Sports

વર્લ્ડકપ માટે 95 ટકા ટીમ નક્કી, હજુ કેટલાક સવાલોના જવાબ શોધવા જરૂરી : રોહિત શર્મા

દુબઈ: એશિયા કપમાંથી (Asia Cup) બહાર ( Out ) થવાના આરે રહેલી ભારતીય ક્રિકેટ ટીમ ( India Cricket Tim) તેના ખરાબ પ્રદર્શન ( Performance ) માટે ટીકાઓનો સામનો કરી રહી છે પરંતુ કેપ્ટન રોહિત શર્માનું ( Rohit Sharma ) કહેવું છે કે ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ટી-20 વર્લ્ડ કપ માટે ટીમ લગભગ નક્કી થઇ ચુકી છે, જો કે હજુ કેટલાક સવાલોના જવાબો શોધવા જરૂરી છે.અસ્વસ્થ અવેશ ખાન અને ઇજાગ્રસ્ત રવિન્દ્ર જાડેજાની ગેરહાજરીમાં, ભારત પાસે ભુવનેશ્વર કુમાર અને અર્શદીપ સિંહમાં માત્ર બે ઝડપી બોલર છે. ઝડપી બોલિંગનો ત્રીજો વિકલ્પ હાર્દિક પંડ્યા છે. આક્રમણમાં તિક્ષ્ણતાના અભાવે ભારત એશિયા કપ સુપર ફોરમાં પાકિસ્તાન અને શ્રીલંકા સામે હારી ગયું હતું.

વર્લ્ડ કપ માટે 90 થી 95 ટકા ટીમ નક્કી છે :રોહિત શર્મા

ભારતીય બોલરો અનુક્રમે 181 અને 173 રનનો બચાવ કરી શક્યા ન હતા. શ્રીલંકા સામેની હાર બાદ રોહિતે કહ્યું કે, અમારી પાસે વર્લ્ડ કપ માટે 90 થી 95 ટકા ટીમ નક્કી છે. કેપ્ટને કહ્યું કે તે એશિયા કપમાં કેટલાક પ્રયોગો કરીને જોવા માગતા હતા કે જો ચાર નિષ્ણાત બોલરોનો ઉપયોગ કરવામાં આવે તો શું થાય.

અમે હજુ તેનો જવાબ શોધી રહ્યા છીએ

રોહિતે કહ્યું હતું કે જ્યારે તમે પ્રયોગો વિશે વાત કરો છો, તો અમે કેટલીક અજમાયશ કરવા માગતા હતા. જો તમે એશિયા કપ પહેલા અમારા કોમ્બિનેશન પર નજર નાખો તો અમે ચાર ફાસ્ટ બોલર અને બે સ્પિનરો સાથે રમી રહ્યા હતા. આમાં અન્ય સ્પિનર ​​ઓલરાઉન્ડર હતો. હું હંમેશા પ્રયાસ કરવા માંગતો હતો અને જો આપણે ત્રણ ઝડપી બોલરો અને બે સ્પિનરો સાથે રમીએ તો શું થાય છે. તેમાંથી ત્રીજો સ્પિનર ​​ઓલરાઉન્ડર હશે. અમે હજુ તેનો જવાબ શોધી રહ્યા છીએ.

શુ ભારત હજુ પણ ફાઈનલમાં પ્રવેશી શકે છે ? 

 ગ્રુપ સ્ટેજમાં અજેય રહેલી ભારતીય ટીમને સુપર ફોરમાં સતત બીજી હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાન બાદ હવે શ્રીલંકાએ  પણ તેને 6 વિકેટે હરાવ્યું છે. આ હાર બાદ તેની એશિયા કપ 2022ની ફાઈનલ રમવાની આશાઓ ધૂળમા મળી રહી હોય તેમ લાગી રહ્યું છે. સવાલ એ ઊભો થયો છે કે હવે ટીમ ઈન્ડિયા ફાઈનલ કેવી રીતે રમશે ? કારણ કે, હવે ઘણા જો અને તો તેમાં જોડાઈ ગયા છે. પરંતુ, મામલો એક જ છે કે જો અને તો નો જવાબ મળી જાય તો, હાલમાં રેસમાંથી બહાર દેખાતી ટીમ ઈન્ડિયા ફાઈનલ રમી શકે છે.

Most Popular

To Top