Vadodara

‘બિચ્છુ ગેંગ’ સામે ગુજકોક અંતર્ગત પ્રથમ ગુનો નોંધાયો

વડોદરા : બિચ્છુગેગના સરગના કહેવાતા માથાભારે અસલમ બોડિયા સામે શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં વિવિધ ગુનાઓ નોંધાયેલા છે. તાજેતરમાં જ બિચ્છુ ગેંગના ત્રણ સાગરીતોએ ફતેગંજ વિસ્તારમાં વહેલી સવારે બે લોકોને ચપ્પુની અણીએ લૂંટી લીધા હતા.ગુનાખોરીને ડામવા ગુજકોકના કાયદા હેઠળ બિચ્છુ ગેંગ સામે ગુનો નોંધી બાર શખ્સોને દબોચી લેવામા આવ્યા છે.જ્યારે બિચ્છુ ગેંગનો મુખ્યસૂત્રધાર અસલમ બોડિયો ફરાર થતાં  પોલીસે તેની શોધખોળ શરુ કરી છે.

ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં જ અમલમાં લવાયેલા ગુજકોક (ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ ) ના કાયદા હેઠળ વડોદરામાં પ્રથમ ગુનો નોંધાયો છે. શહેરની માથાભારે બિચ્છુ ગેંગ સામે ક્રાઇમ બ્રાન્ચે ગુજકોકના કાયદા હેઠળ ગુનો નોંધી બાર શખ્સોની ધરપકડ કરી છે. જ્યારે ગેંગનો મુખ્યસૂત્રધાર અસલમ બોડિયા ભૂર્ગભમાં ઉતરી ગયો હોવાનુ જાણવા મળી રહ્યું છે.

બિચ્છુ ગેંગ શહેરમાં ફરી સક્રિય, ફતેગંજમાં વહેલી સવારે થયેલી બે લૂંટને અંજામ આપનાર ત્રણની ધરપકડ, ગુજકોકના કાયદા  હેઠળ કાર્યવાહી થશે ?

માથાભારે ગુનેગારોને સબક શિખવાડવા અને ગુનાખોરી ડામવા માટે રાજ્ય સરકાર દ્વારા ગુજકોકનો કાયદો અમલમાં લાવવામાં આવ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં માથાભારે શખ્સો સામે ગુજકોકના કાયદા હેઠળ ગુના દાખલ કરવામાં આવ્યાં છે.

પરંતુ શહેરમાં આ કાયદા હેઠળ અત્યાર સુધી એક પણ ગુનો નોંધાયો ન હતો.દરમિયાન ટુંક સમય પહેલા જ ફતેગંજ પોલીસ સ્ટેશનની હદમાં વહેલી સવારે મોપેડ પર આવેલા ત્રણ શખ્સોએ ચપ્પુની અણી બે લોકોને લૂંટી લીધી હોવાનો ગુનો પોલીસ ચોપડે નોંધાયો હતો. પોલીસ લુંટારૂઓની શોધખોળ હાથ ધરી હતી.

જેમાં બિચ્છુ ગેંગના માથાભારે અતિક સબદરહુસેન મલેક, મહમદસીદીક અબ્દુલસત્તાર મન્સુરી અને ફૈઝલ હુસેન શેખની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે શાહનવાઝ ઉર્ફે ચાઇનીઝ બાબા જુલ્ફીકારઅલી  સૈયદની શોધખોળ કરવામાં આવી રહીં છે. ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં અસલમ બોડિયાની બિચ્છુ ગેંગ સામે શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં મારા-મારી, રાયોટીંગ, ખંડણી, લુંટ, મકાન-જમીન ખાલી કરાવવા જેવા અસંખ્ય ગુનાઓ નોંધાયા છે.

ત્યારે બિચ્છુ ગેંગે ફરી માથુ ઉંચકતા પોલીસ એક્શનમાં આવી હતી. વડોદરા ક્રાઇ બ્રાન્ચે સરકાર દ્વારા ગુનાખોરી ડામવા માટે નવા અમલમાં મુકાયેલા ગુજકોક હેઠળ બિચ્છુ ગેંગ સામે ગુનો નોંધ્યો હતો. અને 12 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. હાલ બિચ્છુ ગેંગનો મુખ્યસુત્રધાર અસલમ બોડિયો ભુગર્ભમાં ઉતરી ગયો છે.

બિચ્છુ ગેંગના સાગરીતોએ હોબાળો મચાવી પોલીસ ભવન બાનમાં લીધું

ગુજકોકના કાયદા હેઠળ બિચ્છુગેંગના બાર આરોપીઓની ધરપકડ કરી પોલીસે આજે તેઓને મિડીયા સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા.પત્રકાર પરીષદ પૂર્ણ થયા બાદ બાર આરોપીઓ પૈકીના કેટલાંક આરોપીઓએ મીડિયા સમક્ષ બુમ બરાડા સાથે બળાપો ઓક્યો હતો.જોકે પોલીસની હાજરીને કારણે મામલો થાળે પડ્યો હતો.

