Sports

એશિયા કપમાંથી આઉટ ભારત આજે ખામીઓ સુધારવા અફઘાનિસ્તાન સામે મેદાને પડશે

દુબઈ: ફાઈનલની ( Fainal )રેસમાંથી લગભગ બહાર,(Out) ભારતીય ક્રિકેટ ટીમ (Indin Cricket Team) ગુરુવારે અહીં અફઘાનિસ્તાન (Afghanistan) સામેની એશિયા કપ (Ashia Cup) સુપર ફોરની ( Supar For) મેચમાં ટી-20 વર્લ્ડ કપ પહેલા પોતાની ખામીઓ સુધારવા માટે મેદાનમાં ઉતરશે. ભારતીય ટીમ હજુ સુધી સુપર ફોર સ્ટેજમાં તેની સંપૂર્ણ ક્ષમતા મુજબ પ્રદર્શન કરી શકી નથી. આ ઉપરાંત પાકિસ્તાન અને શ્રીલંકા સામેની સતત હાર માટે નબળી ટીમ પસંદગીને પણ જવાબદાર ઠેરવી શકાય છે.

ટીમ પાસે કોઈ વ્યૂહરચના માટે બીજી યોજના હોય તેવું લાગતું નથી
વર્તમાન ભારતીય ટીમની રણનીતિમાં લવચીકતાનો અભાવ જોવા મળી રહ્યો છે અને આવી સ્થિતિમાં કોચ રાહુલ દ્રવિડની નીતિઓ પર આંગળીઓ ઉઠાવવામાં આવે છે. એવું લાગે છે કે દ્રવિડ ટીમ પસંદગીના સંદર્ભમાં કેટલાક કડક નિર્ણયો લેવા આતુર છે કારણ કે ટીમ પાસે કોઈ વ્યૂહરચના માટે બીજી યોજના હોય તેવું લાગતું નથી. આવી પરિસ્થિતિઓમાં, તેણે અફઘાનિસ્તાનનો સામનો કરવો પડશે જેમાં રાશિદ ખાન, મુજીબ ઝદરાન, મોહમ્મદ નબી, હઝરતુલ્લા ઝેઝાઈ અને રહેમાનુલ્લા ગુરબાઝ જેવા મજબૂત ટી-20 ખેલાડીઓ છે.
આ એક એવી ટીમ છે જે પોતાના પાવર હિટરના જોરે 170 રનના ટાર્ગેટનો પીછો પણ કરી શકે છે અને રશીદ જેવા બોલરની આગેવાનીમાં વિરોધી ટીમને ઓછા સ્કોર સુધી અટકાવી પણ શકે છે. આ ટીમની સામે એક જ બાબત એ છે કે તેમને મોટી ટીમોનો સતત સામનો કરવાની તક મળતી નથી. તેની પાસે અનુભવનો અભાવ છે. પરંતુ ટી-20 એક એવું ફોર્મેટ છે જેમાં કોઇ એક ખેલાડી મેચનો માહોલ બદલી શકે છે. અફઘાનિસ્તાન પાસે એવા ઘણા ખેલાડીઓ છે જેઓ એકલા હાથે મેચનું પાસુ પલટાવી શકે છે.
અન્ય વિકલ્પો અજમાવવામાં કોઈ રસ દાખવ્યો નથી
જ્યાં સુધી ભારતનો સંબંધ છે, મુખ્ય કોચ દ્રવિડ અને કેપ્ટન રોહિત શર્માએ બેટિંગ ક્રમ બદલવા અને અન્ય વિકલ્પો અજમાવવામાં કોઈ રસ દાખવ્યો નથી. તે જોવાનું રસપ્રદ રહેશે કે દિનેશ કાર્તિકને ઋષભ પંતના સ્થાને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવે છે કે દીપક હુડાને સ્થાને. હુડાને શ્રીલંકા સામે સાતમા નંબર પર બેટિંગ કરવા મોકલવામાં આવ્યો હતો અને બાદમાં તેને બોલિંગ પણ અપાઇ નહોતી. રેસમાંથી લગભગ બહાર, ભારતીય ક્રિકેટ ટીમ ગુરુવારે અહીં અફઘાનિસ્તાન સામેની એશિયા કપ સુપર ફોરની મેચમાં ટી-20 વર્લ્ડ કપ પહેલા પોતાની ખામીઓ સુધારવા માટે મેદાનમાં ઉતરશે. ભારતીય ટીમ હજુ સુધી સુપર ફોર સ્ટેજમાં તેની સંપૂર્ણ ક્ષમતા મુજબ પ્રદર્શન કરી શકી નથી. આ ઉપરાંત પાકિસ્તાન અને શ્રીલંકા સામેની સતત હાર માટે નબળી ટીમ પસંદગીને પણ જવાબદાર ઠેરવી શકાય છે.

Most Popular

To Top