National

‘હેપ્પી બર્થ ડે પપ્પા.. સોરી’, લખી એરફોર્સમાં તાલીમ લેતા ભાવનગરના યુવાનનો આપઘાત

ભાવનગર: (Bhavnagar) ગ્વાલિયરમાં (Gwalior) એરફોર્સની (Air force) તાલીમ (Training) લઈ રહેલા ભાવનગરના 25 વર્ષીય યુવાને રહસ્યમય સંજોગોમાં ફાંસો ખાઈ આપઘાત (Suicide) કરી લેતા ચકચાર મચી ગઈ છે. આપઘાત કરતા પહેલાં યુવાને પિતાને સંબોધીને એક પત્ર લખ્યો હતો, જેમાં હેપ્પી બર્થ ડે પપ્પા.. સોરી, એમ લખ્યું હતું. યુવાનના આપઘાત પાછળનું કારણ જાણી શકાયું નથી.

  • ભાવનગરના 25 વર્ષીય જયદત્તસિંહ ગ્વાલિયરમાં ફ્લાઈંગ સ્કવોડની ટ્રેનિંગ લઈ રહ્યાં હતાં
  • બુધવારે સવારે હોસ્ટેલના રૂમમાંથી ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો
  • જયદત્તસિંહના આપઘાતનું કારણ જાણી શકાતું નથી, પોલીસે તપાસ શરૂ કરી

ભાવનગરના 25 વર્ષીય જયદત્તસિંહે એરફોર્સમાં ફ્લાઈંગ ઓફિસરની તાલીમ લઈ રહ્યાં હતાં. એન્જિનિયરીંગનો અભ્યાસ પૂરો કર્યા બાદ તેઓની એરફોર્સમાં પસંદગી થઈ હતી. જયદત્તસિંહ બે વર્ષની તાલીમ માટે ગ્વાલિયર ગયા હતા. તેઓ ગ્વાલિયર એરફોર્સના ઓફિસર મેસમાં આવેલી હોસ્ટેલમાં જ રહેતા હતા. બુધવારે સવારે તેઓ ફરજ પર હાજર નહીં થતા સાથી કર્મચારીઓ તેમના રૂમ પર ગયા હતા. ત્યારે દરવાજો અંદરથી બંધ હતો, તેથી સાથી કર્મચારીઓએ બારીમાંથી અંદર તપાસ કરી હતી, ત્યારે જયદત્તસિંહ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.

વધુમાં જાણવા મળ્યા અનુસાર 25 વર્ષીય જયદત્તસિંહ અપરિણીત હતા. તેઓ ઓફિસર બનવા માટે ઘણી મહેનત કરતા હતા. આપઘાત કર્યો ત્યારે તેમના કાનમાં ઈયરફોન હતા જેથી તેઓ કોઈની સાથે વાત કરતા હતા તેવું અનુમાન છે. પરંતુ તે હજુ સુધી જાણી શકાયું નથી. તેમના મૃતદેહ પાસેથી એક સ્યૂસાઈડ નોટ મળી હતી, જેમાં હેપ્પી બર્થ ડે પપ્પા.. સોરી એવા શબ્દો લખ્યા હતા. પોલીસ સ્યૂસાઈડ નોટના આધારે તપાસ કરી રહી છે.

બુધવારે આપઘાત કરી લીધા બાદ શુક્રવારે તેમનો મૃતદેહ ભાવનગર લાવવામાં આવ્યો હતો. જયદત્તસિંહ સરવૈયાને શ્રદ્ધાંજલિ પાઠવવા મોટી સંખ્યામાં લોકો ભાવનગર એરપોર્ટ પર ભેગા થયા હતા. ક્ષત્રિય સાંજના આગેવાનો તેમજ ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ એરપોર્ટ પર ઉપસ્થિત રહીને શ્રદ્ધાંજલિ આપી હતી. ભાજપના ક્ષત્રિય નેતા દિગ્વિજયસિંહ ગોહિલે શ્રદ્ધાંજલિ પાઠવતા કહ્યું હતું કે, જયદત્તસિંહ પ્રતિભાશાળી તેજસ્વી યુવાન હતો. ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી અમારા સમાજનો તે એક માત્ર એવો યુવાન હતો જેનું એરફોર્સમાં કલાસ વન ઓફિસર તરીકે સિલેકશન થયું હોય. તેના અકાળ મૃત્યુથી સમસ્ત સમાજ આઘાતમાં છે.

Most Popular

To Top