SURAT

સુરત મનપાનો સેનેટરી સબ ઇન્સ્પેક્ટર સહિત બે દારૂ પીધેલી હાલતમાં પકડાયા

સુરત : રાંદેર (Rander) પોલીસની (Police) ટીમે ગઈકાલે પેટ્રોલિંગ (Patrolling) દરમિયાન નારાયણનગર સોસાયટી પાસેથી મનપાના (SMC) કર્મચારી (Employee) કલ્પેશ સેલર અને એક ડ્રાઈવરને દારૂ પીધેલી હાલતમાં પકડી તેમની સામે કાર્યવાહી કરી હતી.રાંદેર પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી ત્યારે રાંદેર નારાયણનગર સોસાયટી સામે પાળા ઉપર એક વ્યક્તિ લવારા કરતો હતો. પોલીસે તેને પકડીને નામ પુછતા કલ્પેશ મોહનભાઈ સેલર હોવાનું જણાવ્યું હતું. બ્રેથ એનેલાઈઝર મશીન વડે તપાસ કરતા આલ્કોહોલની માત્રા 100 એમએલ જણાઈ આવી હતી. કલ્પેશ સેલર સુરત મહાનગર પાલિકામાં સેનેટરી સબ ઇન્સ્પેક્ટર તરીકે નોકરી કરે છે. તેની સાથે બીજો એક વ્યક્તિ પણ હતો તેનું નામ રવિભાઈ વામન પવાર હોવાનું જણાવ્યું હતું. અને પોતે ડ્રાઈવિંગ કરે છે. બંને સામે પોલીસે દારૂ પીધેલાનો કેસ કરી વધારે કાર્યવાહી હાથ ધરી હતી.

સચિન એલઆઈજી આવાસમાં ગાંજો સપ્લાય કરનાર ઉત્તર પ્રદેશનો આરોપી ઝડપાયો
સુરત : સચિન એલઆઈજી આવાસમાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલા આરોપીને ગાંજો સપ્લાય કરનાર આરોપીને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો હતો.સચિન કનકપુર-કનસાડ એલઆઈજી આવાસમાં ગત 24 સપ્ટેમ્બરે એસઓજી દ્વારા રેઈડ કરી આરોપી બૈજનાથ શિવનંદન સિંહ (હાલ રહે નં.એલ-998 એલ.આઈ.જી.-2 આવાસ કનકપુર-કનસાડ સચિન તથા મુળ રોહતક, બિહાર) ને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી 16 હજારની કિમતનો ગાંજો ઝડપાયો હતો. તથા ગાંજા વેચાણના રોકડા 33,000 ગાંજો નશો કરવા માટે વપરાતી રીઝલા પેપર તથા સ્ટીક નંગ- 880 તથા ગાંજો પીવાની ચીલમો નંગ- 48 વજન કાંટો નંગ- 01, ગાંજો ભરવાની પ્લાસ્ટિકની કોથળી નંગ- 800 તથા મોબાઈલ ફોન મળી કુલ 68,320 ની મત્તાના મુદ્દામાલ કબજે લેવાયું હતું.

આરોપીને તાત્કાલિક ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાયા
સચિન પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. એસઓજીએ ગાંજો સપ્લાય કરનારની તપાસ હાથ ધરી હતી. અને તપાસ દરમિયાન ગાંજો નકુલ કોરી એ સપ્લાય કર્યો હતો. આરોપીને તાત્કાલિક ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાયા હતા. એસઓજી પોલીસે બાતમીના આધારે સચિન જી.આઇ.ડી.સી. પાર્ક પબ્લિક સ્કુલ સામે ડાયમંડ પાર્ક પાસેથી આરોપી નકુલકુમાર ચૌધરીપ્રસાદ કોરી ને ઝડપી પાડ્યો હતો. આરોપીની પુછપરછ કરતા ગાંજાના જથ્થા સાથે અગાઉ પકડાયેલા આરોપી બૈજનાથ શિવનંદન સિંહને પોતે ગાંજાનુ વેચાણ કરતો હોવાની કબૂલાત કરી હતી.

Most Popular

To Top