Gujarat

કેન્દ્રએ કહ્યું, 18થી 44 વર્ષના લોકો સ્થળ પર રજીસ્ટ્રેશન કરાવી રસી લઈ શકશે

નવી દિલ્હી: (Delhi) દેશમાં ફરી 18થી 44 વર્ષના વયજૂથ માટે રસીકરણ (Vaccination) અભિયાન તેજ થયો છે. ગુજરાત રાજ્યમાં 18 થી 44 વર્ષના લોકોને હવે દરરોજ એક લાખ લોકોને વેક્સિન આપવામાં આવશે. ગુજરાત સરકારે હાલ અઠવાડિયા સુધી વેક્સિનેશનની વ્યવસ્થા કરી છે. ત્યારે વેક્સિનેશન બાબતે વધુ એક સમાચાર આવ્યા છે. પહેલા 18થી 44 વર્ષના લોકોએ રસી મેળવવા માટે કોવિન પોર્ટલથી એપોઈન્ટમેન્ટ લેવું જરૂરી હતુ પરંતુ હવે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે (Union Ministry of Health) આ નિયમને બદલી નાખ્યો છે. આ વયના લોકો માટે હવે કોઈ ઓનલાઇન એપોઈન્ટમેન્ટની (Appointment) જરૂર નથી. નવા નિયમ મુજબ, આ લોકો વેક્સિનેશન સેન્ટર પર જઇને નોંધણી કરાવી શકશે અને એપોઇન્ટમેન્ટ લઈ શકશે. આ સુવિધા હાલમાં સરકારી વેક્સિનેશન સેન્ટરો પર આપવામાં આવશે. જોકે ગુજરાત સરકારે હાલ આ નિયમ લાગૂ કર્યો નથી. ગુજરાતમાં વેક્સિનેશન માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન જ કરાવવું પડશે. રાજ્ય સરકાર તરફથી હજુ કોઈપણ ફેરફાર કરવામાં આવ્યા નથી તેવું આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિએ જણાવ્યું છે.

કેન્દ્રએ આ સૂચના તમામ રાજ્યોને મોકલી છે અને તેમને સ્થળ પર નોંધણી સુવિધા શરૂ કરવા જણાવ્યું છે. રાજ્યો દ્વારા આપવામાં આવેલ અલગ અલગ સૂચનો અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા 18-44 વર્ષના લોકોને રસીકરણ માટે મળેલ ઇનપુટના આધારે કેન્દ્ર સરકારે હવે ઓન સાઈન રજિસ્ટ્રેશન અને સપોર્ટિંગ ગ્રુપ રજિસ્ટ્રેસનની સુવિધા આપવાનો નિર્ણય કર્યો છે. ઓનલાઈન સ્લોટ બુક કરાવ્યા બાદ લોકો રસી લેવા ન આવે અને દિવસના અંતે કેટલાક ડોઝ વધ્યા હોય તો એવા કેસમાં રસી બરબાદ થતી અટકાવવા માટે લાભાર્થિઓને સાઈટ પર જ રજિસ્ટ્રેશન કરી રસી આપી દેવાશે.

આ તરફ ગુજરાતનાં આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે રાજ્યમાં 18 થી 44 વયના લોકો માટે કોરોના વેક્સીનેશન હવે ઓનલાઇન રજીસ્ટ્રેશન વિના ઓન સ્પોર્ટ રજીસ્ટ્રેશનથી થઇ શકશે તેવા જે અહેવાલો પ્રચાર માધ્યમોમાં વહેતા થયા છે તેમાં કોઇ તથ્ય નથી. તેમણે જણાવ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા હાલ જે રીતે વેક્સીનેશનની પ્રક્રિયા પ્રાયોર રજીસ્ટ્રેશનથી સ્થળ, સમય અને તારીખ આપીને કરવામાં આવે છે તે જ પ્રક્રિયા હાલ રાજ્યમાં યથાવત છે. રાજ્ય સરકારે હાલની વેક્સીનેશન માટે વેબસાઇટ અને એપના માધ્યમથી રજીસ્ટ્રેશનની જે પદ્ધતિ છે તે યથાવત રાખેલી છે.

ઘણાં રાજ્યોમાંથી વેક્સિન માટે સ્લોટ બુક કરાયા પછી પણ લોકો વેક્સિનેશન સેન્ટર સુધી પહોંચતા ન હતા. એવામાં વેક્સિનના વેસ્ટેજની બાબતો વધી રહી હતી. આ અહેવાલોના આધારે જ કેન્દ્રએ આ નિર્ણય લીધો છે. CoWIN એપ પર એક મોબાઈલથી ચાર લાભાર્થિઓનું રજિસ્ટરેશન થઈ શકે છે. આરોગ્ય સેતુ અને ઉમંગ જેવી એપના માધ્યમથી રસિસ્ટ્રેશન અને અપોઈન્ટમેન્ટ આપવામાં આવે છે. 

આ લોકોને પુરાવા આપવાની જરૂર નથી

રજિસ્ટ્રેશનના સમયે ઓળખના પુરાવા તરીકે આધાર કાર્ડ, વોટર આઈડી, પાસપોર્ટ, લાઈસન્સ, પાન કાર્ડ, એનપીઆર સ્માર્ટ કાર્ડ અથવા પેંશન દસ્વાતેજનો નંબર નોંધાવવો ફરજિયાત છે. જોકે, દેશમાં કેટલાક લોકો એવા પણ છે, જેની પાસે ફોટો ઓળખ પત્ર જ નથી. એવા લોકો માટે પણ રસી લઈ શકે તે માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગાઈડલાઈન બહાર પાડી છે. જે અનુસાર મંત્રાલયે એવા લોકોના ગ્રુપની ઓળખ કરી છે, જેમની પાસે સામાન્ય રીતે કોઈ ઓળખ પત્ર નથી હોતા. તેમાં જુદા જુદા ધર્મોના સાધુ-સંત, જેલના કેદી, વૃદ્ધાશ્રમના લોકોસ ભિખારી, પુનર્વાસ કેન્દ્રોમાં રહેતા લોકો સામેલ છે. આ લોકોને ઓળખપત્ર વગર પણ રસી આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

Most Popular

To Top