Sports

બીજી વનડેમાં ટીમ ઈન્ડિયાનો પ્રહાર , શ્રેણી 1-1થી બરાબર થઈ ગઈ

રાંચી: ભારત (India) અને દક્ષિણ આફ્રિકા (South Africa) વચ્ચે ત્રણ મેચોની શ્રેણીની બીજી મેચ રાંચીમાં (Ranchi) રમાઈ હતી. આ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 7 વિકેટે હરાવ્યું હતું. ભારતની જીતમાં શ્રેયસ અય્યર (Shreyas Iyer) અને ઈશાન કિશન હીરો રહ્યા હતા. ત્રીજી વિકેટ માટે બંને વચ્ચે 155 બોલમાં 161 રનની ભાગીદારી નોંધાઈ હતી. આ મેચમાં ઈશાન તેની સદી ચૂકી ગયો હતો. તેણે 84 બોલમાં 93 રન બનાવ્યા હતા. જ્યારે અય્યરે શાનદાર સદી ફટકારી હતી. તેણે 111 બોલમાં 113 રન બનાવ્યા હતા. ભારતે આ સિરીઝમાં હવે 1-1થી બરાબરી કરી લીધી છે.

જીતના હીરો શ્રેયસ અય્યર અને ઈશાન કિશન રહ્યા
રાંચીના JSCA સ્ટેડિયમમાં આજે 3 મેચની વન-ડે સિરીઝની બીજી વન-ડે રમાઈ રહી ગઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકાને 7 વિકેટે હરાવ્યું હતું. ભારતે 279 રનનો ટાર્ગેટ 45.5 ઓવરમાં જ પાર પાડી લીધો હતો. ટીમ ઈન્ડિયાની આ જીતના હીરો શ્રેયસ અય્યર અને ઈશાન કિશન રહ્યા હતા. શ્રેયસ અય્યરે પોતાના વન-ડે કરિયરની બીજી સદી ફટકારી હતી. તેણે 111 બોલમાં 113* રન ફટકાર્યા હતા. તો ઈશાન કિશને 84 બોલમાં 93 રન ફટકાર્યા હતા. આ બન્ને વચ્ચે 161 રનની પાર્ટનરશિપ થઈ હતી. તો સંજુ સેમસને પણ 36 બોલમાં 30 રન કર્યા હતા. સાઉથ આફ્રિકા તરફથી વેઈન પર્નેલ, કાગિસો રબાડા અને બી. ફોર્ટ્યુને 1-1 વિકેટ લીધી હતી.

સિરાજે 10 ઓવરમાં 1 મેડન સાથે માત્ર 38 રન આપીને 3 વિકેટ ઝડપી
અગાઉ સાઉથ આફ્રિકાએ 50 ઓવરમાં 7 વિકેટે 278 રન કર્યા હતા. સાઉથ આફ્રિકા તરફથી સૌથી વધુ એડન માર્કરમે 89 બોલમાં 79 રન ફટકાર્યા હતા. તો રિઝા હેનરિકે 76 બોલમાં 74 રન કર્યા હતા. બન્ને વચ્ચે 129 બોલમાં 129 રનની પાર્ટનરશિપ થઈ હતી. અંતમાં ડેવિડ મિલર 34 બોલમાં 35 રન કરીને અણનમ રહ્યો હતો. ભારત તરફથી સૌથી વધુ મોહમ્મદ સિરાજે 10 ઓવરમાં 1 મેડન સાથે માત્ર 38 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. તો વોશિંગટન સુંદર, શાહબાઝ અહેમદ, કુલદીપ યાદવ અને શાર્દુલ ઠાકુરે 1-1 વિકેટ લીધી હતી.

Most Popular

To Top