SURAT

વેસુની નંદની-1ના 9માં માળે ફ્લેટમાં આગ લાગતાં નાસભાગ મચી

સુરત: વેસુ (Vesu) વિસ્તારમાં આવેલા નંદની-1 (Nandani One) માં સાંજે નવમાં માળે (Ninth Floor) ફ્લેટમાં (Flat) આગ (Fair) લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. સ્થાનિક લોકોએ ઘટનાની જાણ કરતા જ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લેવાની કામગીરી કરી હતી. ફાયરની ટીમ સ્થળ પર પહોંચે તે પહેલા જ આગના કારણે ઘરવખરી સામાન અને ફર્નિચર બળીને ખાક થઇ ગયો હતો.

  • ફાયરની પાંચ ગાડી સ્થળ પર પહોંચી ત્યાં સુધીમાં ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ
  • ફ્લેટમાં રહેલા લોકો દ્વારા બૂમાબૂમ કરવામાં આવી હતી

સાંજે 5 વાગ્યાની આસપાસ નવમાં માળે ફ્લેટ નંબર 901માં આગ લાગવાની ઘટના
પ્રાપ્ત વિગતો મુજબ, વેસુમાં નંદની 1માં સાંજે 5 વાગ્યાની આસપાસ નવમાં માળે ફ્લેટ નંબર 901માં આગ લાગવાની ગટના બની હતી. સ્થાનિકોએ આગ લાગવાની ઘટના બાબતે ફાયરમાં જાણ કરી હતી. જેથી મજુરા અને વેસુ ફાયર સ્ટેશનથી પાંચ ગાડીઓ સાથે ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લીધી હતી. પરંતુ આગ કાબુમાં આવે ત્યા સુધીમાં ઘર વખરી સામાન બળીને ખાક થઇ ગયો હતો. ઘરમાં કોઈ હાજર ન હોવાના કારણે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

ફ્લેટમાં આગ લાગતા ડરનો માહોલ
નંદની વન રેસીડેન્સીના ફ્લેટ નંબર 901માં એકાએક ધુમાડા નીકળવાના શરૂ થયા હતા. ધુમાડો નીકળતાની સાથે જ ફ્લેટમાં રહેલા લોકો દ્વારા બૂમાબૂમ કરવામાં આવી હતી. લોકો ડરીને નીચે દોડી આવ્યા હતા. તેમજ નવમા માળે આગ લાગતા તમામ ફ્લોરના લોકો નીચે આવી ગયા હતા. આસપાસની વીંગમાં પણ લોકો ગભરાયા હતા. આગ પ્રસરે તેની ચિંતા બાજુના ફ્લેટમાં તેમજ અન્ય લોકોને હતી.

આગ પર કાબુ મેળવાયો
ફાયર ઓફિસર પ્રકાશ પટેલે જણાવ્યું કે નંદની વન રેસીડેન્સીમાં આગ લાગવાની ઘટના બનતા તાત્કાલિક અસરથી ઘટના સ્થળ પર પહોંચીને કુલિંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી. અમારી એક ટીમ લિફ્ટ મારફતે નવમા માટે પહોંચી હતી અને બીજી ટીમ દ્વારા ટર્ન ટેબલ લેડર (TTL)ની મદદથી નવમા માળે સુધી પહોંચીને આગ ઉપર કાબુ મેળવવાનું શરૂ કરાયું હતું. આગ લાગવાનું કારણ હજી જાણવા મળ્યું નથી. સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજા થઈ નથી.

Most Popular

To Top