World

અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા, હત્યારાઓએ ગોળી મારી સ્ટોરમાં લૂંટ ચલાવી

અમેરિકા: અમેરિકામાં (America) વધુ ગુજરાતી (Gujarati) યુવકની હત્યા (Murder) કરાઈ હોવાની ઘટના સામે આવી છે. લૂંટના ઈરાદે આવેલા શખ્સોએ પોઈન્ટ બ્લેન્કથી ગોળી ધરબીને હત્યા કરી હોવાનો સીસીટીવી (CCTV) ફૂટેજ સામે આવ્યા છે. મૂળ આણંદના વતની પ્રેયસ પટેલને શોપમાં ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે આણંદ જિલ્લાના મૂળ સોજીત્રાના વતની પ્રેયસ પટેલ છેલ્લા કેટલાય સમયથી અમેરિકામાં સ્થાયી થયા હતા. ત્યારે તેઓ અમેરિકાના ન્યૂપોર્ટ ન્યૂઝ કન્વિનિયન્સ સ્ટોરમાં બુધવારે રાત્રે કામ કરી રહ્યા હતા. આ દરમિયાન લૂંટના ઈરાદે કેટલાક શખસો શોપમાં ધસી આવ્યા હતા. સ્ટોરમાં લૂંટના ઈરાદે ઘૂસેલા શખસોએ ગોળીઓ વરસાવી હતી. જેમાં બે કામદારોના મોત થયા છે. ઘટનાની જાણ થતા જ ક્લીન ક્રિક પાર્કવેના 1400 બ્લોક પર કન્વિનિયન્સ સ્ટોર પર પોલીસને બોલાવવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી સ્ટોરમાં બે વ્યક્તિ અંદર લોહીલૂહાણ હાલતમાં પીડાતા હતા અને બંને કામદારોને ગોળીઓ વાગી હતી. પરંતુ બંને વ્યક્તિને પ્રાથમિક સારવાર મળે તે પહેલા જ બંનેના મોત થયા હતા. બે કામદારોમાંથી એક મૃતક યુવક મૂળ આણંદનો વતની પ્રેયસ પટેલ હોવાનું સામે આવ્યું હતું તેમજ એક લોગન એડવર્ડ થોમસ હોવાનું સામે આવ્યું છે.

આ ઘટનામાં પોલીસે ઝીણવટપૂર્વક તપાસ કરતા જાણવા મળ્યું છે કે લૂંટારોએ બંદૂકની અણી લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો અને સ્ટોરમાં બે કામદારોને ગાળી મારી હતી. પોલીસ જ્યારે પહોંચી ત્યારે જોયું તો બે લોકો બંદૂકની ગોળીથી ઘાયલ હાલતમાં પડ્યા હતા. જેમાં ઇજાગ્રસ્તોનું ઘટનાસ્થળ પર જ મૃત્યુ થયું હોવાનું ડોક્ટરે જણાવ્યું હતું. ત્યાર બાદ તેમની ઓળખ યોર્કટાઉનના 52 વર્ષીય પ્રેયસ પટેલ અને ન્યૂપોર્ટ ન્યૂઝના 35 વર્ષીય લોગન એડવર્ડ થોમસ હોવાનું સામે આવ્યું હતું. આ ઘટનામાં એક ભારતીય અને અન્ય અમેરિકન નાગરિક બંનેનાં મૃત્યુ થયાં હતાં. લૂંટના ઈરાદે હત્યા કરી ભાગેલા હત્યારાને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે તેમજ સંદિગ્ધ વ્યક્તિઓની ધરપકડનો સિલસિલો શરૂ કરી દેવામાં આવ્યો છે.

છેલ્લા કેટલાક સમયથી અમેરિકામાં ભારતીય યુવાનોની લૂંટના ઇરાદે હત્યા કરાતી હોવાના બનાવો વારંવાર બનતા રહે છે. જેમાં વધુ એક ગુજરાતી યુવાનની હત્યાની ઘટના સામે આવી છે. મૂળ સોજીત્રાના વતની પ્રેયસ પટેલ છેલ્લાં કેટલાંક વર્ષોથી અમેરિકામાં સ્થાઇ થયા હતા. આ ઘટનાની જાણ થયા બાદ આણંદ ખાતે રહેતાં તેમનાં પરિવારજનો શોક ડૂબી ગયા છે. મૃતકના નાનાભાઇ અને વિદ્યાનગર ભાજપ શહેર પ્રમુખ તેજસ પટેલ સહિતનાં કેટલાંક પરિવારજનો અમેરિકા જવા રવાના થયાં હતાં.

Most Popular

To Top