SURAT

સુરતીઓ માટે આનંદના સમાચાર, આ પ્રિમીયમ એરલાઈન કંપની સુરતમાં ફ્લાઈટ શરૂ કરશે

સુરત: (Surat) સુરતમાં વધુ એક એરલાઈન્સ તેની એર સર્વિસ (Air Service) શરૂ કરવા જઈ રહી છે. ભારતની પ્રિમીયમ એરલાઈન એર વિસ્તારા (Air Vistara) ટૂંક સમયમાં સુરત એરપોર્ટ (Surat Airport) પર ડોમેસ્ટીક ફ્લાઈટ્સ (Domestic Flights) શરૂ કરશે તેવી માહિતી વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રુપ (We Work For Working Airport Group) પાસેથી જાણવા મળી છે. એરલાઈન્સ દ્વારા સુરત એરપોર્ટ પર ડોમેસ્ટીક ફ્લાઈટ્સ શરૂ કરવા માટેની તમામ ઔપચારિકતાઓ પૂરી કરી લેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

વી વર્ક વર્કિંગ એરપોર્ટ ગ્રુપ દ્વારા છેલ્લાં 3 વર્ષ કરતા વધુ સમયથી એર વિસ્તારા સાથે સુરતમાં ફ્લાઈટ શરૂ કરવા બાબતે ચર્ચા કરવામાં આવી રહી હતી. ગ્રુપ દ્વારા ત્રણ વર્ષ પહેલાં એર વિસ્તારાના દિલ્હી સ્થિત ઓફિસમાં વાઈસ પ્રેસિડેન્ટ વિશેષ ખન્ના સાથે વન ટુ વન મિટીંગ કરી આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. ત્યારથી જ વી વર્ક વર્કિંગ એરપોર્ટ ગ્રુપના સભ્યો દ્વારા એર વિસ્તારા કંપનીને સુરત-દિલ્હી ફ્લાઈટ શરૂ કરવા મનાવવા અનેક પ્રયાસો પાછલા ત્રણ વર્ષમાં કરાયા હતા, જે આખરે સફળ નીવડ્યા છે.

સુરત-દિલ્હી ફ્લાઈટ શરૂ કરવા માટેની તમામ તૈયારી એર વિસ્તારા દ્વારા કરી લેવાઈ છે અને ટૂંક સમયમાં એરલાઈન કંપની દ્વારા તેની ઘોષણા કરવામાં આવી શકે છે. વી વર્ક વર્કિંગ એરપોર્ટ ગ્રુપ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર પ્રિમીયમ એરલાઈન કંપની એર વિસ્તારા પ્રથમ તબક્કામાં સુરત-દિલ્હી ફ્લાઈટ શરૂ કરશે ત્યાર બાદ દેશના અન્ય શહેરો જેવા કે બેંગ્લોર અને ગોવાને કનેક્ટ કરતી ફ્લાઈટ્સ પણ સુરત એરપોર્ટ પરથી શરૂ કરી શકે છે. ત્યાર બાદ ભવિષ્યમાં ઈન્ટરનેશનલ એર ફ્લાઈટ્સ શરૂ થાય તેવી આશા પણ વી વર્ક વર્કિંગ એરપોર્ટ ગ્રુપ દ્વારા વ્યક્ત કરાઈ છે. વી વર્ક વર્કિંગ એરપોર્ટ ગ્રુપ દ્વારા આ એરલાઈન્સને સુરત લાવવા માટે ખૂબ મહેનત કરવામાં આવી છે. ગ્રુપના આ પ્રયાસમાં મંત્રી દર્શના જરદોષ, સુરત એરપોર્ટના ડિરેક્ટર અમન સૈની અને ઈલિયાસ ખાન પઠાણનો ખૂબ સહયોગ રહ્યો હતો.

સુરત એરપોર્ટ પર શિડ્યૂલ મળી રહે તે માટે અમન સૈનીએ ખૂબ જ મહેનત કરી હતી, તેના પગલે સુરતને આજે એક પ્રિમીયમ એરલાઈન્સ મળી છે.

Most Popular

To Top