શહેરમાં વધતા જતા ગુનાખોરીના બનાવોનો રેશીયો ઓછો કરવા તેમજ ગુજકોકના નવા કાયદાનો કડક રીતે અમલ શરુ કરવાના નવ નિયુક્ત શહેર પોલીસ કમિશનર ડૉ.શમશેર સિંઘના આદેશના પગલે પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું.

છેલ્લા દસ વર્ષથી ગુનાહીત ઇતિહાસ ધરાવતા બિચ્છુ ગેંગના બાર ગુનેગારોની પોલીસે ગુજરાત આતંકવાદ અને સંગઠીત ગુના નિયંત્રણ અધિનિયમ 2015 ગુજકોકની કલમ સહીત અન્ય કલમ હેઠળ ધરપકડ કરી હતી.જે સંદર્ભે આજ રોજ પોલીસ ભુવન ખાતે પત્રકાર પરીષદ યોજાઇ હતી.જે પૂર્ણ થયા બાદ બિચ્છુગેંગના બાર આરોપીઓ પૈકીના કેટલાક શખ્સોએ મીડીયા સમક્ષ પોતાનો બળાપો દર્શાવી પોલીસની કામગીરી સામે સવાલો કર્યા હતા.

23 વર્ષમાં કુખ્યાત અસલમ બોડીયાએ 62 ગુના આચરી આતંક મચાવ્યો

શહેરમાં આતંક મચાવતી બિચ્છુ ગેંગના સરગના અસલમ ઉર્ફે બોડીયો વર્ષ 1998 થી ગુન્હા આચરતો હતો.કુખ્યાત  બોડીયા વિરુધ્ધ અત્યાર સુધીમાં 62 જેટલા ગંભીર ગુના શહેરના વિવિધ પોલીસ મથકે નોધાયેલાં છે.જ્યારે આ ગેંગના અરુણ પ્રકાશ ખારવા વિરુધ્ધ વર્ષ 1998થી અત્યાર સુધીમાં 48 ગુના,અસ્પાક ઉર્ફે બાબા ઇકબાલ શેખ સામે 23 ગુના,તનવીર ઉર્ફે તન્નુ સબ્બીર મલેક  વિરુધ્ધ 17 ગુના, તૌસીફ ઉર્ફે ભુરીયો સબ્બીરહુસેન મલેક સામે 17 ગુના જુદા જુદા પોલીસ મથકે નોધાયેલ છે.આ સીવાયના બિચ્છુ ગેંગના અન્ય આરોપીઓ સામે છુટમુટના ગુના આચર્યા હોવાનું બહાર આવ્યું છે.

બિચ્છુ ગેંગમાં કુલ 26 શખ્સો દ્વારા કામને અંજામ આપવામાં આવતો હતો.આ 26 ગુનેગારો પૈકી પોલીસે હાલમાં 12 ને દબોચી લીધા છે.આ સાથે અન્ય એકની નવસારી ખાતેથી અટકાયત કરી વડોદરા લાવવામાં આવી રહ્યો છે.દરમિયાનમાં પકડાયેલા બિચ્છુ ગેંગના બાર શખ્સોને કોવિડ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે. જ્યારે આ ગેંગના ફરાર મુખ્ય સુત્રધાર અસલમ બોડીયાને પકડવા માટે પોલીસની જુદી જુદી ટીમો કામે લાગી છે.

છેલ્લા 12 વર્ષથી બિચ્છુ ગેંગ ઓર્ગનાઇઝ ક્રાઇમ આચરતી હતી

સમગ્ર વડોદરા શહેરમાં  ધાક ઉભી કરવા માટે નામચીન અસલમ ઉર્ફે બોડીયાએ બિચ્છુ ગેંગ બનાવીને ઓર્ગેનાઇઝ ક્રાઇમ આચરતા હતા. જેમાં હત્યા, લૂંટ, ખંડણી,અપહરણ,ધાડ,હત્યાની કોશીષ, બળજબરીથી પડાવી લેવુ,છેતરપીંડી, વિશ્ર્વાસઘાત જેવા ગંભીર ગુના આચરીને ભયનું વાતાવરણ ઉભુ કરતા હતા.

આ ગેંગની ગુનાહીત પ્રવૃત્તીને અટકાવવા માટે પોલીસે સખત અટકાયતી પગલા ભર્યા હતા તે છતાં આટોળકી છેલ્લા દસ બાર વર્ષથી ગુન્હાહીત પ્રવૃત્તીઓ આચરતા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top