National

દારૂ ઉત્પાદકોને લાભ અપાવવા માટે AAPના નેતાઓએ મિલીભગત કરી : બિક્રમ મજીઠિયા

નવી દિલ્હી: એક તરફ સમગ્ર દેશમાં દિલ્હીનો (Delhi) લીકર કેસ ચર્ચામાં ચાલી રહ્યો છે તેવા સમયે હવે બીજેપીના (BJP) નેતાએ પંજાબમાં (Punjab) પણ ઈડીના (ED) દરોડા (Raid) પડવાની વાત કહી છે. દિલ્હીના આ કેસનાં છાંટા પંજાબ સુઘી પડ્યા હોવાની જાણકારી સામે આવી છે.

સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે દિલ્હીનો શરાબ ધોટાળા કેસની તપાસ પંજાબ સુધી થઈ શકે છે. ભાજપના નેતા મનજિંદર સિંહે આ સંકેત આપ્યાં છે. એંધાણ છે કે ઈડી નજીકના સમયમાં પંજાબમાં દરોડા પાડી શકે છે. કારણકે પંજાબમાં પણ આ નીતિ લાગુ પાડવામાં આવી હતી જેના સંદર્ભે ઈડી લોકોની પૂછપરછ કરી શકે છે.

આ ઉપરાંત શિરોમણી અકાલી દળના નેતા બિક્રમ મજીઠિયાએ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા પર નિશાન સાધતા કહ્યું કે, દિલ્હી દારૂ નીતિ કૌભાંડમાં ચાલી રહેલી સીબીઆઈ તપાસનો વ્યાપ પંજાબ સુધી લંબાવવો જોઈએ. તેમણે કહ્યું કે આ નીતિ બનાવવામાં પંજાબના નેતાઓનો પણ હાથ છે. આ કેસમાં મની લોન્ડરિંગના આરોપોની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા અલગથી તપાસ થવી જોઈએ, એમ તેમણે ઉમેર્યું હતું.

મજીઠિયાએ ટ્વીટ કર્યું હતું કે સીબીઆઈએ વરિષ્ઠ અધિકારીઓ અને AAP નેતાઓની ભૂમિકાની તપાસ કરવી જોઈએ જેમણે તિજોરીના ખર્ચે પસંદગીના દારૂ ઉત્પાદકોને મોટો લાભ અપાવવા માટે મિલીભગત કરી હતી. મજીઠિયાએ કહ્યું કે પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તપાસ એજન્સીઓને તેમનું કામ કરવા દેતા નથી કારણ કે તેમને લાગ્યું કે તપાસ તેમના સુધી પહોંચી શકે છે.

ભાજપના નેતા મનજિંદર સિંહનું કહેવું છે કે તેઓએ ઈડી સમક્ષ પોતાની રજૂઆત કરી અને ત્યારપછી ધણાં અધિકારીઓને સમન પણ મોકલવામાં આવ્યા છે. આ અંગેની જાણકારી તેઓએ ટ્ટિટ કરીને આપી છે. તેઓએ જણાવ્યું કે દિલ્હીમાં મનિષ સિસોદીયા સામે કેસ દાખલ થયા પછી તેમણે ઈડી અને સીબીઆઈને 13 સપ્ટેમ્બર 2022નાં રોજ પોતાની ફરિયાદ નોંધાવી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે કેવી રીતે આ નીતિ તૈયાર કરવામાં આવી હતી તેમજ આ અંગે મનિષ સિસોદીયાએ દિલ્હીમાં પોતાના ઘરે બેઠક પણ બોલાવી હતી. મનજિંદર સિંહે આરોપ લગાવ્યો છે કે મનિષ સિસોદીયાના ઘરે જે બેઠક બોલાવવામાં આવી હતી તેમાં પંજાબના પણ ધણાં અધિકારીઓ પહોંચ્યા હતાં.

Most Popular

To Top