Dakshin Gujarat

અંકલેશ્વર: નશામાં ધૂત ઇકો કાર ચાલકે કાર પલ્ટી દેતા એકનું મોત, બે ઘાયલ

અંકલેશ્વર: (Ankleshwar) અંકલેશ્વરના જીતાલી સેંગપુર માર્ગ (Road) પર નાશમાં ધૂત ઇકો કાર ચાલકે ઇકો કાર (Eeco Car) પલ્ટી મારતા એક વ્યક્તિનું ઘટના સ્થળે કરુણ મોત નિપજવા પામ્યું હતુ. જયારે બે લોકો ઘાયલ (Injured) થયા હતા. તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

  • અંકલેશ્વર જીતાલી સેંગપુર રોડ પર બની હિટ એન્ડ રનની ઘટના
  • નશામાં ધૂત ઇકો કાર ચાલકે ઇકો કાર મારી પલ્ટી
  • એકનું ઘટના સ્થળે મોત ડ્રાઈવર સહીત વધુ એકને ઇજા
  • ઈજાગ્રસ્તને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડાયા

મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના જીતાલી સેંગપુર માર્ગ પરથી ઝઘડિયા GIDCમાં જતા નશામાં ધૂત ઇકો કાર નંબર GJ 16 CN 7150ના ચાલકે કાર પલ્ટી મારી હતી. જેને લઇ કારમાં સવાર 23 વર્ષીય ઝીલકુમાર શૈલેષ પટેલનું ગંભીર ઇજાના પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નિપજવા પામ્યું હતુ. જયારે ચાલક જયેશ વસાવા અને અન્ય એક ઇકો કાર સવાર કુલદીપસિંહ ચૌહાણને નાની મોટી ઈજાઓ પહોંચતા સારવાર અર્થે 108 મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ મામલે અંકલેશ્વર તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબ્જો મેળવી પી. એમ અર્થે ખસેડી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

સોનગઢ સ્ટેશન રોડ ઉપર પાર્ક કરેલી ટ્રોલી પાછળ મોપેડ અથડાતાં ચાલકનું મોત
વ્યારા: સોનગઢ સ્ટેશન રોડ ઉપર પાર્ક કરેલી ટ્રોલી પાછળ મોપેડ અથડાતાં ચાલકનું મોત નીપજ્યું છે. સોનગઢ પાલિકાનું કામ ચાલતું હોવાથી ત્યાં ટ્રોલી ઊભી રાખવામાં આવી હતી. આ ટ્રોલી સાથે નરેન્દ્ર મોરે અથડાયો હતો. જેમાં તેને ગંભીર ઈજા થઈ હતી.

સોનગઢની અવતાર રેસિડેન્સીમાં રહેતો ૩૧ વર્ષિય નરેન્દ્ર હીરામણ મોરે ગત તા.૨૭ ફેબ્રુઆરીએ મોપેડ નં.(જીજે ૨૬ એચ ૬૧૪૪) ઉપર સ્ટેશન રોડ થઈ પોતાના ઘરે જઈ રહ્યો હતો. ત્યારે રાત્રે ૯:૩૦ વાગ્યાના અરસામાં સર્વોદયનગર-૧ના ગેટ સામે રોડની સાઈડે પાર્ક કરેલા ટ્રેક્ટરની ટ્રોલી સાથે આ મોપેડ ધડાકાભેર અથડાઈ હતી, જેમાં નરેન્દ્ર મોરેને ગંભીર ઇજા થતાં તાત્કાલિક સોનગઢ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તબિયત નાજૂક હોવાથી વધુ સારવાર માટે તેને વ્યારા જનરલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં મોડી રાત્રે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મોતને ભેટનાર નરેન્દ્ર હીરામણ મોરે બજારમાં સાંઈ કૃપા હેર આર્ટ નામની દુકાન ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો, તેવું જાણવા મળ્યું છે.

Most Popular

To Top