Gujarat

વડોદરાના ડેસરની મહિલાએ આગ્રાની હોસ્પિટલમાં એલિયન જેવા બાળકને જન્મ આપ્યો

વડોદરા: વડોદરાના (Vadodara) ડેસરમાં (Desar) વર્ષોથી રહેતા મૂળ ઉત્તરપ્રદેશના (UP) પરિવારમાં મહિલાએ એક એલિયન (Alien) જેવા બાળકને (Baby) જન્મ (Birth) આપતા પરિવાર સહિત ડોક્ટરો પણ ચોંકી ગયા હતા. જગદીશ રાઠોડ અને પત્ની હેમલતાબેનના પરિવારમાં આ ત્રીજું બાળક હતું. ડોક્ટરે જગદીશને જણાવ્યું હતું કે આવું બાળક જવલ્લેજ જન્મ લેતું હોય છે. એલિયન જેવું દેખાતું બાળક જન્મના બે કલાક બાદ અંતિમ શ્વાસ લીધા હતો.

મળતી માહિતી અનુસાર જગદીશ રોઠડ મૂળ ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લા જાલોનનો વતની છે અને 6 વર્ષથી વડોદરાના ડેસર ખાતે તેના પરિવાર સાથે રહે છે. પત્ની હેમલતા અને બે સંતાન ગગન અને તનુષ્કા સાથે ડેસર ખાતે રહે છે. જગદીશભાઈ પાણીપુરીનો ધંધો કરી પરિવાનું ગુજરાન ચલાવે છે. જગદીશની પત્ની હેમલતા બેન પ્રેગ્નેન્ટ હોવાથી તેમની તકલીફ પડતા તેમને સાવલી ખાતે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તેમની સોનોગ્રાફી કરાવી હતી. ત્યાર બાદ 27 જુલાઈએ વડોદરાથી ફિરોઝાબાદ લઈ જવામાં આવ્યા હતા. ડિલેવરીનો સમય નજીક આવતા હેમલતાબેનને આગ્રાની લોકહિમત હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

આગ્રાની હોસ્પિટલમાં નોર્મલ ડિલેવરીની રાહ જોયા બાદ હેમલતાબેનનું સીઝર કરવામાં આવ્યું હતું. બાળકને જોઈને ડોક્ટર પણ ચોંકી ગયા હતા. કારણ કે બાળક મગજ વગર એલિયવ જેવું દેખાતું હતું. ડોક્ટર સહિત પરિવાર બાળકને જોઈને ચિંતાતુર બન્યા હતા. હોસ્પિટલમાં એલિયન જેવા બાળકનો જન્મ થતા જ લોકોને કૂતુહલ થતા બાળકને જોવા માટે ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જો કે જન્મ થયાના બે કલાકમાં જ બાળકનું મૃત્યુ થયું હતું.

જાણો બાળક વિશે ડોક્ટરે શું કહ્યું?
લોકહિમત હોસ્પિટલમાં એલિયન જેવા બાળકનો જન્મ થતા ડોક્ટરે હકીકત જણાવી હતી. ડોક્ટરે કહ્યું હતું કે બાળક મગજ વગરનું જન્મ્યું હતું. બાળકમાં મગજની ઉણપ દેખાઈ રહી હતી. ડોક્ટરે કહ્યું કે આવા બાળકનો જન્મ જવલ્લેજ થાય છે. તમને જણાવી દઈએ કે આ અગાઉ વાપીમાં પણ 4 મહિના પહેલા એક મહિલાએ એલિયન જેવા દેખાતા બાળકને જન્મ આપ્યો હતો. વાપીના ડુંગરા હદ વિસ્તારમાં રહેતા પરિવારની મહિલાની નોર્મલ ડિલેવરી હતી. મહિલાએ 8 માસમાં જ બાળકને જન્મ આપ્યો હતો. બાળક જ્યારે જન્મ્યું ત્યારે ડોક્ટર સહિત પરિવાર પણ ચોંકી ગયા હતા. કારણ કે બાળક મોટી મોટી આંખ અને દાત સાથે જન્મ્યું હતું. જો કે આ બાળકનું પણ થોડાક સમયમાં જ મૃત્યુ થયું હતું.

Most Popular

To Top