની વિરુદ્ધ હોય. તાજેતરમાં તેમણે કહ્યું હતું કે, અસમનાં શહેરોમાં શાકભાજીના વધતા ભાવ માટે ‘મિયાં’ વેપારીઓ જવાબદાર છે. ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે એક વાર કહ્યું હતું કે, અમને મિયાં મુસ્લિમોના વોટની જરૂર નથી. આ નિવેદનની વિપક્ષો દ્વારા લોકશાહીવિરોધી અને વિભાજનકારી તરીકે ખૂબ ટીકા થઈ હતી. જો કે તેઓ પોતાના બચાવમાં કહે છે કે તેઓ કોઈ ધર્મની વિરુદ્ધ નથી, પરંતુ ‘ઘૂસણખોરો’ની વિરુદ્ધ છે.
તેઓ પોતાની રાજનીતિને ‘અસમનાં મૂળ હિતોનું રક્ષણ’ ગણાવે છે.પણ આ ધ્રુવીકરણની નીતિ છે એ સ્પષ્ટ છે અને કોઈ પણ નિવેદન માટે ભાજપ મોવડીમંડળે એમને ઠપકો આપ્યો હોય એવી એક પણ ઘટના નથી. એ ભાજપમાં આવ્યા પછી એમની સામેની બધી તપાસ બંધ થઇ ગઈ. ભાજપ દ્વારા હેમંત બિસ્વા શર્મા સામે પગલાં ન લેવા પાછળનાં મુખ્ય કારણો રાજકીય વ્યૂહરચના અને ઉત્તર-પૂર્વ ભારતમાં તેમનું કદ છે. હિમંત બિસ્વા શર્મા માત્ર અસમના મુખ્યમંત્રી નથી, પણ તેઓ નેડા [ નોર્થ ઇસ્ટ એલાયંસ) ના કન્વીનર પણ છે. સમગ્ર ઉત્તર-પૂર્વ ભારતનાં સાતેય રાજ્યોમાં ભાજપનો પગપેસારો કરવામાં અને સત્તા અપાવવામાં તેમની ભૂમિકા સૌથી મહત્ત્વની રહી છે. ભાજપ તેમને ઉત્તર-પૂર્વમાં પોતાના સૌથી મોટા ‘ટ્રબલશૂટર’ અને રણનીતિકાર માને છે.
રાજકારણમાં સૌથી મોટું પરિબળ ‘જીત’ હોય છે. હેમંત બિસ્વા શર્માએ અસમમાં ભાજપને સતત વિજય અપાવ્યો છે અને જમીની સ્તરે તેમનું સંગઠન ખૂબ મજબૂત છે. જ્યાં સુધી કોઈ નેતા પક્ષને ચૂંટણી જીતાડી શકતો હોય, ત્યાં સુધી હાઈકમાન્ડ સામાન્ય રીતે તેમની સામે પગલાં લેવાનું ટાળતું હોય છે. ભાજપ માટે હેમંત બિસ્વા શર્મા એક એવું ‘એસેટ’ (મિલકત) છે જેની સામે પગલાં લેવા તેમને રાજકીય રીતે પરવડે તેમ નથી. આવી સ્થિતિમાં ૨૦૨૬ની અસમ વિધાનસભા ચૂંટણીઓ અત્યંત રોમાંચક અને નિર્ણાયક સાબિત થવાની છે. હેમંત બિસ્વા શર્માનાં નિવેદનો અને વિવાદોની આ ચૂંટણી પર ગંભીર અસરો જોવા મળી શકે છે.
ભાજપને આશા છે કે આક્રમક હિન્દુત્વના મુદ્દે બહુમતી હિન્દુ મતદારો (ખાસ કરીને મૂળ અસમી લોકો) એકજૂથ થઈને તેમને વોટ આપશે. બીજી તરફ, આ નિવેદનો મુસ્લિમ મતદારોને બદરૂદ્દીન અજમલની પાર્ટી અથવા કોંગ્રેસ તરફ વધુ મજબૂતીથી વાળી શકે છે. આસામમાં માત્ર હિન્દુ-મુસ્લિમ જ નહીં, પણ ‘અસમી ભાષા-સંસ્કૃતિ’ બચાવવાનો મુદ્દો પણ મોટો છે. સીએમ શર્મા પોતાની છબી એવી બનાવી રહ્યા છે કે તેઓ જ ‘મૂળ અસમી’ હિતોના રક્ષક છે. જો તેઓ આ વાત ગળે ઉતારવામાં સફળ રહ્યા, તો ભાજપને મોટો ફાયદો થશે. સુપ્રીમ કોર્ટ જો એફઆઈઆર માટે કહે તો હેમંત અને ભાજપ માટે સમસ્યા થઇ શકે છે પણ એમણે વિવાદાસ્પદ વીડિયો ડીલીટ કરી નાખ્યો છે. આ સંજોગોમાં કોર્ટ એમની સામે કેવું વલણ અપનાવે છે એ મહત્ત્વનું બની જાય છે.
ગુજરાતમાં ‘આપ’ને વધુ એક ફટકો
ગુજરાત આપના ખેડૂત યુવા નેતા રાજુ કરપડાએ એકાએક પક્ષના બધા હોદા્ પરથી રાજીનામું આપી દેતાં આપને મોટો ઝટકો લાગ્યો છે. તેઓ પક્ષના કેટલાક નેતાઓ (ખાસ કરીને ગોપાલ ઈટાલિયા) થી નારાજ હતા. એ સૌથી મોટું કારણ ગણાવાય છે. હડદડ ગામે ‘કડદા પ્રથા’ (ખેડૂતો પાસેથી કપાસના વજનમાં કપાત કરવાની પ્રથા) વિરુદ્ધ આંદોલન કરવા બદલ તેમની ધરપકડ થઈ હતી અને તેઓ ૧૦૦થી વધુ દિવસ જેલમાં રહ્યા હતા. જેલમાંથી છૂટ્યાના ગણતરીના દિવસોમાં જ તેમણે પક્ષ છોડવાનો નિર્ણય લીધો. તેમણે રાજીનામાના પત્રમાં ‘વ્યક્તિગત કારણો’ દર્શાવ્યાં છે, પરંતુ સૌરાષ્ટ્રના રાજકારણમાં એવી જોરદાર ચર્ચા છે કે તેઓ આગામી સમયમાં ભાજપમાં જોડાઈ શકે છે.
એમ પણ કહેવામાં આવે છે કે, ભાજપ દ્વારા અમુક પ્રકારનું દબાણ કરવામાં આવ્યું છે. એમની સામે કેટલાક જુના કેસ પણ ચાલે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં તેમનું રાજીનામું ‘આપ’ માટે મોટો ફટકો માનવામાં આવે છે. ગઈ ચૂંટણીમાં ચોટીલા બેઠક પર જોરદાર દેખાવ કરેલો. ભાજપ પછી બીજા નંબરે હતા. આપ દ્વારા આ મુદે્ કોઈ ગળે ઊતરે એવો ખુલાસો આપ્યો નથી. અગાઉ બે ધારાસભ્યો ભૂપત ભાયાણી, ઉમેશ મકવાણાથી માંડી કરસન ભાદ્ર્કા સુધીના નેતાઓએ પક્ષમાંથી રાજીનામાં આપ્યાં છે. હવે એમાં રાજુ કરપડાનું નામ જોડાયું છે. આપ માટે એક સાંધે ત્યાં તેર તૂટે એવી સ્થિતિ સર્જાઈ છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.