National

68 વર્ષ પછી ટાટા પાસે પરત ફરશે એર ઇન્ડિયા: સ્પાઇસ જેટથી વધુ બીડ લગાવી ટાટા ગ્રુપે બોલી જીતી

68 વર્ષ પછી એર ઈન્ડિયા (Air India) હવે ટાટા ગ્રુપ (TATA Group)ની થઈ ગઈ છે. સ્પાઇસ જેટથી વધુ બીડ લગાવી ટાટા ગ્રુપે બોલી જીતી (win auction) લીધી છે. સરકારે ટાટા સન્સની બોલીનો સ્વીકાર કરી તેમાં 100 ટકા હિસ્સો વેચવા માટે ટેન્ડર મંગાવ્યું હતું. હવે એર ઈન્ડિયાની બીજી કંપની એર ઈન્ડિયા સેન્ટ્સ(AISATS)માં સરકાર તેની સાથે 50 ટકા હિસ્સો વેચશે. એર ઈન્ડિયા માટે જે કમિટી બની છે, તેમાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણ (Nirmala sitaraman), કોમર્સ મંત્રી પિયૂષ ગોયલ (piyush goyel) અને એવિએશન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પણ સામેલ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એર ઈન્ડિયાની રિઝર્વ પ્રાઈસ 15થી 20 હજાર કરોડ રૂપિયા સુધી નક્કી કરવામાં આવી હતી.

આઝાદી પછી, ઉડ્ડયન ક્ષેત્રના રાષ્ટ્રીયકરણને કારણે, સરકારે કંપનીના 49 ટકા શેર ખરીદ્યા. આ રીતે, 15 વર્ષ સુધી ખાનગી એરલાઇન તરીકે સફળતાપૂર્વક કાર્યરત ટાટા એરલાઇન્સ સરકારી કંપની (Govt co.) બની. જો બધુ બરાબર ચાલ્યું તો, દેવા હેઠળ ડૂબેલી જાહેર ક્ષેત્રની એરલાઇન એર ઇન્ડિયા ફરી એક વખત ટાટા ગ્રુપના હાથમાં જઈ રહી છે. ખરેખર, એર ઇન્ડિયાનું ભવિષ્ય નક્કી થઇ ગયું છે. આ એરલાઈન માટે બોલી લગાવવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર હતી. ટાટા સન્સ પણ આ એરલાઇન માટે બિડર્સમાં સામેલ હતા. ટાટા સન્સના પ્રવક્તાએ જણાવ્યું કે એર ઇન્ડિયા માટે નાણાકીય બિડ રજૂ કરવામાં આવી હતી, જે હાલ સરકારે ગ્રાહ્ય રાખી છે. બીજી તરફ સ્પાઇસ જેટ (Spice jet)ના પ્રમોટર અજય સિંહે પણ એર ઇન્ડિયા માટે બોલી લગાવી હતી. જો કે ટાટા કરતા ઓછી હોવાથી રદ થઇ છે.

1932 માં શરૂ કરવામાં આવી હતી એરલાઇન્સ:  તમને જણાવી દઈએ કે JRD ટાટાએ 1932 માં ટાટા એર સર્વિસ શરૂ કરી હતી, જે બાદમાં ટાટા એરલાઈન્સ બની અને 29 જુલાઈ 1946 ના રોજ તે પબ્લિક લિમિટેડ કંપની બની. 1953 માં સરકારે ટાટા એરલાઇન્સ હસ્તગત કરી અને તે એક સરકારી કંપની બની. હવે ફરી એક વખત ટાટા ગ્રુપના ટાટા સન્સે આ એરલાઇનમાં રસ દાખવ્યો છે. એટલે કે, લગભગ 68 વર્ષ પછી ફરી એક વખત એર ઇન્ડિયા ટાટા ગ્રુપ પાસે જવાની ધારણા છે. ટાટા સન્સ ગ્રુપમાં 66 ટકા હિસ્સો ધરાવે છે, અને તે ટાટા ગ્રુપના મોટા હિસ્સેદાર છે.

સમગ્ર હિસ્સો વેચવામાં આવી રહ્યો છે: કેન્દ્ર સરકાર સરકારી માલિકીની એરલાઇનમાં તેનો 100 ટકા હિસ્સો વેચવા માંગે છે, જેમાં એર ઇન્ડિયાનો 100 ટકા હિસ્સો AI એક્સપ્રેસ લિમિટેડમાં અને એર ઇન્ડિયા SATS એરપોર્ટ સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડનો 50 ટકા હિસ્સો સામેલ છે. 2007 માં ડોમેસ્ટિક ઓપરેટર ઇન્ડિયન એરલાઇન્સ સાથે મર્જર થયા બાદ એરલાઇનને નુકસાન થઇ રહ્યું છે. સરકાર વર્ષ 2017 થી એર ઇન્ડિયાનું વિનિવેશ કરવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારથી, ઘણા પ્રસંગોએ, પ્રયત્નો સફળ થયા નથી. 

જોકે, બાદમાં સરકારે નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા અને ખરીદદારોને નવો વિકલ્પ આપ્યો. આ પછી કોરોના આવ્યો અને તેના કારણે વિનિવેશની પ્રક્રિયામાં વિલંબ થયો. સરકારે સંભવિત બિડર્સને એપ્રિલ, 2021 માં નાણાકીય બિડ રજૂ કરવા કહ્યું હતું. તેનો સમયગાળો 15 સપ્ટેમ્બર સુધીનો હતો. જોકે, સફળ બિડરને એર ઇન્ડિયાની સસ્તી એરલાઇન એર ઇન્ડિયા એક્સપ્રેસનું પણ 100 ટકા નિયંત્રણ મળશે.

Most Popular

To Top