Sports

દુબઈમાં ટકરાશે ભારત-પાકિસ્તાન, એશિયા કપનું શિડ્યુલ જાહેર

મુંબઈ (Mumbai): એશિયા કપ 2022નું (Asia Cup 2022) શિડ્યૂલ (Schedule) જાહેર થયું છે. બીસીસીઆઈના (BCCI) સેક્રેટરી જય શાહ (Jay Shah) દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ઓગસ્ટ મહિનાના અંતમાં આ શ્રેણી શરૂ થશે. ભારત અને પાકિસ્તાન (India Pakistan Cricket Match) વચ્ચે દુબઈમાં (Dubai) મેચ રમાડવામાં આવશે. એશિયા કપ 27 ઓગસ્ટથી શરૂ થશે અને 28 ઓગસ્ટે ભારત અને પાકિસ્તાન ટકરાશે.

ક્રિકેટ રસિકો માટે મોટા સમાચાર છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની હંમેશાથી બંને દેશોના ક્રિકેટ પ્રશંસકો આતુરતાથી રાહ જોતા હોય છે. આ વર્ષે એશિયા કપ 2022 ઓગસ્ટ મહિનામાં શરૂ થનાર છે. 27 ઓગસ્ટથી દુબઈમાં આ ટુર્નામેન્ટ શરૂ થશે. ભારત અને પાકિસ્તાન ઉપરાંત એશિયા કપમાં શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમ રમશે. એશિયા કપની પહેલી મેચ 27 ઓગસ્ટે શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે દુબઈમાં રમાડવામાં આવશે, ત્યાર બાદ રવિવારે 28 ઓગસ્ટે ભારત-પાકિસ્તાનની મેચ રમાડાશે.

ગયા વર્ષે ટી-20 વર્લ્ડકપ પછી પહેલી વાર થશે જ્યારે ભારત અને પાકિસ્તાન એક બીજા સામે ક્રિકેટ મેચ રમશે. ટી-20 વર્લ્ડકપની મેચ પણ દુબઈમાં રમાઈ હતી અને એશિયા કપની મેચ પણ દુબઈમાં રમાશે. ટી-20 વર્લ્ડકપમાં પાકિસ્તાને ભારતને 10 વિકેટથી હરાવ્યું હતું. હવે એશિયા કપમાં ભારત પાસે હારનો બદલો લેવાની તક છે.

આ વખતે એશિયા કપ T20 ફોર્મેટમાં રમાવાનો છે
અહીં પ્રથમ મેચ શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે દુબઈમાં રમાશે. ભારત અને પાકિસ્તાનની ટીમો રવિવારે (28 ઓગસ્ટ) આમને સામને થશે, ત્યારે આ મેચ પણ દુબઈમાં રમાશે. આ ઈવેન્ટમાં 27 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી ગ્રુપ મેચો રમાશે, ત્યારબાદ સુપર-4ની ટીમોની મેચો થશે જે 3 સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બર સુધી રમાશે. જ્યારે એશિયા કપ 2022ની ફાઇનલ મેચ 11 સપ્ટેમ્બરને રવિવારે રમાશે.

એશિયા કપ 2022માં ભારતની મેચો

  • 28 ઓગસ્ટ – ભારત Vs પાકિસ્તાન,
  • દુબઈ • 31 ઓગસ્ટ – ભારત Vs ક્વોલિફાઈંગ ટીમ

બીજી ટી-20માં વેસ્ટઈન્ડિઝે ભારતને 5 વિકેટથી હરાવ્યું
હાલમાં ભારતની ક્રિકેટ ટીમ વેસ્ટ ઈન્ડિઝમાં 5 મેચની ટી-20 શ્રેણી રમી રહી છે. 3 મેચની વન-ડે સિરીઝમાં વેસ્ટઈન્ડીઝને ક્લીન સ્વીપ આપ્યા બાદ ટી-20માં બે મેચ રમાઈ ચૂકી છે. પહેલી મેચ ભારતે જીતી હતી, પરંતુ સોમવારે રમાયેલી બીજી ટી-20 મેચમાં ભારતે હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય બેટ્સમેનોના નબળા પ્રદર્શનના લીધે ટીમે હારનો સામનો કરવો પડ્યો હતો. પહેલો દાવ લેવા ઉતરેલા ભારતીય બેટ્સમેનો 138 ના સ્કોર પર ઓલઆઉટ થઈ ગયા હતા. વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનોએ 5 વિકેટ ગુમાવી લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. છેલ્લી ઓવરમાં 10 રનની જરૂર હતી ત્યારે રોહિત શર્માએ બિનઅનુભવી આવેશ ખાનને બોલ સોંપી હતી. પરંતુ રોહિતનો આ દાવ ઊંધો પડ્યો હતો. છેલ્લી ઓવરમાં 3 બોલ બાકી રાખીને વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનોએ ટાર્ગેટ એચિવ કરી લીધો હતો.

Most Popular

To Top