National

ગુરુગ્રામમાં વરસાદથી ભરાયેલું તળાવ જોઈને બાળકો નહાવા ઉતર્યા, 6 ડૂબી ગયા

ગુરુગ્રામઃ (Gurugram) હરિયાણાના ગુરુગ્રામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીંના સેક્ટર-111માં રવિવારે એક દર્દનાક અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં (Accident) 6 બાળકો ડૂબી ગયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે વિસ્તારના વરસાદી નાળામાં નહાતી વખતે તમામ બાળકો ડૂબી ગયા હતા. વ્યાપક શોધખોળ બાદ તમામ બાળકોના (Children) મૃતદેહ મળી આવ્યા હતા. અંધારપટના કારણે રાહત કાર્ય ખોરવાઈ ગયું હતું. પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બાળકોના પરિવારજનો પણ તળાવના (Lake) કિનારે એકત્ર થયા હતા. ડૂબી ગયેલા બાળકોની ઉંમર 8 થી 13 વર્ષની વચ્ચે છે.

જણાવવામાં આવી રહ્યું છે કે પોલીસ કંટ્રોલ રૂમને માહિતી મળી હતી કે સેક્ટર 111માં એક ડઝન બાળકો ડૂબી ગયા છે. તળાવમાં ડાઇવર્સ બોલાવવામાં આવ્યા અને બાળકોને શોધવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. લાંબા સમય બાદ બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે અન્ય બાળકોના મૃતદેહ પણ કલાકો પછી મળી આવ્યા હતા.

આખું ભરેલું તળાવ જોઈને ન્હાવા ગયા
પોલીસે જણાવ્યું કે ફાયર બ્રિગેડની ટીમો બચાવ કામગીરીમાં લાગેલી છે. તમામ બાળકો નજીકની કોલોની શંકર વિહારના રહેવાસી હોવાનું કહેવાય છે. તળાવમાં પાણી જોઈને આ તમામ બાળકો તળાવમાં ન્હાવા માટે ઉતરી ગયા હતા. આ બાળકોના કપડા તળાવના કિનારેથી મળી આવ્યા હતા.

6 બાળકોના મૃતદેહ મળ્યા
ઘટનાસ્થળે પહોંચેલા ડીએમ નિશાંત યાદવે જણાવ્યું કે તમામ 6 બાળકોના મૃતદેહ મળી આવ્યા છે. તમામ બાળકોની ઉંમર 8 થી 13 વર્ષની વચ્ચે હતી. જો અન્ય કોઈ બાળક ગુમ હોય તો અમને જાણ કરવા માટે અમે સ્થાનિક વિસ્તારમાં જાહેરાત કરી રહ્યા છીએ. જરૂર પડશે તો ફરી તળાવમાં કોમ્બિંગ કરીશું અને તળાવનું પાણી પણ કાઢી શકાશે.

Most Popular

To Top