National

કર્ણાટકમાં ફરી વિવાદ: પ્રિન્સિપાલે કહ્યું હિજાબ ઉતારી…

કર્ણાટક: કર્ણાટકની (Karnataka) મેંગ્લોર યુનિવર્સિટીમાં (Mangalore University) હિજાબનો વિવાદ (Hijab vivad) અટકવાનું નામ નથી લઈ રહ્યો. ત્યારે આજે 12 વિદ્યાર્થીનીઓ (Student) હિજાબ પહેરીને કેમ્પસમાં પ્રવેશ્યા હતા. આ છોકરીઓને વર્ગમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા. મામલો વધી જતાં કોલેજના પ્રિન્સિપાલે તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ હિજાબ પહેરેલી યુવતીઓ પોતાની વાત પર અડગ રહી.

શનિવારે 12 વિદ્યાર્થીનીઓ હિજાબ પહેરીને મેંગ્લોર યુનિવર્સિટી કોલેજમાં આવી હતી. જ્યારે કૉલેજના પ્રિન્સિપાલ ડૉ.અનસૂયા રાયને આ વિશે ખબર પડી તો તેમણે વિદ્યાર્થિનીઓને કહ્યું કે તેઓ હિજાબ ઉતારીને ક્લાસ રૂમમાં પ્રવેશી શકે છે.

પરંતુ વિદ્યાર્થીનીઓએ કહ્યું કે તેઓ હિજાબ નહીં ઉતારે. જેથી વિદ્યાર્થીનીઓને ક્લાસરૂમમાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. આ પછી જ્યારે તે લાઈબ્રેરીમાં પહોંચી તો તેઓને ત્યાં પણ પ્રવેશતા અટકાવી દેવામાં આવ્યા હતા. જ્યારે વિદ્યાર્થિનીઓને પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો ત્યારે તેઓ પોતાના ઘરે પરત ફરી હતી.

વાઈસ ચાન્સેલર ડો.સુબ્રમણ્ય યાદપાદિથ્યએ જણાવ્યું કે કોલેજ ડેવલપમેન્ટ કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે ગર્લ સ્ટુડન્ટ્સને હિજાબ પહેરવા દેવામાં આવશે નહીં. જો કે તેઓ કોલેજના પરિસરમાં હિજાબ પહેરી શકે છે, પરંતુ જ્યારે તેઓ ક્લાસ રૂમ અથવા લાઇબ્રેરીમાં જાય છે ત્યારે તેઓએ હિજાબ ઉતારવો પડશે.

ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા પણ અહીં આવી જ સ્થિતિ સર્જાઈ હતી. ગુરુવારે અહીં અનેક વિદ્યાર્થીઓએ પ્રદર્શન કર્યું હતું કે હાઇકોર્ટના આદેશ બાદ પણ 44 મુસ્લિમ વિદ્યાર્થીનીઓ હિજાબ પહેરીને યુનિવર્સિટીમાં ક્લાસમાં હાજરી આપી રહી છે. વિવાદ વધ્યા બાદ યુનિવર્સિટીએ આદેશ જારી કર્યો હતો કે વિદ્યાર્થીનીઓએ ક્લાસમાં આવવા માટે હિજાબ ઉતારવો પડશે. જો છોકરીઓ ઈચ્છે તો મહિલા શૌચાલયમાં હિજાબ ઉતારી શકે છે. યુનિવર્સિટીએ નોટિસમાં કહ્યું હતું કે ક્લાસરૂમમાં યુનિફોર્મ સિવાય બીજું કંઈ પહેરી શકાય નહીં. જો કોઈ આ નિયમનું ઉલ્લંઘન કરશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

Most Popular

To Top